Saturday, March 7, 2026
Homenationalઅમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ : દર્શન કરવા પડાપડી

અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ : દર્શન કરવા પડાપડી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

શ્રીનગર,તા. ૮
અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કરી લીધા છે. તે પહેલા પહેલગામ અને બાલટાલ છાવણી માટે જમ્મુ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રાના આઠમાં દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રામાં હજુ સુધી છેલ્લા સાત દિવસના ગાળામાં જ ૯૫૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. જા કે કાયદો અને વ્યવસ્થાની સ્થતી કેટલાક અંશે અડચણો ઉભી કરી રહી છે. શ્રદ્ધાળુઓ તમામ પડકારોને પાર પાડીને યાત્રા કરવા માટે ઉત્સુક બન્યા છે.અમરનાથ યાત્રા ૧૫મી ઓગષ્ટના દિવસે પૂર્ણ થનાર છે. હજુ સુધી દોઢ લાખ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના દિવસે શરૂ થયા બાદ ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે ૪૫ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલશે.રવિવારના દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રીઓ રવાના થયા હતા. રવિવારના દિવસે જમ્મુ કાશ્મીર રાજમાર્ગ ઉપર બપોરે ૩ વાગ્યા સુધી ચોક્કસ કારણોસર યાત્રા બંધ રાખવામાં આવી હતી. આ વખતે અમરનાથ યાત્રાને સાનુકુળરીતે પાર પાડવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં ત્રાસવાદી હુમલાનો ભય હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. રાષ્ટ્રીય રાજમાર્ગ પર પ્રતિદિન બે કલાક સુધી નાગરિક પરિવહન પર મુકવામાં આવેલા પ્રતિબંધ વચ્ચે ધૈર્ય રાખવા માટે તમામ લોકોને રાજ્યપાલ મલિકે અપીલ કરી છે. સુવિધાના હેતુસર નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ છે ત્યારે વધુ સુરક્ષા રાખવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here