
મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન, કળા, સંસ્કૃત્તિ અને સમુદાય માટે માટે ખુલ્લી, વોક-ઇન સ્પેસ, જ્યાં વિઝીટર્સ બ્રાન્ડનાં વચન ‘વેલકમ હોમ’નો અનુભવ કરે છે.
પ્રખ્યાત ‘લેવોને કાફે; સાથે વિશેષ સહયોગ: મર્સિડિઝ બેન્ઝની પ્રિસિશન એન્જિનિયરિંગને સિગ્નેચર પેટિસેરી અને બેક્સમાં નવો ઓપ આપવામાં આવ્યો છે, જેનાથી વિશ્વકક્ષાનું કલનરી શ્રેષ્ઠતાનું સર્જન કરે છે
સ્ટુડિયો ખાતે પ્રદર્શિત કોન્સેપ્ટ એએમજી જીટી એક્સએક્સ, એએમજીનાં ઇતિહાસમાં આગામી સીમાચિહ્નરૂપ છે, જે પ્રદર્શનના નવા પરિમાણો બનાવે છે અને ઉચ્ચ પ્રદર્શનને પુનઃવ્યાખ્યાયિત કરતી અદ્વિતીય ટેકનોલોજી રજૂ કરે છે
મર્સિટિઝ-એએમજી પેટ્રોનસ એફ1 ટીમ રેન્જની ઇ-બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, જે પ્રદર્શન ઉત્સાહીઓ માટે એએમજી પ્રદર્શન અને ડિઝાઇનની ફિલસૂફીને ટુ-વ્હીલર પર આગળ ધપાવે છે
“ગ્રાહકોનો લક્ઝરી સાથેનાં જોડાણનો અંદાજ બદલાઇ રહ્યો છે, કારણ કે તેઓ હવે સમય પસાર કરવાનો આનંદ માણવા માટે ખાસ ક્યુરેટેડ જગ્યાઓ ઇચ્છે છે; નવીનતમ પ્રોડક્ટ્સનો અનુભવ કરીને, બ્રાન્ડ સાથે જોડાઇને અને મર્સિડિઝ બેન્ઝની આગવી ઓળખ સમાન ‘વેલકમ હોમ’ની અનુભૂતિમાં ડૂબી જાઓ. મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો આ પ્રકારની કોઇ પણ જાતની ઉતાવળ વિનાની શોધ કરવા, ગુણવત્તાયુક્ત સમય વિતાવવા, ઉચ્ચ સ્તરના સ્વાદિષ્ટ અનુભવો મેળવવા, વિઝીટર્સનો સ્વાગત કરવા, નવી પ્રયોગાત્મક રીતોથી વાતચીત કરવાની તક રજૂ કરે છે. અમે શહેરનાં કેન્દ્રમાં અમારી આકર્ષક કારને પ્રદર્ષિત કરવા માટે સમાનપણે ઉત્સાહી છીએ, જ્યાં ગ્રાહકો તેમને આરામદાયક અને પ્રેરણાત્મક માહોલનો અનુભવ આપી શકે છે. અમે વિશ્વાસ છે કે ‘મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો’ ગ્રાહકો માટે એક યાદગાર બ્રાન્ડ અનુભવનું સર્જન કરશે, કારણ કે અમે આ કોન્સેપ્ટ અન્ય મહાનગરોમાં પણ ક્રમશઃ વિસ્તારવાની યોજના બનાવી રહ્યા છીએ.”
“આ સ્ટુડિયો ઉત્સાહીઓ માટે એક વિશેષ એએમજી ફ્લેવર સાથે ખુલે છે. કોન્સેપ્ટ એએમજી જીટી એક્સએક્સમાં મર્સિડિઝ-એએમજી અદ્વીતીય ટેકનોલોજી સાથે પ્રદર્શનના ધોરણો પુનઃવ્યાખ્યાયિત કરે છે, જે ગ્રાહકો માટે ટકાઉ ઇલેક્ટ્રિક ભવિષ્યનાં સમગ્રપણે નવા પરિમાણને દર્શાવે છે. ભારતમાં એએમજી એફ1 પેટ્રોનાસ ઇ-બાઇક્સનું લોન્ચ એએમજી બ્રાન્ડનું પ્રાકૃત્તિક વિસ્તરણ છે. આ વિશ્વકક્ષાની એફ1 ઇ-બાઇક્સ વધુ એએમજી ઉત્સાહીઓને બ્રાન્ડનાં પ્રદર્શન, ડિઝાઇન અને કારીગરીના અનોખા ડીએનએ સાથે જોડવામાં સહાય કરશે.”
