Wednesday, September 9, 2026
HomeAhmedabadક્લિનિકલ અનુભવને સર્જિકલ ચોકસાઈમાં પરિવર્તિત કરવાના સબળ હેતુ સાથે ડૉ. દીપક લિમ્બાચિયાના...

ક્લિનિકલ અનુભવને સર્જિકલ ચોકસાઈમાં પરિવર્તિત કરવાના સબળ હેતુ સાથે ડૉ. દીપક લિમ્બાચિયાના માર્ગદર્શન હેઠળ બે દિવસીય ‘એડવાન્સ્ડ લેપ્રોસ્કોપી’ તાલીમ શિબિર યોજાઈ

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

કાર્યક્રમ દરમિયાન લાઇવ સર્જિકલ પ્રદર્શન યોજાયા, જેમાં સર્જનોએ ડૉ. લિમ્બાચિયા દ્વારા કરવામાં આવતી સર્જરીઓનું નજીકથી નિરીક્ષણ કર્યું અને દરેક તબક્કા પાછળ રહેલી વૈજ્ઞાનિક અને ક્લિનિકલ વિચારસરણીને વાસ્તવિક સમયમાં સમજાવવામાં આવી હતી.

અમદાવાદ, 24 એપ્રિલ 2026: અદ્યતન લેપ્રોસ્કોપિક અને ગાયનેકોલોજિકલ ઓન્કોલોજી સર્જરીના અગ્રણી નિષ્ણાત ડૉ. દીપક લિમ્બાચિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્તરના ૧૫ સર્જનોને ‘એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિક સર્જરી’નું વિશેષ પ્રશિક્ષણ આપી આ તાલીમ શિબિરનું સફળ નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ સ્થિત ‘ઈવા વુમન્સ હોસ્પિટલ’ ખાતે ડૉ. લિમ્બાચિયા દ્વારા સંચાલિત ‘ઈવા એન્ડોસ્કોપિક ઇન્સ્ટિટ્યૂટ’ ખાતે યોજાયો હતો. આ સઘન તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય જટિલ કેન્સર સર્જરીઓમાં લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા સર્જિકલ ચોકસાઈ વધારવાનો અને સહભાગી સર્જનોને આધુનિક ટેકનિકથી સજ્જ કરવાનો હતો.

છેલ્લા એક દાયકામાં ડૉ. લિમ્બાચિયાએ ૪,૦૦૦ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તબીબોને પ્રશિક્ષિત કર્યા છે, જે તેમને ભારતમાં મિનિમલી ઇન્વેસિવ ગાયનેકોલોજિકલ સર્જરી ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત તરીકે સ્થાપિત કરે છે. આ પદ્ધતિમાં સ્ત્રી પ્રજનન તંત્રના રોગોની સારવાર મોટા કાપાને બદલે અત્યંત નાના છિદ્રો અને લેપ્રોસ્કોપ (કેમેરા આધારિત અદ્યતન ઉપકરણ)ની મદદથી કરવામાં આવે છે, જેના પરિણામે દર્દીને ઓછો દુખાવો, ન્યૂનતમ ડાઘ અને ઝડપી રિકવરીનો લાભ મળે છે. તેમનો બહોળો ક્લિનિકલ અનુભવ અને વ્યવસ્થિત શૈક્ષણિક અભિગમ ટ્રેઈની ડોક્ટર્સને વાસ્તવિક સર્જિકલ નિર્ણય લેવાની પ્રક્રિયા અને ટેકનિકલ ઉત્કૃષ્ટતાનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડે છે.

