Friday, June 5, 2026
HomeLife Styleમાસિક ધર્મ સ્વછતા દિવસનું મહત્વ કેટલું જરૂરી?

માસિક ધર્મ સ્વછતા દિવસનું મહત્વ કેટલું જરૂરી?

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

28મેના રોજ દેશભરમા માસિક ધર્મ સ્વછતા દિવસ ઉજવાય છે ત્યારે માસિક ધર્મ સ્વછતાનું શું મહત્વ છે તેનું મહત્વ જાણીએ

આમ તો માસિકસ્રાવ એ પ્રકૃતિ સાથે સંકળાયેલ પ્રક્રિયા છે, જે દરેક સ્ત્રી દર મહિને પસાર થાય છે.આ ખાસ દિવસોમાં મહિલાઓ, છોકરીઓમાં જાગૃતિ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.વર્ષ 2014માં વિશ્વ માનસિક સ્વચ્છતા દિવસની ઉજવણીનો પ્રારંભ થયોહતો . પીરિયડ્સ સામાન્ય રીતે 28 દિવસનું ચક્ર કરે છે, અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ જ કારણ છે કે આ વિશેષ દિવસ વર્ષના પાંચમા મહિના એટલે કે 28 મે ના રોજ ઉજવવામાં આવે છે. છોકરીઓમાં પીરિયડ્સ સામાન્ય રીતે 4 થી 5 દિવસ લાંબી હોય છે. આ સમયગાળા દરમિયાન, સ્ત્રીઓને ઘણા શારીરિક, આંતરસ્ત્રાવીય બદલાવમાંથી પણ પસાર થવું પડે છે. કમર, પગ અને પેટમાં દુખાવો, ઉલટી, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓને તેમની સ્વચ્છતાની વિશેષ કાળજી લેવાની જરૂર છે કારણ કે બેદરકારીથી ઘણા રોગો થઈ શકે છે. કેટલીક વખત ચેપને કારણે પણ સ્ત્રીઓને વંધ્યત્વની સમસ્યાઓ થઈ શકે છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ કાઉન્સેલિંગ માટે આવેલ ફોન અને રૂબરૂ સ્ત્રીઓની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. જેમાં 522 સ્ત્રીઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા.જેમાં હાલની પરિસ્થિતિને કારણે મહિલાઓ ચિંતાનો ભોગ બનેલ છે. તેમને પોતાના ઘરની ચિંતા, બાળકોની ચિંતા, દિવસ દરમિયાન કામ કરવું સાથે નોકરિયાત સ્ત્રીને બેવડી ચિંતાનો સામનો કરવો પડી રહ્યો છે. 54% સ્ત્રીઓએ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં સતત ચિંતા વધી છે.આ સમયે સ્ત્રીઓની માસિક ધર્મની સાયકલમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું. અનિયમિત પિરિયડ્સને કારણે તેનું કામમાં પણ ચિત લાગતું નથી. તણાવ અને ચિંતાની સહુથી નિષેધક અસર સ્ત્રીના માસિક ધર્મ પર થઈ . 18% સ્ત્રીઓમાં આ સમસ્યાઓ જોવા મળી છે.ઘણી સ્ત્રીઓ આ સમયે પોલીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને પોલીસ્ટિક ઓવરી ડિસઓર્ડરનો પણ ભોગ બની. આ બન્ને સમસ્યાઓ સ્ત્રીઓની ઓવરી ( ગર્ભાશય) સાથે સંકળાયેલ છે. 18% સ્ત્રીઓમાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી.સ્ત્રીઓને ચિંતા, તનાવ, કામના બોજને કારણે સફેદ સ્રાવની પરેશાની પણ વધી હોય તેવું જોવા મળી રહ્યું છે જેને કારણે કમરનો દુઃખાવો સ્ત્રીઓને થઈ હોવાનું પણ જાણવા મળે છે. 522 માંથી 28% સ્ત્રીઓએ આ ઘટના બન્યાનું સ્વીકાર્યું હતું.