મર્સિડિઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સંતોષ ઐયર
• સ્ટુડિયો સાથે, મર્સિડિઝ-બેન્ઝ ચાર ખંડોમાં વિશ્વના 14 અગ્રણી મહાનગરો જેવા કે કોપનહેગન, એલએ, ટોકિયો, સિંગાપોર, વોરશૉ, મુનિચ, બુખારેસ્ટ અને અન્ય શહેરોમાં ઇનર-સિટી બ્રાન્ડ સ્પેસ સ્થાપી રહી છે
• આ એક ઇમર્સિવ, ઇન્ટરેક્ટિવ બ્રાન્ડ અનુભવોને સંકલિત વેચાણ કાર્યક્ષમતા સાથે જોડે છેઃ એક સર્વગ્રાહી અભિગમ જે મર્સિડિઝ-બેન્ઝ સાથે એક અનોખો ટચપોઇન્ટ બનાવે છે, જે ગ્રાહકની સફર દરમિયાન ગ્રાહક સંપાદન, બ્રાન્ડની વફાદારી અને જોડાણને એક સાથે લાવે છે
• ભારતનો પ્રથમ ‘મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો’ ગુરુગ્રામમાં ડીએલએફ વન હોરિઝોન સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યો છે
• સ્ટુડિયો ત્રણ મુખ્ય અનુભવો આપે છેઃ લેવોને કાફે, મર્સિડિઝ-એએમજી પેટ્રોનાસ એક્સ એડિડાસ મર્ચન્ડાઇઝ અને ગ્રાહકો માટે મર્સિડિઝ-બેન્ઝ વાહનોનો ટેસ્ટ ડ્રાઈવ અનુભવ
• લેવોને એકેડેમી ઓફ બેકિંગ સાયન્સ તરફથી ક્યુરેટેડ કારીગરી અને કલનરી ભવ્યતા
• કોન્સેપ્ટ એએમજી જીટી એક્સએક્સ ભારતમાં પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવી છેઃ ત્રણ એક્સિયલ મોટર્સ । એએમજી.ઇએ હાઇ-પર્ફોર્મન્સ આર્કિટેક્ચર । 1,000 kWથી (1,360 hp) વધુનું પીક આઉટપુટ । 360 કિમી/કલાકથી વધુની ટોચની સ્પીડ । લગભગ 400 કિમીની ડબ્લ્યુએલટીપી રેન્જ જે લગભગ પાંચ મિનિટમાં રિચાર્જ થાય છે છ 850 kWથી વધુ સરેરાશ ડીસી ચાર્જિંગ પાવર । 0.198નો ડ્રેગ કોએફિશિયન્ટ
• ઇમોટરાડ સાથેની ભાગીદારીમાં ભારતમાં લોન્ચ થયેલા ઇ-બાઇકની મર્સિડિઝ-એએમજી પેટ્રોનાસ એફ1 ટીમ રેન્જઃ સિટી એડિશન, ટ્રેક એડિશન અને રેલી એડિશન । ત્રણ પાવર મોડ્સ સાથે 250W રિઅર હબ મોટરઃ કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ । 25 કિમી/કલાકની ટોચની આસિસ્ટન્સ સ્પીડ । 100 કિમી સુધીની શ્રેણી । કસ્ટમ વન-પીસ હેન્ડલબાર પર 5.5” ફૂલ-કલર ઇન્ટિગ્રેટેડ ડિસ્પ્લે । 6061 એલ્યુમિનિયમ એલોય ફ્રેમ અને ફોર્ક્સ । ટેક્ટ્રો હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક્સ । પિરેલી ટાયર્સ । સ્માર્ટ બ્લ્યુટુથ હેલ્મેટ અને ચાર્જર સામેલ
• એએમજી ઇ-બાઇક્સની કિંમતઃ સિટી એડિશન રૂ. 4.20 લાખ । ટ્રેક એડિશન રૂ. 5.70 લાખ । રેલી એડિશન રૂ. 7.60 લાખ (એમઆરપી, જીએસટી સહિત); ડિલિવરી સપ્ટેમ્બર 2026ના મધ્યથી શરૂ થાય છે
નવી દિલ્હીઃ ભારતની સૌથી લોકપ્રિય લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડિઝ-બેન્ઝે આજે દેશના પ્રથમ ‘મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો’નું દિલ્હી એનસીઆરના ગુરુગ્રામમાં ઉદ્ઘાટન કર્યું હતું, જે નવા વૈશ્વિક બ્રાન્ડ અનુભવ ફોર્મેટમાં ભારતની હાજરીને સંપૂર્ણપણે ચિહ્નિત કરે છે. ગુરુગ્રામના ડીએલએફ વન હોરાઇઝન સેન્ટર ખાતે આવેલા મર્સિડિઝ -બેન્ઝ સ્ટુડિયોના મુખ્ય ઉદ્દેશ્યોમાં પસંદગીના મહાનગરોમાં ગ્રાહકોને બ્રાન્ડની વધુ નજીક લાવવા, જાગૃતિ મેળવવા અને લાંબા ગાળાના ગ્રાહક સંબંધો