Friday, October 2, 2026
HomeBusinessગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ. 1,000 કરોડના આઇપીઓ...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ. 1,000 કરોડના આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

Date:

Related stories

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...

એલડીએલ કોલેસ્ટ્રોલ અંગેની 5 સામાન્ય માન્યતાઓનો પર્દાફાશ: ‘સારું લાગવું’...

યુવાનોને ઉચ્ચ કોલેસ્ટ્રોલ મળતું નથી એવું માનીને ફક્ત 'સામાન્ય'...

RR કાબેલે કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી...

અમદાવાદ, 01 ઓક્ટોબર, 2026: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને...

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ ટીકેસી રિપોર્ટ) બાબતે સંગઠિત બી2બી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ટોચની પાંચ કંપનીઓ પૈકીની એક રોયલ ચેઇન લિમિટેડ (આરસીએલ)એ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 10,000 મિલિયન (રૂ. 1000 કરોડ) એકત્ર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

આ ઓફરમાં રૂ. 8,500 મિલિયન (રૂ. 850 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સુરેશ ફુટરમલ જૈન, મનિષ ફુટરમલ જૈન, સેલેસ્ટિયલ ચાર્મ્સ (ભાગીદારી કંપની) અને ફોક્સી લેધર્સ (ભાગીદારી કંપની) દ્વારા રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીનો ઓફર ફોર સેલ સામેલ છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપનીની કેટલીક બાકી લોન સુવિધાના આંશિક અથવા સંપૂર્ણ રિપમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ, વ્યાજની રકમ તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

આરસીએલ ગોલ્ડ ચેઇન અને જ્વેલરીની એક વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ અને ટેકનોલોજી-આધારિત ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર (ઓડીએમ) છે, જે સમગ્ર વેલ્યુ ચેઇનમાં કાર્યરત છે, જેમાં ખ્યાલ અને ડિઝાઇનથી લઈને પ્રોટોટાઇપિંગ અને ઉત્પાદન સુધી તેમજ પ્રિસિઝન અને સ્કેલ સામેલ છે. આરસીએલ ગ્રાહકોના વિશાળ સમૂહને સેવા આપે છે, જેમાં ભારતમાં સંગઠિત રિટેલર્સ જેમકે ટાઇટન કંપની લિમિટેડ, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ, પી એન ગાડગીલ જ્વેલર્સ લિમિટેડ, સેન્કો ગોલ્ડ લિમિટેડ, કલામંદિર જ્વેલર્સ લિમિટેડ, થંગામાઇલ જ્વેલરી લિમિટેડ અને ડી.પી. આભૂષણ લિમિટેડનો સમાવેશ થાય છે.

આરસીએલ 14, 18 અને 22 કેરેટ વ્હાઇટ, યલો અને રોઝ ગોલ્ડમાં સોનાની ચેઇન અને જ્વેલરીનું ઉત્પાદન કરે છે. તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો પુરુષો, મહિલાઓ અને બાળકો માટે ડિઝાઇન કરાયેલ ચેઇન, બ્રેસલેટ, વીંટી, બંગડીઓ, કડા, કાનની બુટ્ટી, ગળાનો હાર, પાયલ અને પેન્ડન્ટ સહિતની શ્રેણીઓમાં ફેલાયેલો છે. ઓફરિંગમાં પરંપરાગત અને આધુનિક ડિઝાઇનમાં પ્રસંગ અને રોજિંદા વપરાશની જ્વેલરીનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોની પસંદગીઓ અને અળગ-અલગ કિંમતની વિશાળ શ્રેણી ધરાવે છે. 30 જૂન, 2026 સુધીમાં કંપની પાસે આ શ્રેણીઓમાં 27,000થી વધુ ડિઝાઇનનો પ્રોડક્ટ પોર્ટફોલિયો હતો. તેની ઓફરિંગ રિકો, એસએઆર અને અનામિત્રા (બાળકોની જ્વેલરી બ્રાન્ડ) સહિત અનેક ઇન-હાઉસ બ્રાન્ડ્સ અને આલિશાન જ્વેલ્સ, ઓરન્ટ અને ઇન્ડિગો સહિત અનેક કલેક્શન હેઠળ માર્કેટિંગ કરવામાં આવે છે.

આરસીએલ મહારાષ્ટ્રના મહાપેમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે, જે આશરે 88,980.64 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. 30 જૂન, 2026 સુધીમાં તેની કુલ સ્થાપિત ક્ષમતા દરરોજ આશરે 40 કિલોગ્રામ સોનાના દાગીનાની હતી, જે વાર્ષિક સ્થાપિત ક્ષમતા 12,000 કિલોગ્રામ જેટલી હતી. આ ઉત્પાદન કામગીરીને ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને જટિલ દાગીના ડિઝાઇનને ચોકસાઈ સાથે હેન્ડલ કરવા માટે સજ્જ 700થી વધુ વિશિષ્ટ મશીનો છે, જેમાં આશરે 500 કુશળ અને અર્ધ-કુશળ કારીગરો અને કારીગરો અને 150 કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં તેના ઇન-હાઉસ ડિઝાઇન સ્ટુડિયોને 30 ડિઝાઇનરોની ટીમ દ્વારા સપોર્ટ કરાયો હતો.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને 360 વન ડબલ્યુએએમ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ તેમજ એમયુએફજી ઇનટાઇમ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...

એલડીએલ કોલેસ્ટ્રોલ અંગેની 5 સામાન્ય માન્યતાઓનો પર્દાફાશ: ‘સારું લાગવું’...

યુવાનોને ઉચ્ચ કોલેસ્ટ્રોલ મળતું નથી એવું માનીને ફક્ત 'સામાન્ય'...

RR કાબેલે કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી...

અમદાવાદ, 01 ઓક્ટોબર, 2026: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here