Tuesday, October 6, 2026
HomeBusinessએક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85 રેક/3,580 વેગનનો નવો...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85 રેક/3,580 વેગનનો નવો રેકોર્ડ સ્થાપ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85 રેક/3,580 વેગનનો નવો રેકોર્ડ સ્થાપ્યો

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લદાણના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરતાં 05 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં રેકોર્ડ 85 રેક (3,580 વેગન) લોડ કર્યા. અમદાવાદ મંડળના પરિચાલન ઇતિહાસમાં એક જ દિવસમાં કરવામાં આવેલું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં મંડળમાં એક દિવસમાં સૌથી વધુ લદાણનો રેકોર્ડ 80 રેક (3,525 વેગન)નો હતો. આ રેકોર્ડને પાછળ છોડતાં અમદાવાદ મંડળે પોતાના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે.

મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે 05 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં માલ પરિવહનની વિવિધ શ્રેણીઓમાં પણ નવા સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયા હતા. તેમાંની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:
• કન્ટેનર લદાણ: એક જ દિવસમાં કુલ 42 કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યા, જેમાં 21 ડબલ-સ્ટેક કન્ટેનર રેકનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ઉપલબ્ધ માલ પરિવહન ક્ષમતાના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગને દર્શાવે છે.
• ઓટોમોબાઇલ લદાણ: કુલ 6 ઓટો રેક લોડ કરવામાં આવ્યા, જે ઓટોમોબાઇલ પરિવહનના ક્ષેત્રમાં મંડળની વધતી ભૂમિકાને દર્શાવે છે.
• મીઠાનું લદાણ: કુલ 8 મીઠાના રેક લોડ કરીને રવાના કરવામાં આવ્યા, જેના દ્વારા આ વિસ્તારની મહત્વપૂર્ણ માંગને પહોંચી વળવામાં મદદ મળી.
• ખાતરનું લદાણ: કૃષિ ક્ષેત્રને સમયસર ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવાના ઉદેશ્યથી 17 ફર્ટિલાઇઝર રેકનું સફળતાપૂર્વક લદાણ કરવામાં આવ્યું.

ઓગસ્ટ 2026માં માલ પરિવહન અને પરિચાલન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ

અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026 દરમિયાન પણ માલ પરિવહન અને પરિચાલનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. મંડળ દ્વારા આ સમયગાળા દરમિયાન 4.4651 મિલિયન ટન માલનું લદાણ કરવામાં આવ્યું. માલ પરિવહન દ્વારા રેલવેને ₹631.31 કરોડની આવક પ્રાપ્ત થઈ.
ઓગસ્ટ 2026માં દરરોજ સરેરાશ 218.84 ટ્રેનોનું ઇન્ટરચેન્જ થયું, જે અગાઉના વર્ષની સરખામણીમાં 2.5% વધુ છે. જ્યારે DFC પોઇન્ટ્સ પર સરેરાશ ઇન્ટરચેન્જ 11.8% વધીને દરરોજ 100.81 ટ્રેન થયું હતું. આ ઉપરાંત, 365 લોંગ હૉલ ટ્રેનો દોડાવવામાં આવી, જે માલ પરિવહનની કાર્યક્ષમતા અને પરિચાલન ક્ષમતામાં સતત થઈ રહેલા વધારાને દર્શાવે છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે આ ઐતિહાસિક સિદ્ધિ માટે અમદાવાદ મંડળની સમગ્ર ટીમ, પરિચાલન વિભાગ, વાણિજ્યિક વિભાગ તેમજ DFCCILના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ટીમના સંકલિત પ્રયાસો, વધુ સારી પરિચાલન યોજના અને માલ પરિવહન ક્ષમતાના અસરકારક ઉપયોગનું પરિણામ છે.

આ ઐતિહાસિક રેકોર્ડ પ્રદર્શન રાષ્ટ્રીય આપૂર્તિ શૃંખલાને વધુ મજબૂત બનાવવા, માલ પરિવહનને વેગ આપવા તથા માલ પરિવહનથી પ્રાપ્ત થતી આવકમાં વધારો કરવાની દિશામાં અમદાવાદ મંડળની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here