બનાવવાનો સમાવેશ થાય છે, કારણ કે તેઓ નવી પ્રાયોગિક રીતે મર્સિડિઝ-બેન્ઝ સાથે વાતચીત કરે છે. ઉત્પાદનો, વિશેષ ઇવેન્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષણો મર્સિડિઝ-બેન્ઝ બ્રાન્ડ અનુભવને પ્રથમ સંપર્કથી લઈને ખરીદી સુધી એકીકૃત રીતે જોડશે. મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાએ દિલ્હી એનસીઆરમાં મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયોના ઉદઘાટન પ્રસંગે એન્જિનિયરિંગ ક્ષેત્રની અદભૂત અજાયબી એવી કોન્સેપ્ટ એએમજી જીટી એક્સએક્સ સુપરકારનું પણ અનાવરણ પણ કર્યું હતું અને ઇમોટોરાડ સાથેની ભાગીદારીમાં ભારતીય ગ્રાહકો માટે તેની મર્સિડીઝ-એએમજી પેટ્રોનાસ એફ1 ઇ-બાઇક શ્રેણી લોન્ચ કરી હતી.
વાહનોના ક્યુરેટેડ પ્રદર્શનની સાથે, તેમાં ડિઝાઇન અને મટિરિયલ લાઇબ્રેરી, મર્સિડિઝ-બેન્ઝ લાઇફસ્ટાઇલ કલેક્શન, મર્સિડિઝ-એએમજી એક્સ એડિડાસ મર્ચન્ડાઇઝ અને એક વિશેષ લેવોને કાફે છે, જે ગ્રાહકો, ઉત્સાહીઓ, પરિવારો અને પહેલી વાર વિઝીટર્સ માટે બ્રાન્ડને પોતાની ગતિએ શોધવા અને નવી પ્રાયોગિક રીતોમાં જોડાવા માટે મર્સિડિઝ-બેન્ઝનું સિગ્નેચર હુંફાળું, આધુનિક વૈભવી વાતાવરણ સર્જે છે. ગુરુગ્રામના પોશ વિસ્તારમાં આવેલા સ્ટુડિયોને એવી નવીનતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી દરેક મુલાકાતી ખરેખર મર્સિડિઝ-બેન્ઝના ‘વેલકમ હોમ’ ના બ્રાન્ડ વચનને અનુભવી શકે.
મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો દિલ્હી એનસીઆર એ વિશ્વવ્યાપી મર્સિડિઝ-બેન્ઝ પહેલનો એક ભાગ છે, જેના હેઠળ કોપનહેગનમાં વિશ્વના પ્રથમ સ્ટુડિયો બાદ ચાર ખંડોના 14 થી વધુ અગ્રણી શહેરોમાં આવા વિશેષ સ્ટુડિયો સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક સ્ટુડિયો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત વૈશ્વિક માળખામાં રહીને પોતાના શહેરની વિશેષતાને અનુરૂપ બનાવવામાં આવ્યો છે, જે તમામ પ્રવૃત્તિઓમાં સુસંગતતા જાળવી રાખીને બજાર-વિશેષ અનુભૂતિને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવે છે.
સ્ટુડિયોના ઉદ્દેશ બ્રાન્ડને ભારતના અગ્રણી મહાનગરોનાં બજારોમાં બ્રાન્ડને ગ્રાહકોની નજીક લાવવાનો, નવા પ્રેક્ષકોમાં જાગૃતિ લાવવાનો અને લાંબા ગાળાના ગ્રાહક સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.
બ્રાન્ડ અનુભવ અને વાણિજ્યને જોડવું
“મર્સિડિઝ બેન્ઝ સ્ટુડિયો” “વેલકમ હોમ”નો એક અભિન્ન ભાગ છે અને તે વર્ષ 2026ના સીમાચિહ્નરૂપ “મર્સિડિઝ બેન્ઝ નવીનતાના 140 વર્ષ” સાથે જોડાયેલા છે, જે કાર્લ બેન્ઝના 140 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરે છે. આ પહેલ એવા ભૌતિક સ્થળો બનાવે છે જ્યાં સંસ્કૃતિ, નવીનતા અને શહેરી જીવન એક સાથે આવે છે. વૈશ્વિક સ્તરે મુખ્ય સ્થાનો પર, ગ્રાહકો નવીનતમ ઉત્પાદનો અને નવીનતાઓ, વિશેષ કાર્યક્રમો, સાંસ્કૃતિક ક્ષણો અને વ્યૂહાત્મક ભાગીદારીનો અનુભવ કરી શકે છે, જેથી તેઓ તેમના પરિચિત શહેરી વાતાવરણમાં મર્સિડિઝ બેન્ઝ બ્રાન્ડ સાથે ખરેખર ડૂબી શકે .
