Friday, September 25, 2026
Homenationalકાશ્મીરમાં એક દશકમાં ત્રાસવાદી ઘટનાઓમાં ૯૦ ટકા સુધી ઘટાડો

કાશ્મીરમાં એક દશકમાં ત્રાસવાદી ઘટનાઓમાં ૯૦ ટકા સુધી ઘટાડો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

છેલ્લા દશકની સરખામણીમાં હુમલામાં કુલ ૮૬ ટકાનો ઘટાડો થયો હોવાનો
દાવો કરવામાં આવ્યો ઃ ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોની નિર્ણાયક કાર્યવાહી

નવીદિલ્હી, તા.૨૩
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ત્રાસવાદી ઘટનાઓમાં આશરે ૯૦ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. સરકારે લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, પહેલી એપ્રિલ ૨૦૦૯થી લઇને ૩૦મી જુન ૨૦૧૯ સુધીના ગાળામાં રાજ્યમાં ૩૧૮૭ જેટલા ત્રાસવાદી હુમલાઓ થઇ ચુક્યા છે જે છેલ્લા દશકની સરખામણીમાં ૮૬ ટકા ઓછા છે. આ દશકમાં જમ્મુ કાશ્મીરમાં ૨૩૨૯૦ ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ આજે આ મુજબની માહિતી આપી હતી. કિસન રેડ્ડીએ કહ્યું હતું કે, ત્રાસવાદી હુમલાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૮ની સરખામણીમાં આ ત્રિમાસિક ગાળામાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, અશાંત ગણાતા પ્રદેશમાં છેલ્લા દશકમાં આતંકવાદી હુમલામાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. છેલ્લા દશકમાં આ આંકડો ૭૧ હતો જ્યારે આ વખતે ૨૧ રહ્યો છે. પ્રદેશમાં સુરક્ષા દળો આતંકવાદીઓ સામે જંગ મજબૂતી સાથે લડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામા હુમલાથી સાબિત થાય છે કે, ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નિશાના ઉપર છે. આવી સ્થતિમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર ગોળીબાર કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આવી સ્થતિમાં ઘુસણખોરીને રોકવા અને આતંકવાદનો ખાત્મો કરવા ભારત સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૈશે મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી સ્પષ્ટ થાય છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઓ સતત તૈયારી કરતા રહે છે. ભારતને ટાર્ગેટ બનાવવા માટે ત્રાસવાદીઓ ઇચ્છુક રહે છે. ભારતના જવાબમાં બાલાકોટમાં જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કરાયા હતા. આવા હુમલાઓનો દોર ભવિષ્યમાં પણ જારી રાખવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કઠોર પગલા લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું જાઇએ. સાથે સાથે તેના દેશમાં રહેલા આતંકવાદી માળખાઓને નષ્ટ કરવાની દિશામાં પહેલ કરવી જાઇએ. કિસન રેડ્ડીએ આજે તમામ આંકડાકીય માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૯થી લઇને ૨૦૧૯ સુધી એટલે કે ૧૦ વર્ષના ગાળામાં ૩૦૦૦થી વધુ ત્રાસવાદી હુમલા થયા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here