Friday, June 5, 2026
HomeAhmedabadનશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ

નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

તેની વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ કરી છે. દરિયાપુર વિસ્તારમાં બનેલી એક ઘટનામાં મહિલાએ પીવડાવેલી નશીલી લસ્સીના કારણે 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતા આ મામલો હવે લૂંટ સાથે હત્યામાં પરિણમ્યો છે.મળતી માહિતી અનુસાર, દરિયાપુરના દિલ્હી ચકલા પાસે આવેલા સજ્જન જમાદારના મહોલ્લામાં લતાએ 81 વર્ષીય અબ્દુલભાઇ સિપાઇ અને તેમના પત્નીને ઘેનની દવા ભેળવેલી લસ્સી પીવડાવી હતી. દંપતી બેભાન થતા જ તે રોકડ રકમ ચોરીને નાસી ગઈ હતી. જોકે, દવાની વધુ પડતી માત્રાને કારણે અબ્દુલભાઇની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.55 વર્ષીય આરોપી મહિલા અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તે એવા વૃદ્ધ દંપતી કે વ્યક્તિઓની શોધ કરતી જેઓ એકલા રહેતા હોય. વૃદ્ધોની એકલતાનો લાભ લઈ, તેમની જમવાની વ્યવસ્થા કરી આપવાના બહાને વિશ્વાસ જીતી ઘરમાં પ્રવેશ મેળવતી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ તે નશીલો પદાર્થ કે દવા ભેળવેલી ખાદ્ય સામગ્રી પીવડાવી વ્યક્તિને બેભાન કરી લૂંટ ચલાવી ફરાર થઈ જતી હતી.ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શાહપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપી મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી છે. પોલીસ તેની વિરુદ્ધ BNS કલમ 105, 123, 329(2) અને 303(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ લતાબેન રીઢી ગુનેગાર છે. 
 
પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here