Tuesday, August 11, 2026
Homewriter's thoughtડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની મમતાનું મૂલ્યાંકન કંઈ...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની મમતાનું મૂલ્યાંકન કંઈ રીતે કરવું ?

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- દેવકીની મમતા!

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની મમતાનું મૂલ્યાંકન કંઈ રીતે કરવું ?

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલીય મુશ્કેલી ઉભી થઇ! પરંતુ શહેરના લોકોને થોડો‌ સમય પાણી ભરાયાં કે વાહનો ડૂબી ગયાં, અને વધીને દૂધ શાકભાજીની તકલીફ પડી હશે! ઘરમાં પાણી પડયું હોય! પ્લેન કે ટ્રેન કેન્સલ કરવી પડી હોય! કોઈને મળવાનો પ્લાન કર્યો હોય, અને મળી શક્યાં ન્હોય, કે પછી વાયરલ બિમારીનો ભોગ બન્યા હોય! પણ ખરી મુશ્કેલી તો નીચાણવાળા વિસ્તારો વાળાને અને ખેડૂતોને પડી! હવામાન વિભાગ તરફથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાથી વિસ્તાર ખાલી કરાવે! કોઈ કોઈ વખત તો બધાં જીવ બચાવીને નીકળી જાય. સરકાર તથા એનજીઓ તરફથી ઘરવખરીથી માંડીને બધું જ સ્પોનસર થાય, પણ બધાને એ મળે છે કે નહીં! એ રામ જાણે! ભારતના આવાં કેટલાંય વિસ્તારો છે! જેમાં દર વખતની આ પરિસ્થિતિ છે. ઘર તરીકે ઝૂંપડું હોય તો પણ એને છોડવું અઘરું તો પડે જ! એવે સમયે કોઈને હાર્ટએટેક આવે! કોઈને લેબર પેઈન પણ શરૂ થાય ! તો કોઈને અન્ય મુશ્કેલી. આવું જ એક યુગલ નસીબવશ અહીંની ઓછાં ભાડાની વસ્તીમાં રહેતું હતું, જેને આજકાલમાં જ બાળક આવવાનું હતું! અને હવે શું થશે? નવજાત શિશુને ક્યાં રાખીશું? એ વિચાર એમને અકળાવતો હતો! ક્યારેક બહારનાં પૂર કરતાં અંદર જે પૂર આવે છે, એ વધુ ખતરનાક હોય છે! એવાં ભાવ વાળો એક કિસ્સો.