સ્ત્રીઓના હોર્મોન્સ માં પણ ફેરફાર જોવા મળી રહ્યો જેને કારણે શરીરમાં વધઘટ, પેટનો ભાગ ફુલાવો, સ્વભાવ ચીડિયો બનવો, બેચેની અનુભવવી, વાળ ખરવા, પરિણીત સ્ત્રીઓને જાતિયતામાં અરુચિ જેવી બાબતો સામે આવી. 45% સ્ત્રીઓએ હોર્મોનલ ચેન્જીઝ થયા હોય તેવું અનુભવ્યું.હાલની સ્થિતિમાં ઘણી પરિણીત સ્ત્રીઓને શારીરિક સંબંધ બાંધવામાં પણ અરૂચિ જોવા મળે છે. ડર અને ભય સાથે કામનું ભારણ સ્ત્રીઓને શારીરિક સંબધ બાંધવામાં અરુચિ ઉભી કરે છે. 63% સ્ત્રીઓએ જાતિય બાબતમાં અરુચિ અને ચિંતા વ્યક્ત કરી.આ સમયે સ્ત્રીઓની સતત માથું દુઃખવાની ફરિયાદો પણ સામે આવી. માથું દુઃખવાને કારણે ચીડિયાપણું અને બેચેનીનો અનુભવ પણ સ્ત્રીઓ કરી રહી છે. 67% સ્ત્રીઓએ માથું દુખવાની ફરિયાદ કરી.ક્યારેક અતિશય ભૂખ અને ક્યારેક ભોજન અરુચિ વચ્ચે સ્ત્રીઓ પીસાતી જોવા મળી જેને કારણે શરીરના વજન અને ચયાપચય માં પણ ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું. 27% સ્ત્રીઓને ભોજન બાબતમાં ગરબડ લાગી.મોનોપોઝ સમયમાં ફેરફાર કોરોનાના ભયને કારણે યુવાન સ્ત્રીઓમાં મોનોપોઝનું પ્રમાણ પણ વધ્યું છે. 522 સ્ત્રીઓ સાથેની વાતચીતમાં તેમજ કોલસેન્ટરમાં આવેલ ફોન મુજબ 13% સ્ત્રીઓને મોનોપોઝ સમય પહેલા મોનોપોઝ અવસ્થામાં પહોંચી છે અથવા એવા લક્ષણો અનુભવ્યા. સતત ભય, અસલામતી અને લાગણીઓ માં સંઘર્ષને કારણે સ્ત્રીઓ વેલી મોનોપોઝમાં આવી શકે છે. ઘણી સ્ત્રીઓ ભયને કારણે આનો શિકાર બની છે, જે સર્વે દરમિયાન બહાર આવ્યું છે.

ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં કિશોર છોકરીઓ માટે માસિક ધર્મ કે ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતાની જાળવણી એક સમસ્યા છે, ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ માટે. શાળાઓમાં ગંદુ પાણી, નબળી સ્વચ્છતા અને સાફસફાઈ (WASH)ની સુવિધાઓ, તરુણાવસ્થામાં પ્રવેશ કરવા સાથે સંબંધિત અપર્યાપ્ત શિક્ષણ અને સ્વચ્છતા જાળવવા માટે ચીજવસ્તુઓનાં અભાવને કારણે છોકરીઓ માસિક ધર્મ દરમિયાન પ્રતિકૂળતા અનુભવે છે. વળી સાંસ્કૃતિક પ્રતિબંધો છોકરીઓની મુશ્કેલીઓમાં વધારો કરે છે, જે તેમને માસિક ધર્મ દરમિયાન મદદ મેળવતાં અટકાવે છે તથા તેમનાં આહાર અને પ્રવૃત્તિઓ પર મર્યાદાઓ લાદે છે. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા સાથે જાણકારી પર્યાપ્ત નથી અને એનાં પર ઉચિત ધ્યાન પણ આપવામાં આવતું નથી. માસિક ધર્મમાં સ્વચ્છતા ન જાળવવાથી છોકરીઓનાં સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અને પ્રજનનમાર્ગમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં એક અભ્યાસમાં 46.9 ટકા અને 48.1 ટકા છોકરીઓ અનુક્રમે માસિક ધર્મ સાથે સંબંધિત સ્વચ્છતા વિશે સારી જાણકારી અને પ્રેક્ટિસ ધરાવે છે. 54.8 ટકા છોકરીઓ માટે માસિક ધર્મ સાથે સંબંધિત સ્વચ્છતાને લઈને જાણકારીનો સ્ત્રોત એમની માતા હતી. ફક્ત 8.1 ટકા છોકરીઓ માસિક ધર્મ દરમિયાન રક્તસ્ત્રાવ વિશેની જાણકારી ધરાવતી હતી. 56.2 ટકા છોકરીઓ સેનિટરી પેડનો ઉપયોગ કરતી હતી. ફક્ત 7.0 ટકા દિવસમાં ત્રણથી વધારે વાર પેડ કે વસ્ત્રો બદલતી હતી.

