Thursday, June 25, 2026
HomeTechnologyવનપ્લસ દ્વારા લોન્ચ કરાયા વનપ્લસ નોર્ડ બડ્સ 4, જે આપે છે પાવરફુલ...

વનપ્લસ દ્વારા લોન્ચ કરાયા વનપ્લસ નોર્ડ બડ્સ 4, જે આપે છે પાવરફુલ એએનસી, ઇમર્સિવ સાઉન્ડ અને લાંબો સમય ચાલતી ડ્યુરેબિલીટીપાવરફુલ રીઅલ-ટાઇમ ANC. લાંબો સમય ચાલતી ટકાઉક્ષમતા. આક્રમક કિંમતે ઇમર્સિવ સાઉન્ડ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ, OnePlus એ આજે તેના નોર્ડ (Nord) ઓડિયો પોર્ટફોલિયોમાં નવું નજરાણું ઉમેરતા, ઓલ-ન્યૂ OnePlus Nord Buds 4 પરથી પડદો હટાવ્યો છે. વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે ખાસ ડિઝાઇન કરાયેલા, વનપ્લસ નોર્ડ બડ્સ 4માં પાવરફુલ રીઅલ-ટાઇમ એક્ટિવ નોઇઝ કેન્સલેશન, ઇમર્સિવ સાઉન્ડ અને લાંબી બેટરી લાઇફનો સમન્વય જોવા મળે છે. અલ્ટ્રા-લાઇટવેઇટ ડિઝાઇન ધરાવતા આ બડ્સ વ્યસ્ત મુસાફરી, લાંબા અભ્યાસના કલાકોથી લઈને ગેમિંગ સેશન્સ અને વીકેન્ડ એડવેન્ચર્સ જેવા રોજિંદા જીવનના દરેક પળને વધુ બહેતર બનાવવા માટે બનાવવામાં આવ્યા છે.
સ્ટાઇલર બ્લેક (Stellar Black) અને એસ્ટ્રલ ટીલ (Astral Teal) કલરમાં ઉપલબ્ધ, વનપ્લસ નોર્ડ બડ્સ 4 ની કિંમત રૂ. ૩,૨૯૯ રાખવામાં આવી છે. જોકે, એક મર્યાદિત સમયની ઓફર હેઠળ તે રૂ. ૩,૦૯૯ ની વિશેષ લોન્ચ કિંમતે મળશે, અને તેનું વેચાણ ૨૯ જૂન થી શરૂ થશે.
તમારી પોતાની શાંત જગ્યા બનાવો – વનપ્લસ નોર્ડ બડ્સ 4 એડવાન્સ નોઇઝ કેન્સલેશન સિસ્ટમથી સજ્જ છે, જે 52 dB સુધીનું રીઅલ-ટાઇમ એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC) પ્રદાન કરે છે. આ ફીચર યુઝર્સને તેઓ ગમે ત્યાં હોય, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સંગીતમાં ડૂબી જવામાં મદદ કરે છે. આ એરબડ્સ બદલાતા વાતાવરણ સાથે રીઅલ-ટાઇમમાં સતત અનુકૂલન સાધે છે, જ્યારે તેના મલ્ટિપલ લિસનિંગ મોડ્સ યુઝર્સને વધુ નોઇઝ આઇસોલેશન અથવા આસપાસના વાતાવરણ પ્રત્યે જાગરૂકતા (awareness) વચ્ચે પસંદગી કરવાની સુવિધા આપે છે.
આ એરબડ્સમાં છ માઇક્રોફોન (દરેક બડમાં ત્રણ) આપવામાં આવ્યા છે, જે એડવાન્સ AI અલ્ગોરિધમ્સ સાથે મળીને કામ કરે છે જેથી કલાકના ૨૫ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનમાં પણ ક્રિસ્ટલ-ક્લિયર કોલિંગનો અનુભવ મળી શકે.
દરેક પળ માટે પાવરફુલ સાઉન્ડ – દરેક એરબડમાં 12 mm ટાઇટેનિયમ-કોટેડ ડાયનેમિક ડ્રાઇવર છે, જે પાવરફુલ બેઝ (bass) અને ઇમર્સિવ સાઉન્ડ આપવા માટે એન્જિનિયર કરવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમય સુધી આરામદાયક ફિટિંગ માટે તેનું વજન માત્ર ૪.૩ ગ્રામ રાખીને અર્ગોનોમિક અલ્ટ્રા-લાઇટ ડિઝાઇન આપવામાં આવી છે.
