Thursday, October 15, 2026
HomeAhmedabadસોમનાથના આંગણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ

સોમનાથના આંગણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય પ્રારંભ

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય મંગલ પ્રારંભ થયો છે. આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે.આ ઐતિહાસિક પર્વમાં જોડાવા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા જ ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું. ભગવા ધ્વજ, ભજન-કીર્તન અને હરોળબદ્ધ શિવભક્તોથી સોમનાથ ધામ આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું હતું.સોમનાથનો ઈતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અમર કથા છે. ઈ.સ. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈ સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આ આસ્થાકેન્દ્રને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત ભારતવર્ષે પોતાના વીર પુત્રોના બલિદાનથી સોમનાથને ફરીથી ઊભું કર્યું. આ સ્વાભિમાન પર્વ દ્વારા હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અગણિત શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.11 જાન્યુઆરી સુધી ચાલનારા આ સ્વાભિમાન પર્વ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસિક પ્રસ્તુતિઓ અને કથાઓ દ્વારા સોમનાથની પૌરાણિક તથા શૌર્યગાથા જનજન સુધી પહોંચાડવામાં આવશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ વિશેષ ટ્રેનો દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે ઉમટી પડશે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here