હું પોતે વિજ્ઞાન શિક્ષક તરીકે વર્ગ ખંડમા ધોરણ 10નું વિજ્ઞાન પાઠ્યપુસ્તકમા પ્રજનન નો મુદ્દો શીખવતી વખતે માસિક ઋતુસ્ત્રાવનું વૈજ્ઞાનિક શિક્ષણ આપતો.આજે પણ ઘણા વિજ્ઞાન શિક્ષકો સુગ અનુભવે છે. પણ હું મારી સ્કૂલમાં અને તે પણ કન્યાઓની સ્કુલમા આ મુદ્દો 36વર્ષ સુધી ખૂબ રસ પૂર્વક શીખવ્યો. એનો મને આનંદ છે. જેને કારણે એમને સાચું જ્ઞાન મળી શકેલું. આજે માતા પછી બીજા ક્રમે આવતા વિજ્ઞાન શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતી છોકરીઓને શરમસંકોચ વિના માસિક ધર્મમાં સ્વચ્છતા જાળવવા વિશે અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓ જાળવવા માટે થોડું શિક્ષણ આપવાની જરૂર છે. સૌપ્રથમ તેમને તેમનાં માટે, તેમનાં વર્ગમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીઓની માટે અને તેમનાં સમુદાય માટે માસિક ધર્મ શું છે અને ક્યારેક આ પ્રક્રિયા સાથે કઈ બાબતો સંકળાયેલી નથી એ અંગે માહિતી આપવાની જરૂર છે. તેમને સ્વચ્છ પુરવઠા, અંગતતા, ડિસ્પોઝલ સુવિધાઓ, સાબુ અને સ્વચ્છ પાણીની પણ જરૂર છે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળની સુવિધાથી છોકરીઓને મોટો ફરક પડી શકે છે. અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે, પ્રજનનમાર્ગમાં ઇન્ફેક્શનની વધારે સમસ્યા માટે નબળી સ્વચ્છતા અને ઓછી સમસ્યા માટે સારી સ્વચ્છતા જવાબદાર હતી. અસ્વચ્છ નેપ્કિનનો પુનઃ ઉપયોગ કે કપડાનાં નેપ્કિનને અનુચિત રીતે સૂકવવાથી યોનિમાર્ગમાં ઇન્ફેક્શન થઈ શકે છે. માસિક ધર્મ દરમિયાન અસ્વચ્છતા મહિલાઓનાં પ્રજનન માર્ગમાં ઇન્ફેક્શનનું જોખમ વધારે છે. તથા ગર્ભવતી માતામાંથી એનો ચેપ એનાં બાળકને લાગી શકે છે. બાળપણથી માસિક ધર્મ વિશે જાણકારી વધારવાથી સ્વચ્છતા સાથે સંબંધિત પ્રેક્ટિસમાં વધારો થઈ શકે છે અને લાખો મહિલાઓની પીડા દૂર થવામાં મદદ મળી શકે છે.

