
એક્વસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઔપચારિક રીતે કંપનીના સહ-સ્થાપકનું ટાઇટલ તેના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કૌલને આપ્યું છે, જે ઉત્પાદન કામગીરી શરૂ થયા પછી એક્વસના વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકારે છે.
એક્વસ લિમિટેડના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઇઓ અરવિંદ મેલિગેરીએ કહ્યું હતું કે, “રાજીવ એક્વસ લિમિટેડના નિર્માણમાં સતત ભાગીદાર રહ્યા છે, મૂળભૂત સ્તરેથી તેમણે નેતૃત્વ કર્યું છે તેમજ દરેક કાર્યકારી પડકારનો સામનો કર્યો છે અને કંપનીના લાંબા ગાળાના વિઝનને સક્ષમ બનાવ્યું છે. તેમના યોગદાન વિના એક્વસ લિમિટેડ આજે જે છે તે ન હોત. એક્વસ લિમિટેડના સહ-સ્થાપક તરીકે તેમની સ્વિકૃતિ ઉત્સાહજનક છે.”
રાજીવ ભારતની પ્રથમ સંકલિત એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે અવિરતપણે કામ કર્યું હતું. તેમણે કોપ્પલ ટોય ક્લસ્ટર (કેટીસી) ની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું છે તેમજ હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર (એચડીસી) ખાતે કન્ઝ્યુમર ઇકોસિસ્ટમના વિકાસમાં અને વિશેષ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં એક્વસના પ્રવેશમાં પણ ફાળો આપ્યો છે. રાજીવ એક્વસના સંયુક્ત સાહસોના બોર્ડમાં પણ સેવા આપે છે.


