Thursday, August 6, 2026
HomeBusinessટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ વધારવા જોડાણ કર્યું

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ વધારવા જોડાણ કર્યું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કરવાની જાહેરાત આજે કરી હતી. આ જોડાણ અંતર્ગત બેંકના ગ્રાહકોને સંપૂર્ણ ભારતમાં અનેક પ્રકારના સાધારણ વીમા યોજનાઓ ઉપલબ્ધ થશે.

ટાટા AIGની વીમાયોજનાઓને બહોળો પોર્ટફોલિયો ઉજ્જીવ સ્મૉલ ફાઇનાન્સ બેંકના નેટવર્ક મારફતે ઉપલબ્ધ થશે. આ નેટવર્કમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 700થી વધારે શાખાઓ અને બેંકિંગ ટચપોઇન્ટ શામેલ છે, જે 300થી વધારે જિલ્લાઓમાં ફેલાયેલા છે અને દેશભરમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવાઓ આપે છે. આ જોડાણથી રિટેલ, MSMEs, વાહન માટે ધિરાણ અને હાઉસિંગ સેગમેન્ટના ગ્રાહકોને તેમની બદલાતી નાણાકીય અને વીમાની જરૂરિયાતોને હિસાબે તૈયાર કરેલી વીમાયોજનાઓ મળી શકશે.

ભારતનું વીમા ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્રાહકો હવે એવી વીમાયોજનાઓ ઇચ્છે છે, જે તેમના માટે પ્રસ્તુત હોવાની સાથે તેમની નાણાકીય સફરનો સ્વાભાવિક ભાગ બને. આ પરિવર્તન મહત્વપૂર્ણ વિતરણ ચેનલ તરીકે બેંકાશ્યોરન્સની ભૂમિકાને વધારે મજબૂત કરે છે. એનાથી વીમાકંપનીઓ અને બેંક એમ બંને વિવિધ વીમાયોજનાઓ આપે છે અને સાથે સાથે દેશભરમાં વીમાની પહોંચ પણ વધી રહી છે.

ટાટા AIGના બેંકાશ્યોરન્સના હેડ એઝિલરાસન રામાલિંગમે આ જોડાણ પર કહ્યું હતું :

ટાટા AIGમાં અમે ગ્રાહકોની રોજિંદી આર્થિક સફરના ભાગ તરીકે વીમાને સરળ અને વધારે સુલભ બનાવવા માટે કટિબદ્ધ છીએ. ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સાથે અમારું જોડાણ એ જ દિશામાં વધુ એક પગલું છે. ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકનું મજબૂત ગ્રાહક નેટવર્ક અને ટાટા AIGની વીમા સંબંધિત કુશળતાનો સમન્વય કરીને અમે નવી વીમાયોજનાઓ આપવાની સ્થિતિમાં છીએજે હેલ્થમોટરહાઉસિંગ અને MSME ક્ષેત્રમાં ગ્રાહકોની સલામતીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અમે સાથે મળીને બેંકના બહોળા વિતરણ નેટવર્ક અને પોતાની મજબૂત વીમાક્ષમતાઓનો ઉપયોગ કરીશુંજેથી વીમાને વધારે સુલભ બનાવી શકાય અને ભારતમાં વિવિધ પ્રકારના ગ્રાહકો વચ્ચે આર્થિક મજબૂતી વધારી શકાય.

ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકના રિટેલ લાયાબિલિટીઝ, TASC & TPPના હેડ હિતેન્દ્ર ઝાએ કહ્યું હતું :

અમારી ક્ષમતા એ ઊંડા ભરોસામાં છેજે અમે અમારા અલગ-અલગ પ્રકારના ગ્રાહકોમાં ઊભો  કર્યો છે. આ જોડાણ ઉજ્જીવનના ગ્રાહક સાથે મજબૂત સંબંધ અને બહોળા વિતરણ નેટવર્કને ટાટા AIGની વીમામાં કુશળતા સાથે જોડે છેજેથી અમે શ્રેષ્ઠ સુરક્ષાને વધારે સરળ અને સુવિધાજનક બનાવીએ છીએ. અમે સરળ અને ગ્રાહકલક્ષી સમાધાન આપવા કટિબદ્ધ છીએજે રોજિંદા બેંકિંગનો હિસ્સો હોય અને સાથે સાથે આગળ વધવા ઇચ્છતા સમુદાયો સુધી વીમાની પહોંચ વધારી શકે. અમે મળીને એક લાંબી અને સફળ ભાગીદારી ઊભી કરવાની આશા ધરાવીએ છીએજે અમારા ગ્રાહકો માટે લાંબા સમય સુધી મુલ્યનું સર્જન કરશે.

ટાટા AIG ગ્રાહકો સાથે જોડાવા, પૉલિસી સંબંધિત સેવાઓ આપવા અને સીધી મદદ કરવા મહત્વપૂર્ણ શાખાઓ પર ટીમોને ગોઠવશે. કંપની વિવિધ કસ્ટમર ટચપોઇન્ટ પર સરળ અને ડિજિટલ વીમા સમાધાન પણ રજૂ કરશે.

About Ujjivan Small Finance Bank

Ujjivan Small Finance Bank Limited is a Scheduled Commercial Bank serving ~1 Cr+ customers through 776 branches across 335 districts in 26 states and Union Territories, supported by robust digital channels. The Bank offers a diversified portfolio spanning across Affordable Housing, MSME, Agri, Vehicle, Gold, Micro-Mortgage, FIG, and Microfinance (group and individual) loans. As of March 31, 2026, Ujjivan’s gross loan book stood at ₹40,655 Cr, with deposits of ₹45,668 Cr and a Net worth of ₹6,816 Cr. The Bank is rated AA- (Stable) for long-term facilities and A1+ for short-term instruments by CARE Ratings and CRISIL, respectively, reflecting the sustained strength of the banks performance and balance sheet.

Web: www.ujjivansfb.bank.in

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here