માસિક ધર્મ સાથે સંબંધિત સમસ્યાઓ:-

ડિસમેનેરિયા.:-

માસિક ધર્મ દરમિયાન સ્નાયુસંકોચન, પેટનો નીચેનો ભાગ સંવેદનશૂન્ય થઈ જવો કે અત્યંત દુઃખાવો થવા માટે ડિસેમેનેરિયા મેડિકલ શબ્દ છે. આ પ્રકારની પીડા ઘણી મહિલાઓ માસિક ધર્મનાં ગાળા અગાઉ અને દરમિયાન અનુભવતી હોય છે. આ દુઃખાવો પ્રાઇમરી કે સેકન્ડરી હોઈ શકે છે. પ્રાઇમરી ડિસમેનેરિયામાં કોઈ અસાધારણતા સંકળાયેલી હોતી નથી. સેકન્ડરી ડિસમેનેરિયામાં ગર્ભાશયમાં ગૂમડું કે ગાંઠ, પેડુમાં સોજાનો રોગ, કે એન્ડોમેટ્રિઓસિસ જેવા શારીરિક કારણો સંકળાયેલા હોય છે. ડિસમેનેરિયાનાં ચિહ્નો અને લક્ષણો છેઃ પેટનાં નીચેનો ભાગ સંવેદનશૂન્ય થઈ જવો, સોજો ચઢવો, પીઠ અને જાંધમાં અસહનીય દુઃખાવો થવો, ઊબકા આવવા, મળ પાતળો પડવો, પરસેવો વળવો અને ચક્કર આવવા (છતાં આ બહુ સામાન્ય નથી).

જો માસિક ધર્મ દરમિયાન સ્નાયુસંકોચન એટલું તીવ્ર બની જાય કે છોકરી નિયમિત કામગીરી ન કરી શકે, તો એને ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ. ડૉક્ટર મેડિકલ હિસ્ટ્રી ચકાસશે અને શારીરિક પરીક્ષણ કરશે, જેમાં પેટની તપાસ સામેલ છે, જ્યાં ડૉક્ટર કોઈ પણ પ્રકારની અસાધારણતા, ઇન્ફેક્શનનાં ચિહ્નો તથા સેકન્ડરી ડિસમેનેરિયાનાં સંભવિત કારણોની ચકાસણી કરશે.

મોટી સંખ્યામાં મહિલાઓને નાણાકીય સ્થિતિસંજોગોને કારણે અથવા મહિલાઓની સ્વચ્છતા સાથે સંબંધિત ઉત્પાદનોની સુલભતા ન હોવાથી માસિક ધર્મ દરમિયાન અસ્વચ્છ ઉત્પાદનોનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા સારી રીતે ન જળવાય એ માટે અનેક કારણો જવાબદાર છે, જેને ધ્યાનમાં રાખવા જોઈએ અને દૂર કરવા જોઈએ.

યુરોજેનિટલ ઇન્ફેક્શન:-

(જનનાંગ સાથે સંબંધિત ઇન્ફેક્શન). માસિક ધર્મ દરમિયાન પર્યાપ્ત સ્વચ્છતા ન જાળવવા સાથે ઇન્ફેક્શનનાં કેટલાંક જોખમો જોડાયેલા છે. ડિસ્પોઝેબલ પેડ સિવાય અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરતી મહિલાઓને યુરોજેનિટલ ઇન્ફેક્શન કે જાતિય સંબંધો વિના ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

યીસ્ટ ઇન્ફેક્શન:-

સેનિટરી નેપ્કિન બદલ્યાં પછી હાથ ધોવા હંમેશા હિતાવહ છે અને સ્વસ્થ આદત છે. જોકે જે મહિલાઓ આવું કરતી નથી તેમને યીસ્ટ ઇન્ફેક્શન કે હેપિટાઇટિસ બીનું જોખમ રહે છે.

ફુગનું ઇન્ફેક્શન:-

અસ્વચ્છ સેનિટરી નેપ્કિનનો ઉપયોગ સ્વાસ્થ્ય સાથે સંબંધિત કેટલાંક જોખમો તરફ દોરી શકે છે, જેમાંથી એક જોખમ ફુગનું ઇન્ફેક્શન છે.