ખેવના અને ખુશાલ બંનેનાં પ્રેમ લગ્ન હતાં, અને આમ જુવો તો બધી જ રીતે સુખી હતાં! ખેવના સંસ્કારી અને સુશીલ હતી, અને બંને સાથે જ જોબ કરતાં હતાં! લગ્નનાં ત્રણ વર્ષ પછી ખુશાલનાં માતાપિતા હવે એમની સાથે રહેશે એવું નક્કી થયું, અને ખુશાલનાં કહેવાથી ખેવના એ જોબ પણ મુકી દેવાની તૈયારી બતાવી! પરંતુ એની ફ્રેન્ડ એ કહ્યું એટલી ઉતાવળની જરુર નથી! બેબી પ્લાન કરો ત્યારે જોબ મુકજે! ખુશાલનાં ફ્રેન્ડે પણ એ જ કહ્યું! કે મોંઘવારીમાં રુપિયા વગર બેબી પ્લાન કરવું એ મૂર્ખામી છે. ધીરેધીરે સમય વિત્યો અને એ દિવસ આવી પણ ગયો. એટલે કે લગ્નના પાંચ વર્ષ પછી ખેવનાએ સારાં દિવસની વધામણી આપી! ઘર આખું ખુશખુશાલ થઈ ગયું! પણ આ ખુશાલી લાંબુ ટકી નહીં, ખેવનાને મિસ કેરેજ થયું, આવું એકવાર નહીં ત્રણવાર થયું, અને હવે ડોક્ટરે ના પાડી દીધી, કે હવે માતાનો જીવ જોખમમાં મૂકાય. માતાપિતાની ખુશાલ પાસે વંશ માટેની માંગણી વારંવાર થવા લાગી, અને ખેવનાને ડિવોર્સ આપી બીજા લગ્ન કરી લે એવી વાતો પણ થવા લાગી! ખેવનાને પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાવાં લાગ્યું. યેનકેન પ્રકારે ખુશાલને મનાવવા એનાં માતાપિતા એ ઘર છોડી દીધું! ખેવના એ એક લાસ્ટ ચાન્સ લેવાં વિચાર્યું અને કહ્યું કે આ વખતે જો કંઈ ગડબડ થશે તો એ સામેથી કોઈ એલીમની લીધાં વગર ડિવોર્સ આપી દેશે! મનોમન પ્રાર્થના કરતાં કરતાં આ વખતે છેક સુધી પહોંચ્યું તો ખરું! પણ એક વીક વહેલું થયું અને ખુશાલ હાજર નહોતો ! ખેવના માસી એટલે કે એને ઘરે કામ કરતી માલતી સાથે આવી હતી. ડિવોર્સ નાં ભયને કારણે હેમખેમ ડિલિવરી થશે કે કેમ? એ વિચારીને ખેવનાનું બીપી ડાઉન થતું જતું હતું, અને કન્ડિશન વધારે ક્રિટીકલ થતી જતી હતી. માલતી માસી ગભરાઈ ગયાં, અને આ જ મેટરનિટી હોમમાં એમનો સંબંધી વરુણ કામ કરતો હતો, એની પાસે ગયાં! વરુણ સારાં ઘરનો હતો, પણ સટ્ટામાં ધંધો, રુપિયા, અને ઘર બધું વેચાય ગયું! અને અહીં નોકરી કરવી પડી. એની પત્ની વિનીતાને પણ અત્યારે જ ડિલીવરી આવવાની હતી, એને પણ લેબર પેઈન ચાલુ થયું. વરુણ વિનીતાને ખિજાતો હતો કે, કહ્યું હતું કે એબોર્શન કરાવી લે! પણ માની જ નહીં! હવે નવજાત શિશુને ક્યાં રાખીશું? આ વરસાદ અને વાવાઝોડાનાં કારણે વસ્તીનું ઘર પણ ખાલી કરાવ્યું છે, અને હવે.. માલતી માસીએ કહ્યું કે એક વિકલ્પ છે, આ બાળક કોઈને આપી દો ! બંને જણાં માસીને જોઈ રહ્યાં, પણ કોને! ખેવના મેડમ ને ! ખેવના મેડમ પણ અહીં જ આવ્યાં છે, અને હું એટલે જ તને શોધતી શોધતી આવી. હું જે ઘરે કામ કરું છું, એ મેડમને લેબર પેઈન શરૂ થતાં અહીં લઈ આવી છું! અને સાહેબ સાથે નથી, ડોક્ટર કહે છે કે એનું બાળક બચશે નહીં! આ વખતે તો.. બાળક બચશે નહીં તો ડિવોર્સ થઈ જશે! વિનીતા એ કહ્યું માસી તો મારું બાળક એને જ આપી દેશું! વરુણ એ કહ્યું શું આપી દેશું! એમ કંઈ..! વિનીતા એ કહ્યું કે તમે તો આમપણ એબોર્શન કરાવવાનું કહેતાં હતાં! જ્યાં ઉછરશે ત્યાં “કાલે શું” ની ચિંતા તો નહીં રહે! થોડી રકઝક ને અંતે વરુણ એક ઘર વિચ્છેદ થતાં બચી જશે, એ વાત પર સંમત થઈ ગયો. પરંતુ ડોક્ટર માનશે! ડોક્ટર જીગીષા વરુણની ક્લાસ મેટ હતી, એટલે તો એણે એને અહીં નોકરીએ રાખ્યો હતો, બાકી વરુણની સ્થિતિ અત્યારે વિનીતાને આ મેટરનિટી હોમમાં લાવવાં જેવી ક્યાં હતી! છતાં એણે કહ્યું કે લિગલી દત્તકની વિધિ કરી લઈએ ! વિનીતા એ કહ્યું દેવકી મા એ ક્યાં એવું કંઈ લખાણ કર્યું હતું? દેવકી માએ કંસ મારી નાખે નહીં, એટલે પોતાનો લાલો યશોદાને સોંપી દીધો! મમતા ને નામે બાળકને અછતમાં મારી થોડું નખાય! ત્યાં કંસ હતો અને અહીં કાળ! અને ડોક્ટર માની ગયાં! કોઈ જ લખાણ નહીં! બદલામાં કંઈ રુપિયા નહીં! નહીં કોઈ જોવા રમાડવાની શરત, અને એક દેવકીએ હસતાં હસતાં પોતાનો લાલો યશોદાને સોંપી દીધો! ડોક્ટર જીગીષા વિચારતી રહી ગઈ કે વિનીતાની મમતાનું કંઈ રીતે મૂલ્યાંકન કરવું?

ખેવનાને લેબર રૂમમાં લઈ ગયાં, અને ડોક્ટરે કહ્યું હતું, એમ જ મૃત બાળક જન્મ્યું! ખેવનાની આંખો છલકાઇ ગઈ, પણ એ જ મિનિટે એની બાજુમાં એક સુંદર અને સ્વસ્થ બાળક મૂકાયું! ડોક્ટર જીગીષા એ કહ્યું કે, ફરી કોઈ દેવકીએ યશોદાની ગોદ ભરી દીધી! આ બધી ઘટનાથી અજાણ એવા ખુશાલને પોતાનું બાળક આ વખતે જીવી ગયું, એ સમાચાર મળતાં જ ખુશખુશાલ થતો બેંગલોરથી આવી ગયો. એનાં માતાપિતા પણ વંશ મળી ગયો એ ખુશીમાં બાકી બધું ભૂલી ગયા! અને ખેવનાને તો બેવડી ખુશી હતી! એણે મનોમન પ્રાર્થના કરી કે હે પ્રભુ ક્યાંક આ બાળકને છત મળે, એટલે તો મારી સાથે આવું નહીં થયું હોય ને! પછી મનોમન બોલી હે પ્રભુ તારી લીલા અપરંપાર છે! આ છત અછત નાં પ્યાદાં, ક્યારે અને ક્યાં ખેલવા એનો તું માહિર છે! અમારાં જેવાં માટે એ સમજવું અઘરું છે!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here