OnePlus Nord Buds 4 Pro ના લોકપ્રિય ફીચર્સને વધુ યુઝર્સ સુધી પહોંચાડતા, વનપ્લસ નોર્ડ બડ્સ 4 માં 3D સ્પેશિયલ ઓડિયો (Spatial Audio) અને ગેમ સાઉન્ડ સ્પેશિયલ ઓડિયો નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી મનોરંજનના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે અને FPS ગેમર્સને પગલાંના અવાજ (footsteps) અને બંદૂકની ગોળીઓ (gunshots) જેવા મહત્વપૂર્ણ ઓડિયો સંકેતોને વધુ સચોટતાથી ઓળખવામાં મદદ કરે છે. યુઝર્સ માસ્ટર ટ્યુનિંગ મોડ્સ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા EQ સેટિંગ્સ દ્વારા પોતાના લિસનિંગ અનુભવને વધુ વ્યક્તિગત (tailor) બનાવી શકે છે.
સ્માર્ટ ટેક્નોલોજી જે તમારી સાથે કદમ મિલાવે – વનપ્લસ નોર્ડ બડ્સ 4 નવીનતમ કનેક્ટિવિટી ટેક્નોલોજીને સપોર્ટ કરે છે, જેમાં બ્લૂટૂથ ૬.૧, ડ્યુઅલ ડિવાઇસ કનેક્શન, ગૂગલ ફાસ્ટ પેર, માઇક્રોસોફ્ટ સ્વિફ્ટ પેર અને સ્માર્ટ બ્લૂટૂથ ટેક્નોલોજી સામેલ છે. આ ટેક્નોલોજી વિવિધ ડિવાઇસીસ પર સીમલેસ અનુભવ માટે ૨૫૦ મીટર સુધીની કનેક્ટિવિટી રેન્જ આપે છે.
ગેમર્સ માટે, આ એરબડ્સ ગેમિંગ મોડમાં માત્ર 47ms ની અલ્ટ્રા-લો લેટન્સી ને સપોર્ટ કરે છે, જે અગાઉની પેઢીની સરખામણીમાં ઓડિયો ડિલે (વિલંબ) ને ૫૦% સુધી ઘટાડે છે અને વધુ રિસ્પોન્સિવ ગેમપ્લે પ્રદાન કરે છે.
આ ઉપરાંત, આ એરબડ્સ સપોર્ટેડ ડિવાઇસીસ પર AI ટ્રાન્સલેટ અને AI આસિસ્ટન્ટ જેવી અનુકૂળ સ્માર્ટ સુવિધાઓને પણ સપોર્ટ કરે છે, જેનાથી રોજિંદા વ્યવહારો વધુ સરળ બને છે.
ચાર્જ પછી ચાર્જ, લાંબો સમય ચાલવા માટે નિર્મિત
આખો દિવસ યુઝર્સની સાથે કદમ મિલાવવા માટે, OnePlus Nord Buds 4 કુલ ૫૪ કલાક સુધીનો પ્લેબેક ટાઇમ આપે છે, જે સિંગલ ચાર્જ પર મ્યુઝિક, મૂવીઝ, કોલ્સ અને લાંબા ગેમિંગ સેશન્સ બધું જ હેન્ડલ કરી શકે છે. જ્યારે જરૂર હોય ત્યારે, માત્ર ૧૦ મિનિટનું ક્વિક ચાર્જિંગ ૧૧ કલાક સુધીનો પ્લેબેક ટાઇમ આપે છે, જેથી ડાઉનટાઇમ ઓછો થાય છે અને યુઝર્સ લાંબો સમય કનેક્ટેડ રહી શકે છે.
OnePlus Nord Buds 4 ની બેટરીને TÜV Rheinland બેટરી હેલ્થ સર્ટિફિકેશન મળેલું છે, જે તેની લાંબા ગાળાની વિશ્વસનીયતા પર વધારાનો ભરોસો આપે છે. આ એરબડ્સ રોજિંદી ટકાઉક્ષમતા માટે IP55 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.
OnePlus Nord Buds 4 ની કિંમત અને ઉપલબ્ધતા
OnePlus Nord Buds 4 આગામી ૨૯ જૂનથીરૂ.૩,૨૯૯ ની કિંમતે ઉપલબ્ધ થશે અને મર્યાદિત સમયગાળા માટેરૂ.૩,૦૯૯ ની વિશેષ લોન્ચ કિંમતે ઓફર કરવામાં આવશે.આ એરબડ્સ oneplus.in, OnePlus Store App, OnePlus Experience Stores, Amazon.in, Flipkart, Blinkit, Myntra અને પસંદગીના પાર્ટનર સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. વધુ વિગતો માટે, OnePlus.in ની મુલાકાત લો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here