પેશાબનાં માર્ગમાં ઇન્ફેક્શન:-

આ ઇન્ફેક્શન માસિક ધર્મમાંથી પસાર થતી છોકરીઓ અને મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય એવું ઇન્ફેક્શન છે, જે માટે મુખ્યત્વે માસિક ધર્મ દરમિયાન અસ્વચ્છ પ્રેક્ટિસ જવાબદાર છે. સામાન્ય રીતે જ્યારે પેશાબનાં માર્ગ દ્વારા બેક્ટેરિયા પ્રવેશ કરે છે અને મૂત્રાશયમાં તેમની સંખ્યામાં વધારો થવાની શરૂઆત થાય છે, ત્યારે પેશાબનાં માર્ગમાં ઇન્ફેક્શન થાય છે. પેશાબનાં માર્ગની વ્યવસ્થા સૂક્ષ્મ જીવોને દૂર રાખવા માટે બનેલી હોવા છતાં આ વ્યવસ્થા કેટલીક વાર નિષ્ફળ નિવડે છે. જ્યારે આવું બને છે, ત્યારે બેક્ટેરિયા એમાં જળવાઈ રહે છે અને પેશાબનાં માર્ગમાં વધીને ઇન્ફેક્શન કરે છે.

માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:-

દર 4થી 6 કલાકે તમારાં સેનિટરી નેપ્કિનને બદલો. યોનિમાર્ગની સ્વચ્છતા જાળવવા માટે સેનિટરી નેપ્કિન કે ટેમ્પોનને દર 4થી 6 કલાકે બદલવો મૂળભૂત નિયમ છે. જ્યારે માસિક ધર્મ દરમિયાન આપણાં શરીરમાંથી રક્તસ્ત્રાવ થાય છે, ત્યારે આપણાં શરીરમાંથી વિવિધ જીવોને આકર્ષે છે, જે લોહીની ઉષ્માને કારણે અનેકગણા થાય છે, જેનાં પરિણામે બળતરાં થાય છે, ફોલ્લીઓ થાય છે કે પેશાબનાં માર્ગમાં ઇન્ફેક્શન થાય છે. નિયમિતપણે તમારાં સેનિટરી નેપ્કિન કે ટેમ્પોનને બદલવાથઈ આ જીવોની વૃદ્ધિ નિયંત્રિત થાય છે અને ઇન્ફેક્શન અટકે છે.

તમારાં શરીરનાં અંગોને ઉચિત રીતે ધુવો. દરરોજ તમારાં યોનિમાર્ગની સફાઈ કરવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તમારાં સેનિટરી નેપ્કિન દૂર કર્યા પછી તમારાં શરીરનાં અંગો પર વિવિધ જીવો ચીપકી રહે છે. મોટાં ભાગનાં લોકો દરરોજ શરીરનાં અંગો ધોવે છે, પણ ઉચિત રીતે નહીં.
સાબુઓ કે વેજિના હાઇજીન ઉત્પાદનોનો ઉપયોગ ન કરો. જ્યારે માસિક ધર્મ દરમિયાન યોનિમાર્ગને સ્વચ્છ રાખવાનાં ઉત્પાદનોનો ઉપયોગ દરરોજ કરવો સારો વિચાર છે, ત્યારે માસિક ધર્મ દરમિયાન આ ઉત્પાદનો આસપાસની સ્થિતિને બદલી શકે છે. યોનિમાર્ગને સ્વચ્છ જાળવવાની આગવી વ્યવસ્થા છે, જે માસિક ચક્ર દરમિયાન ભૂમિકા ભજવે છે અને સ્વચ્છતા જાળવવા માટેનાં આ કૃત્રિમ ઉત્પાદનો કુદરતી પ્રક્રિયાને અટકાવી શકે છે, જેથી ઇન્ફેક્શન થઈ શકે છે અને બેક્ટેરિયામાં વધારો કરી શકે છે.

