Wednesday, August 5, 2026
HomeGujaratVadodaraબિલ્લાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરાનું ICSE અને ISCનું 100% પરિણામ; વિદ્યાર્થીઓ ICSE...

બિલ્લાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરાનું ICSE અને ISCનું 100% પરિણામ; વિદ્યાર્થીઓ ICSE અને ISC હ્યુમેનિટીઝમાં શહેરના ટોપર તરીકે ઝળક્યાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વિષય પરનું પ્રભુત્વ દાખવ્યું

ભારતના સૌથી પ્રગતિશીલ K–12 સ્કૂલ નેટવર્ક્સ પૈકીના એક તથા લાઈટહાઉસ લર્નિંગ ગ્રૂપ દ્વારા સંચાલિત બિલ્લાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરાએ આજે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે તેના ICSE (ધોરણ 10) અને ISC (ધોરણ 12)ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ મજબૂત શૈક્ષણિક દેખાવ કર્યો છે.
ICSE (ધોરણ 10) ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ દેખાવ કર્યો છે. અર્શનીત કૌર ઈન્દરપાલસિંહ આનંદે 98.4%ના પ્રશંસનીય માર્કસ સાથે શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સાથે સાથે જ વડોદરા શહેરની પણ ટોપર બની છે. જ્યારે, 97.6% સાથે કામીઆ જોહરીએ બીજો અને 97.4% સાથે વીર દિશાંતકુમાર સંઘવીએ ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.
ICS (ધોરણ 12)ના જૂથે તમામ પ્રવાહોમાં મજબૂત શૈક્ષણિક પ્રદર્શન નોંધાવ્યું હતું. 97.5% સાથે આશી પુરોહિત હ્યુમેનિટીઝમાં શાળામાં પ્રથમ નંબરે રહી છે, જ્યારે દિવ્યા આર. દોશીએ 94.5% સાથે બીજો નંબર મેળવ્યો છે. આ ઉપરાંત, આફરીન સાકિબ અમીરી અને સ્વયં ભરતભાઈ લિમ્બાણી બંનેએ 94.25% મેળવીને સંયુક્ત રીતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ICSE (ધોરણ 10) ના લગભગ 47% વિદ્યાર્થીઓએ 90%થી વધુ માર્કસ મેળવ્યા છે, અને 15 વિદ્યાર્થીઓ એવા છે જેમણે અલગ-અલગ વિષયોમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. ધોરણ 10માં શાળાનું સરેરાશ પરિણામ 89.19% આવ્યું છે.
આ સાથે જ, ધોરણ 12 ISCમાં 26% વિદ્યાર્થીઓએ 91% કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. આ પરિણામો દર્શાવે છે કે શાળા દરેક વિદ્યાર્થીની પ્રગતિ પર વ્યક્તિગત ધ્યાન આપીને, નિયમિત પરીક્ષાઓ લઈને અને પ્રશ્નો પૂછીને શીખવાની પદ્ધતિ દ્વારા તેમનો પાયો મજબૂત કરવા પર ભાર મૂકે છે.
આ નોંધપાત્ર સિદ્ધિ વિશે બોલતાં બિલ્લાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરાના પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિ શ્રીમાલે જણાવ્યું હતું કે, “આ વર્ષે અમારા ધોરણ 10 અને 12ના બોર્ડના શાનદાર પરિણામો જાહેર કરતા મને ખૂબ જ આનંદ થાય છે. આ સફળતા અમારા બિલ્લાબોંગ પરિવારની મહેનત અને ઉત્કૃષ્ટતાનું પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ અપેક્ષાઓ પૂરી કરવાથી પણ વિશેષ, તમામ વિષયોમાં ટોચના ક્રમ અને પૂરેપૂરા માર્કસ મેળવ્યા છે. આ સફળતા એ સૌની સામૂહિક જીત છે, જે અમારા શિક્ષકોની ભણાવવાની નવતર પદ્ધતિ, વિદ્યાર્થીઓની દિવસ-રાતની તૈયારી અને વાલીઓના સતત પ્રોત્સાહનથી હાંસલ થઈ છે. આ ક્ષણ આપણને હજુ વધુ ઊંચા લક્ષ્યો મેળવવા માટે પ્રેરણા આપે. આપણે સૌ સાથે મળીને શ્રેષ્ઠતાની આ પરંપરાને આગળ વધારીશું.”
ISC (હ્યુમેનિટીઝ)માં સાયકોલોજી વિષયમાં સમગ્ર દેશમાં ટોપર બનનાર આશી પુરોહિતે જણાવ્યું હતું કે, “સાયકોલોજીમાં 100માંથી 100 માર્કસ મેળવવા એ મારા માટે ગર્વની ક્ષણ છે. મારા શિક્ષકોના સાથ અને માર્ગદર્શને મને એકાગ્રતા જાળવી રાખવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ જ મદદ કરી છે. આ સફળતા મને જીવનમાં હજુ વધુ ઉત્કૃષ્ટ કામ કરવાની પ્રેરણા આપે છે.”
શાળા આ નોંધપાત્ર સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સંયુક્ત પ્રયત્નોને આપે છે. આ ઉપરાંત, શાળામાં માત્ર ભણતર જ નહીં, પણ જીવન જીવવાની રીત, તાર્કિક સમજણશક્તિ અને સર્જનાત્મકતાથી વિચારવાની કળા શીખવવામાં આવે છે, જે આ પરિણામ મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે.
વિદ્યાર્થીઓ હવે જ્યારે તેમની શૈક્ષણિક યાત્રાના આગામી તબક્કમાં આગળ વધી રહ્યાં છે ત્યારે, બિલ્લાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા તેમને આત્મવિશ્વાસુ,જાગૃત અને કુશળ બનાવવાનું પોતાનું કામ ચાલુ રાખશે. શાળાનો ધ્યેય એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે જે ભવિષ્યના પડકારો સમજી શકે અને બદલાતી દુનિયામાં સફળતાપૂર્વક આગળ વધી શકે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here