શહેરી બ્રાન્ડ નેતૃત્વને મજબૂત બનાવવું
“મર્સિડિઝ બેન્ઝ સ્ટુડિયો” પહેલ એક સ્પષ્ટ વ્યૂહાત્મક લક્ષ્યને સમર્થન આપે છે: મુખ્ય શહેરોમાં મર્સિડિઝ બેન્ઝ બ્રાન્ડને મુખ્ય શહેરોના હૃદયમાં રહેતા લોકોની નજીક લાવવી, તેમને નવી પ્રાયોગિક રીતે મર્સિડિઝ બેન્ઝ સાથે વાર્તાલાપ કરવા માટે પ્રોત્સાહિત કરવા, જ્યારે શહેરી અને ભાવિ ગતિશીલતાને આકાર આપવામાં મર્સિડિઝ બેન્ઝની ભૂમિકાને મજબૂત બનાવવી. મર્સિડિઝ બેન્ઝ સ્ટુડિયો અત્યંત દૃશ્યમાન, અર્થપૂર્ણ સ્પર્શબિંદુઓ બનાવશે જ્યાં ગ્રાહકો અને ઉત્સાહીઓ બંને બ્રાન્ડનો પ્રત્યક્ષ અનુભવ કરી શકશે, જે બ્રાન્ડની આકર્ષકતાને મજબૂત કરશે, પસંદગીનું નિર્માણ કરશે અને એવા સ્થળોએ પ્રેક્ષકો સાથે જોડાણ કરશે જ્યાં બ્રાન્ડની ધારણા ઘડાય છે.
મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો અને લેવોન કાફેનો વિશેષ સહયોગ:
લેવોન કાફે સાથેના વિશેષ સહયોગથી મર્સિડીઝ-બેન્ઝની પ્રિસિશન એન્જિનિયરિંગથી પ્રેરિત વિશ્વ-સ્તરીય પેટિસરી તૈયાર કરવામાં આવશે. ગ્રાહકો માટે સોળ વિશેષ વાનગીઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં આઠ પેટિટ ગેટોક્સ અને આઠ વિયેનોઇઝરી અને બેક્સ સામેલ છે, જેની અંતિમ પ્રસ્તુતિમાં મર્સિડિઝ-બેન્ઝની એક ખાસ સિગ્નેચર ઝલક જોવા મળશે. મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો ખાતે લેવોન કાફેની દરેક વાનગીને મર્સિડિઝ બેન્ઝની અનોખી ડિઝાઇન લેંગ્વેજથી પ્રેરિત કરીને પ્લેટિંગ, ગ્લેઝિંગ અને ફિનિશિંગ આપવામાં આવશે, જેમાં સ્કલ્પ્ટેડ લાઇન્સ, મેટાલિક લેકર્સ અને બ્લેક, સિલ્વર અને ગોલ્ડ જેવા લક્ઝરી રંગોનો ઉપયોગ કરવામાં આવશે.
મર્સિડિઝ-બેન્ઝ કલેક્શન આઇટમ્સ, મર્સિડિઝ-એએમજી એફ1 મર્ચન્ડાઇઝ અને ટેસ્ટ ડ્રાઈવ:
લેવોન કાફેના સ્વાદિષ્ટ ભોજનના આનંદ ઉપરાંત, ગ્રાહકો અને વિઝીટર્સ મર્સિડિઝ-બેન્ઝ સ્ટુડિયો પરથી આકર્ષક મર્સિડિઝ-બેન્ઝ કલેક્શન આઇટમ્સ અને મર્સિડિઝ-એએમજી પેટ્રોનાસ એક્સ એડિડાસ મર્ચન્ડાઇઝ પણ ખરીદી શકે છે. ગ્રાહકો અને વિઝીટર્સ મુલાકાત લેતા પહેલા મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાની વેબસાઇટ પર સ્ટોરની મુલાકાત લેતા પહેલા મર્સિડીઝ-બેન્ઝ વાહનના ટેસ્ટ ડ્રાઈવને પણ બુક કરી શકે છે.
