Monday, September 14, 2026
HomeBusinessબજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની જાળ ઊભી કરવા...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની જાળ ઊભી કરવા સક્ષમ બનાવ્યા

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

પૂણે15 જુલાઈ2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે બજાજ લાઇફ ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર સાથે ગ્રાહક-કેન્દ્રીત વીમાસમાધાનોનો પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવાનું જાળવી રાખ્યું છે. આ નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યુઅલ, પ્યૉર રિસ્ક હેલ્થ રાઇડર છે. આ રાઇડરને ગ્રાહકોની મદદ કરવા બનાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના માતાપિતા માટે એક નાણાકીય સુરક્ષાકવચ ઊભું કરી શકે અને જીવનની અનિશ્ચિતતાઓના સમયે તેમની આર્થિક સુરક્ષામાં મદદ કરી શકે.

ભારતમાં માતાપિતા ઘણી વાર આર્થિક રીતે પોતાના બાળકો પર નિર્ભર રહે છે, ખાસ કરીને નિવૃત્તિના ગાળામાં. આ વાસ્તવિકતાને સમજીને બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર પ્રસ્તુત કરી છે, જે પોલિસીધારકના મૃત્યુ કે દુર્ઘટનાના કારણે સંપૂર્ણપણે, હંમેશા માટે વિકલાંગ થવાની સ્થિતિમાં માતાપિતાની આર્થિક મદદ કરે છે.

કેટલીક લાયક જીવન વીમાયોજનાઓ સાથે ઉપલબ્ધ આ રાઇડર તાત્કાલિક આર્થિક મદદ અને લાંબા સમય સુધી આવકનો ટેકો એમ બંને સુવિધા આપે છે. એનાથી માતાપિતાને સૌથી વધુ જરૂર હોય છે એ સમયે આર્થિક સ્થિરતા જાળવી રાખવામાં મદદ મળે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સના MD & CEO તરુણ ચુગે કહ્યું હતું, ભારતમાં પ્રોટેક્શન પ્લાનિંગ હવે જીવનસાથી અને બાળકોની સલામતી સુધી જ મર્યાદિત રહ્યું નથી. અનેક લોકો માટે પોતાના માતાપિતાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે. ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર અમારા પ્રોટેક્શન પોર્ટફોલિયોને મજબૂત કરે છે. આ ગ્રાહકોને કોઈ અનપેક્ષિત ઘટનાની સ્થિતિમાં તાત્કાલિક મદદ અને આજીવન આવકનો લાભ આપીને પોતાના માતાપિતા માટે ખાસ આર્થિક સુરક્ષાકવચ ઊભું કરવામાં મદદ કરે છે.

રાઇડર માતા કે પિતામાંથી કોઈ એક માટે કે બંને માટે પસંદ કરી શકાય છે. વીમાધારકની મૃત્યુ કે દુર્ઘટનાના કારણે સંપૂર્ણપણે અને હંમેશા માટે વિકલાંગતાની સ્થિતિમાં રાઇડર આ સુવિધાઓ આપે છે :

  • કુલ રાઇડર પ્રીમિયમની ચુકવણીના 105 ટકાને સમકક્ષ લમ્પ-સમ તાત્કાલિક ચુકવણી.
  • શરૂઆતમાં પસંદ કરેલ રાઇડર વીમાકૃત રકમના 0.1 ટકાથી 0.5 ટકા સુધી માસિક આવકનો લાભ, જે જીવિત માતાપિતાને આજીવન મળતો રહે છે

ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર લાંબા ગાળાના જીવન વીમાકવચમાં પૂરક છે, જે ગ્રાહકોને પોતાના માતાપિતાને આર્થિક સલામતી આપવા અને તેમની ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા સતત મદદ મળે એ સુનિશ્ચિત કરે છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here