સેનિટરી નેપ્કિનનો ઉચિત નિકાલ:-

તમારાં ટેમ્પોન અને સેનિટરી નેપ્કિનનો ઉચિત નિકાલ કરવો એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તમે તેમને ફેંકો એ અગાઉ એને બરોબર લપેટો, જેથી બેક્ટેરિયા અને ઇન્ફેક્શ ફેલાય નહીં. તમે આ નેપ્કિનને ફ્લશ ન કરો, કારણ કે એનાથી ટૉઇલેટ બ્લોક થઈ જશે અને પાણી પાછું પડશે, જેનાં પરિણામે બેક્ટેરિયા બધે ફેલાશે. તમે ઉપયોગ કરેલા ટેમ્પોન અને સેનિટરી નેપ્કિનને વીંટાળીને એનો નિકાલ કર્યા પછી તમારાં હાથ બરોબર ધોવા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે એને વીંટાળતા તમારાં હાથ ડાઘ ધરાવતાં ભાગને સ્પર્શ કરે એવી શક્યતા છે.
સ્વચ્છતાની એક પદ્ધતિને વળગી રહો. મહિલાઓ ટેમ્પોન અને સેનિટરી નેપ્કિન, અથવા ભારે રક્તપ્રવાહ દરમિયાન એકસાથે બે સેનિટરી નેપ્કિનનો ઉપયોગ કરે છે, જે અસરકારક ટેકનિક નથી. જ્યારે એનાથી શુષ્કતા જળવાઈ રહી શકે છે અને વસ્ત્રો પર ડાઘ અટકાવી શકે છે, ત્યારે એનાથી ઇન્ફેક્શન લાગી શકે છે. બે ટેકનિકનો સમન્વય લોહીને શોષી લે છે, ત્યારે તમને તમારાં ટેમ્પોન અને સેનિટરી નેપ્કિન બદલવાની જરૂરિયાત ન સમજાય એવું બની શકે છે. અવારનવાર ન બદલવાથી સંચિત રક્તથી બેક્ટેરિયા જમા થઈ શકે છે અને ઇન્ફેક્શન લાગી શકે છે. એટલે એક સેનિટરી નેપ્કિનનો ઉપયોગ કરવો હિતાવહ છે અને અવારનવાર બદલવા ઉચિત છે, કારણ કે તમને ભારે રક્તપ્રવાહ થઈ શકે છે. આ મૂળભૂત નિયમો તમને સ્વસ્થ રહેવા અને તમારાં માસિક ધર્મનાં ગાળાનું વધારે સારી રીતે વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થશે

મોટાં ભાગની છોકરીઓ રજોદર્શન પછી માસિકસ્ત્રાવ વિશે જાણકારી મેળવતી હોય છે. હકીકતમાં આ જાણકારી સ્વાસ્થ્યની જાણકારી પ્રદાન કરીને રજોદર્શન અગાઉ આપવી જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને માસિકસ્ત્રાવ સાથે સંબંધિત વૈજ્ઞાનિક અને સચોટ જાણકારી આપીને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. શાળામાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા પર શૈક્ષણિક સત્રોનું આયોજન કરવાથી સ્વચ્છ માસિક ધર્મની પ્રેક્ટિસની જાણકારી વધી શકે છે અને એને પ્રોત્સાહન મળી શકે છે. માતાપિતાઓને તેમનાં બાળકોને શાળા અને જાહેર સ્થળોમાં જરૂરી સાથસહકાર આપવા વિશે જાગૃતિ વધારવા પગલાં લેવા જોઈએ..

………………………………….
સરનામું :દીપક જગતાપ
નિવાસ : ‘ ‘ ઋષાર્થ ‘ ‘ , મહેતા કોમ્પલેક્ષ પાસે , સંતોષ ચાર રસ્તા,રાજપીપલા -393145
(જિ.નર્મદા )

(મો.9988796527)

(Email :
deepakjagtap3@gmail
.com )

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here