
નવી દિલ્હી, 19 મે, 2026: ભારતી એરટેલે આજે પ્રાયોરિટી પોસ્ટપેઈડ સેવાની જાહેરાત કરી છે, જે 5જી સ્લાઈસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોસ્ટપેડ ગ્રાહકોને વધુ ઉત્તમ અને સતત નેટવર્ક અનુભવ પ્રદાન કરશે. આ સેવા ખાસ કરીને એવા વ્યસ્ત ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ કામકાજ, મનોરંજન અથવા ઓનલાઈન સહકાર માટે સતત અને અવરોધરહિત કનેક્ટિવિટી પર આધાર રાખે છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં એરટેલ ઇન્ડિયા ના એમડી અને સીઈઓ શ્રી શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે,“એરટેલમાં અમારું ધ્યાન હંમેશા એવી અર્થપૂર્ણ નવીનતાઓ પર કેન્દ્રિત રહ્યું છે, જે અમારા ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવે. પ્રાયોરિટી પોસ્ટપેઈડ અમારી 5જી સ્લાઈસિંગ ટેક્નોલોજીથી સંચાલિત નવીન સેવા છે. તે ગ્રાહકોને વધુ ઉત્તમ, વિશ્વસનીય અને સ્થિર અનુભવ આપે છે, ભલે તેઓ ટ્રાફિકમાં ક્લાયન્ટ કોલ માં જોડાયેલા હોય, ભીડ ભરેલા કોન્સર્ટમાં સ્ટ્રીમિંગ કરતા હોય કે વ્યસ્ત બજારમાં કેબ બુક કરતા હોય.”
આ સેવા માટે એરટેલે પોતાની 5જી નેટવર્ક ક્ષમતાઓને અદ્યતન સ્લાઈસિંગ ટેક્નોલોજીથી અપગ્રેડ કરી છે. આ ટેક્નોલોજી નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવે છે, વધુ ક્ષમતા ઊભી કરે છે અને પ્રાયોરિટી ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે આ ક્ષમતાનો ટાર્ગેટેડ ઉપયોગ કરવાની સુવિધા આપે છે. નેટવર્ક ક્ષમતાને બુદ્ધિશાળી અને ડાયનેમિક રીતે વિભાજિત કરીને એરટેલ હવે ભારે ટ્રાફિક દરમિયાન પણ પોસ્ટપેડ ગ્રાહકોને સ્થિર અને વિશ્વસનીય અનુભવ પ્રદાન કરશે.
ગયા એક વર્ષ દરમિયાન અમેરિકા, સિંગાપુર, યુનાઇટેડ કિંગડમ અને મલેશિયા જેવા અનેક દેશોમાં 5જી સ્લાઈસિંગ આધારિત સેવાઓ શરૂ કરવામાં આવી છે. ભારતમાં આ પ્રકારની સેવા શરૂ કરનાર એરટેલ પ્રથમ કંપની બની છે. આ લોન્ચ એરટેલના વધુ સ્માર્ટ, મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ નેટવર્ક નિર્માણ માટેના સતત રોકાણ અને ગ્રાહકકેન્દ્રિત નવીનતાપ્રતિની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
એરટેલ પ્રાયોરિટી સેવા કંપનીના તમામ પોસ્ટપેડ પ્લાન્સ પર ઉપલબ્ધ રહેશે. હાલના પોસ્ટપેડ ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપમેળે મળવા લાગશે. જ્યારે પ્રીપેડ ગ્રાહકો અથવા એરટેલ પ્રાયોરિટી પોસ્ટપેઈડ માં સ્વિચ કરવા ઇચ્છતા ગ્રાહકો એરટેલ એપ અથવા નજીકના એરટેલ સ્ટોર ની મુલાકાત લઈને સરળતાથી આ સેવા મેળવી શકશે.