આ બે દિવસીય કાર્યક્રમમાં મૂળભૂત તથા અદ્યતન લેપ્રોસ્કોપિક કૌશલ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમિ (લેપ્રોસ્કોપ દ્વારા ગર્ભાશય દૂર કરવાની સર્જરી), માયોમેક્ટોમિ (ગર્ભાશયની ગાંઠો દૂર કરવાની સર્જરી) તથા રેક્ટમ સુધી ફેલાયેલ એન્ડોમેટ્રિઓસિસ જેવી જટિલ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સાથે જ ટિશ્યૂ હેન્ડલિંગ (શરીરના તંતુઓને નાજુક રીતે સંભાળવાની તકનીક), એનર્જી ડિવાઇસિસનો ઉપયોગ, હેમોસ્ટેસિસ (સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવ નિયંત્રણની પદ્ધતિ) તથા જટિલતાઓના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન લાઇવ સર્જિકલ પ્રદર્શન યોજાયા, જેમાં સર્જનોએ ડૉ. લિમ્બાચિયા દ્વારા કરવામાં આવતી સર્જરીઓનું નજીકથી નિરીક્ષણ કર્યું અને દરેક તબક્કા પાછળ રહેલી વૈજ્ઞાનિક અને ક્લિનિકલ વિચારસરણીને વાસ્તવિક સમયમાં સમજાવવામાં આવી હતી.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પરિણામ કેન્દ્રિત ચર્ચાઓ રહ્યો હતો, જેમાં ઊંડાણપૂર્વકના કેસ રિવ્યુ અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું. સહભાગી સર્જનોમાં લેપ્રોસ્કોપિક પ્રક્રિયાઓ સ્વતંત્ર રીતે કરવા માટેના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, તેઓએ એર્ગોનોમિક્સ(શરીરના આરામદાયક અને કાર્યક્ષમ ઉપયોગનો અભ્યાસ) અને કાર્યપ્રણાલી અંગે ગહન સમજ કેળવી હતી. અંતે, સર્જનોએ પોતાની પ્રેક્ટિસમાં અદ્યતન ટેકનિક્સને સફળતાપૂર્વક અપનાવવા માટે સ્પષ્ટ અને વ્યવહારુ વ્યૂહરચનાઓ પ્રાપ્ત કરી હતી.

કાર્યક્રમ પ્રસંગે ડૉ. લિમ્બાચિયાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ‘તાલીમાર્થીઓએ એવા પ્રાયોગિક અને ત્વરિત અમલીકરણ કરી શકાય તેવા કૌશલ્યો હાંસલ કર્યા છે, જે તેઓ પોતાના તબીબી કેન્દ્રોમાં તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી શકશે.’ આ તાલીમનો સીધો લાભ દર્દીઓને મળશે, કારણ કે તેનાથી દર્દીની સલામતી માં વધારો થશે અને સર્જરીના સફળતાના દરમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. આ અભિગમ સાબિત કરે છે કે યોગ્ય તાલીમ એ શ્રેષ્ઠ તબીબી સેવાઓનો પાયો છે.

કાર્યક્રમ દરમિયાન આશરે 10 લાઇવ સર્જરીઓ કરવામાં આવી હતી, જેમાં દર્દીઓ પાસેથી માત્ર નામ માત્ર ફી લેવામાં આવી હતી.

ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ, ઓવેરિયન અને એન્ડોમેટ્રિયલ જેવા ગાયનેકોલોજિકલ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેની સામે લડવા માટે અત્યાધુનિક તબીબી ટેકનોલોજી એક આશાનું કિરણ બની છે. મિનિમલી ઇન્વેસિવ ટેકનિક્સ (ઓછી ચીરફાડવાળી પદ્ધતિ), અદ્યતન એનર્જી ડિવાઇસિસ અને પ્રિસિઝન ઓન્કોલોજી જેવા અભિગમોએ દર્દીઓના સાજા થવાના દરમાં મોટો સુધારો કર્યો છે, પરંતુ આ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવા માટે ઊંડા ક્લિનિકલ અનુભવની જરૂર હોય છે.

આ તાલીમ કાર્યક્રમને જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન મેડટેક ઇન્ડિયાના ‘ગાયનેકોલોજિકલ ઓન્કોલોજી લર્નિંગ એન્ડ ઓબ્ઝર્શન પ્રોગ્રામ’ (GALOP) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. ‘GALOP’ પહેલનો મુખ્ય હેતુ જટિલ સર્જિકલ પ્રક્રિયાઓનું વાસ્તવિક ઓપરેશન થિયેટર વાતાવરણમાં પ્રત્યક્ષ નિરીક્ષણ પૂરું પાડીને શિક્ષણના અંતરને દૂર કરવાનો છે. ‘ઈવા એન્ડોસ્કોપિક ઇન્સ્ટિટ્યૂટ’ ખાતે યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમમાં આ સહયોગ દ્વારા સર્જનોને જીવંત સર્જરીઓ જોવાની અને તેમાંથી શીખવાની અનન્ય તક મળી હતી, જે તેમના વ્યાવસાયિક કૌશલ્યના વિકાસમાં પાયાનું યોગદાન આપે છે.

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here