Wednesday, August 19, 2026
HomeTechnologyરોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

Date:

Related stories

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજવા અને અપનાવવામાં મદદ કરવાના હેતુથી, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, છ સ્કાયલાઇન રોટરી ક્લબ સાથે મળીને, શુક્રવાર, 10 જુલાઈના રોજ અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે સામાન્ય લોકો માટે લાઇવ, ઇન-પર્સન AI વર્કશોપનું આયોજન કરશે.

આ વર્કશોપનું સંચાલન be10xના કો-ફાઉન્ડર્સ આદિત્ય ગોએન્કા અને આદિત્ય કચવે કરશે, જેઓ વ્યવસાય અને દૈનિક જીવનમાં ઉપયોગી એવા પ્રાયોગિક AI સાધનો તથા તેમના ઉપયોગોનું પ્રદર્શન કરશે. બપોરે 2:00થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાનાર આ ચાર કલાકનો સેશન વ્યવસાયિક માલિકો, પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, મહિલા ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ તેમજ AI દ્વારા પોતાની ઉત્પાદકતા વધારવામાં રસ ધરાવતા દરેક માટે ખુલ્લો રહેશે.

આ કાર્યક્રમમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા AI ટૂલ્સ, વ્યવહારુ ઉપયોગના કિસ્સાઓ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રોનું લાઈવ પ્રદર્શન રજૂ કરવામાં આવશે જે સહભાગીઓને તેમના રોજિંદા કાર્યમાં AI નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે.

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇનના પ્રેસિડેન્ટપંકજ સાંગાનેરિયાએ જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઝડપથી વિવિધ વ્યવસાયોમાં આવશ્યક કૌશલ્ય બની રહી છે. આ વર્કશોપ દ્વારા અમે લોકોને તેમના વ્યવસાય કે ટેકનિકલ જ્ઞાનના સ્તરને ધ્યાનમાં લીધા વિના, તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવા વ્યવહારુ સાધનો વિશે સમજ આપી AI શિક્ષણને વ્યાપક સમુદાય સુધી સુલભ બનાવવા માંગીએ છીએ.”

આદિત્ય ગોએન્કા અને આદિત્ય કચવે, બંને આઈઆઈટી ખડગપુરના પૂર્વ વિદ્યાર્થીઓ છે તથા be10x નામના એડટેક પ્લેટફોર્મના કો-ફાઉન્ડર્સ છે, જે દેશભરમાં AI અને ઉત્પાદકતા વધારવા માટેના વર્કશોપનું આયોજન કરે છે.

આ વર્કશોપનું આયોજન રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન દ્વારા, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન પેટ્રોન, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન કેપિટલ્સ, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન પ્લેટિનમ, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન તેજસ્વિની, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન ટાઇટન્સ અને રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાઇલાઇન જ્યુપિટરનાં સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

વર્કશોપ માટેની ટિકિટોની કિંમત રૂ.499થી શરૂ થાય છે.

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here