Wednesday, October 7, 2026
HomeBusinessબજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની જાળ ઊભી કરવા...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની જાળ ઊભી કરવા સક્ષમ બનાવ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે બજાજ લાઇફ ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર સાથે ગ્રાહક-કેન્દ્રીત વીમાસમાધાનોનો પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવાનું જાળવી રાખ્યું છે. આ નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યુઅલ, પ્યૉર રિસ્ક હેલ્થ રાઇડર છે. આ રાઇડરને ગ્રાહકોની મદદ કરવા બનાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના માતાપિતા માટે એક નાણાકીય સુરક્ષાકવચ ઊભું કરી શકે અને જીવનની અનિશ્ચિતતાઓના સમયે તેમની આર્થિક સુરક્ષામાં મદદ કરી શકે.

ભારતમાં માતાપિતા ઘણી વાર આર્થિક રીતે પોતાના બાળકો પર નિર્ભર રહે છે, ખાસ કરીને નિવૃત્તિના ગાળામાં. આ વાસ્તવિકતાને સમજીને બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર પ્રસ્તુત કરી છે, જે પોલિસીધારકના મૃત્યુ કે દુર્ઘટનાના કારણે સંપૂર્ણપણે, હંમેશા માટે વિકલાંગ થવાની સ્થિતિમાં માતાપિતાની આર્થિક મદદ કરે છે.

કેટલીક લાયક જીવન વીમાયોજનાઓ સાથે ઉપલબ્ધ આ રાઇડર તાત્કાલિક આર્થિક મદદ અને લાંબા સમય સુધી આવકનો ટેકો એમ બંને સુવિધા આપે છે. એનાથી માતાપિતાને સૌથી વધુ જરૂર હોય છે એ સમયે આર્થિક સ્થિરતા જાળવી રાખવામાં મદદ મળે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સના MD & CEO તરુણ ચુગે કહ્યું હતું, “ભારતમાં પ્રોટેક્શન પ્લાનિંગ હવે જીવનસાથી અને બાળકોની સલામતી સુધી જ મર્યાદિત રહ્યું નથી. અનેક લોકો માટે પોતાના માતાપિતાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે. ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર અમારા પ્રોટેક્શન પોર્ટફોલિયોને મજબૂત કરે છે. આ ગ્રાહકોને કોઈ અનપેક્ષિત ઘટનાની સ્થિતિમાં તાત્કાલિક મદદ અને આજીવન આવકનો લાભ આપીને પોતાના માતાપિતા માટે ખાસ આર્થિક સુરક્ષાકવચ ઊભું કરવામાં મદદ કરે છે.”

રાઇડર માતા કે પિતામાંથી કોઈ એક માટે કે બંને માટે પસંદ કરી શકાય છે. વીમાધારકની મૃત્યુ કે દુર્ઘટનાના કારણે સંપૂર્ણપણે અને હંમેશા માટે વિકલાંગતાની સ્થિતિમાં રાઇડર આ સુવિધાઓ આપે છે :

  • કુલ રાઇડર પ્રીમિયમની ચુકવણીના 105 ટકાને સમકક્ષ લમ્પ-સમ તાત્કાલિક ચુકવણી.
  • શરૂઆતમાં પસંદ કરેલ રાઇડર વીમાકૃત રકમના 0.1 ટકાથી 0.5 ટકા સુધી માસિક આવકનો લાભ, જે જીવિત માતાપિતાને આજીવન મળતો રહે છે

ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર લાંબા ગાળાના જીવન વીમાકવચમાં પૂરક છે, જે ગ્રાહકોને પોતાના માતાપિતાને આર્થિક સલામતી આપવા અને તેમની ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા સતત મદદ મળે એ સુનિશ્ચિત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here