દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને થશે લાભ ,અમદાવાદ, 28 ઑક્ટોબર, 2026: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રાદેશિક રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરતાં ટ્રેન નંબર 69249/69250 સાબરમતી–કટોસણ રોડ મેમુ ટ્રેનનો ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજૂબેન શાહ અને અમદાવાદના મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કટોસણ રોડ–સાબરમતી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી આ સ્ટોપેજનો પ્રારંભ કરાવ્યો હતો.આ સ્ટોપેજથી ચાંદખેડા રોડ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને સાબરમતી, કલોલ, કડી, કટોસણ રોડ અને બહુચરાજી તરફ આવવા-જવા માટે વધુ સારી રેલવે સુવિધા મળશે. તેનાથી દૈનિક મુસાફરો, ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને વિશેષ લાભ થશે.ચાંદખેડા રોડ સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજનો સમય •ટ્રેન નંબર 69250 કટોસણ રોડ–સાબરમતી મેમુ: તારીખ 28 ઑક્ટોબર, 2026 થી ચાંદખેડા રોડ સ્ટેશન પર સવારે 09:40 વાગ્યે આગમન અને 09:41 વાગ્યે પ્રસ્થાન. •ટ્રેન નંબર 69249 સાબરમતી–કટોસણ રોડ મેમુ: તારીખ 28 ઑક્ટોબર, 2026 થી ચાંદખેડા રોડ સ્ટેશન પર સાંજે 17:27 વાગ્યે આગમન અને 17:28 વાગ્યે પ્રસ્થાન.વિશાળ અમદાવાદના વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ આ પ્રસંગે અમદાવાદના મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુ ટ્રેનનો સ્ટોપેજ વિશાળ અમદાવાદના સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનો હેતુ અમદાવાદ, સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, કટોસણ રોડ, બહુચરાજી તથા આસપાસના વિસ્તારો વચ્ચે રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો છે.તેમણે જણાવ્યું હતું કે આ સુવિધાથી દૈનિક મુસાફરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને અવરજવરમાં સરળતા રહેશે. ખાસ કરીને બહુચરાજી સ્થિત માતાજીના મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ તેમજ બહુચરાજીના ઔદ્યોગિક વિસ્તારમાં, જેમાં મારુતિ ઔદ્યોગિક વિસ્તારનો પણ સમાવેશ થાય છે, કામ કરતા કર્મચારીઓને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવામાં રેલવે કનેક્ટિવિટીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.ચાંદખેડા રોડ સ્ટેશનના વિકાસ પર વિશેષ ભાર મંડળ રેલવે પ્રબંધકે જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ સ્ટેશનને ભવિષ્યમાં એક મહત્ત્વપૂર્ણ રેલવે કેન્દ્ર તરીકે વિકસાવવાની વ્યાપક સંભાવનાઓ છે. સ્ટેશનના વિકાસ અને માર્ગ સંપર્કને વધુ સારો બનાવવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી તેને અમદાવાદના શહેરી પરિવહન નેટવર્ક સાથે વધુ અસરકારક રીતે જોડી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેલવેની વિકાસ યોજનાઓ શહેરી વિસ્તારો, રહેણાક વસાહતો, રોજગાર કેન્દ્રો અને ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારી પરિવહન સુવિધાઓ સાથે જોડવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગુજરાત મેટ્રો અને ભારતીય રેલવે દ્વારા સંયુક્ત સર્વેક્ષણ કરીને વિવિધ વિસ્તારોની વસ્તી તથા ભવિષ્યમાં થનારા શહેરી વિસ્તરણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેના આધારે પરિવહન નેટવર્કના વિકાસની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પહેલથી માર્ગ પરિવહન પરની નિર્ભરતા ઘટાડવામાં, ટ્રાફિકનું દબાણ ઓછું કરવામાં અને દૈનિક અવરજવરને વધુ સુવિધાજનક બનાવવામાં મદદ મળશે.વટવામાં વિકસાવવામાં આવશે મેગા કોચિંગ ડેપો શ્રી વેદ પ્રકાશે વટવામાં આશરે 100 લાઇન ધરાવતા પ્રસ્તાવિત મેગા કોચિંગ ડેપો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ સુવિધા ભવિષ્યમાં અમદાવાદ રેલવે પરિસરમાંથી સંચાલિત થતી ટ્રેનોની વધતી જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ડેપોમાં ટ્રેનોની જાળવણી અને સંચાલન સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ વિસ્તારની ભવિષ્યમાં વધનારી મુસાફર પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી લાંબા ગાળાની રેલવે વિકાસ યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.ગુજરાતમાં રેલવે વિકાસ માટેના બજેટની ફાળવણીમાં નોંધપાત્ર વધારો રેલવેના માળખાગત વિકાસમાં રોકાણનો ઉલ્લેખ કરતાં મંડળ રેલવે પ્રબંધકે જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલાં ગુજરાતમાં રેલવે વિકાસ માટે વાર્ષિક બજેટની ફાળવણી ₹589 કરોડ હતી, જે હવે વધીને ₹17,366 કરોડ થઈ છે. આ અગાઉની ફાળવણી કરતાં લગભગ 30 ગણી વધારે છે. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતનાં 88 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ રેલવે સ્ટેશનો પર આધુનિક મુસાફર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો, સ્ટેશન પરિસરોનું આધુનિકીકરણ કરવાનો અને તેમને આસપાસના શહેરી વિસ્તારો સાથે વધુ સારી રીતે જોડવાનો છે. આગામી 50 થી 100 વર્ષોની પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યો છે રેલવેનો વિકાસ મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે રેલવેની વિવિધ વિકાસ યોજનાઓ આગામી 50થી 100 વર્ષોની પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. સર્ક્યુલર રેલવે નેટવર્ક, નવી રેલવે લાઇનો, સ્ટેશનોના પુનર્વિકાસ અને આધુનિક કોચિંગ સુવિધાઓના વિકાસથી પ્રાદેશિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. તેનાથી દૈનિક મુસાફરોને પરિવહનના વધુ સારા વિકલ્પો મળશે તેમજ ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.
