Friday, September 25, 2026
Homenationalવેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ

વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મેટલ, બેંકિંગ, ઓટો મોબાઇલના શેરોમાં તીવ્ર વેચવાલી રહી ઃ કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની પ્રતિકુળ અસર

મુંબઇ, તા.૨૪
શેરબજારમાં મંદીનો માહોલ અવિરતપણે જારી રહ્યો છે. આજે પણ મંદી અકબંધ રહી હતી. કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની સીધી અસર જાવા મળી રહી છે. સતત પાંચમાં સેશનમાં ઇન્ડેક્સ મંદીમાં રહ્યા હતા. મેટલ, બેંકિંગ અને ઓટો મોબાઇલના શેરમાં વેચવાલી જામી હતી. બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૧૩૫ પોઇન્ટ ઘટીને ૩૭૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડસબેંક, તાતા મોટર્સ, બજાજ ફાઈનાન્સ અને તાતા સ્ટીલના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. એશિયન પેઇન્ટ્‌સ, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેંકના શેરમાં ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૬૦ પોઇન્ટ ઘટીને ૧૧૨૭૧ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઇન્ડેક્સ નીચી સપાટીએ રહ્યા હતા. આજે બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૦૬ પોઇન્ટનો કડાકો રહેતા તેની સપાટી ૧૩૭૧૦ રહી હતી. બીએસઈ સ્મોલકેપમાં ૧૬૩ પોઇન્ટનો કડાકો રહેતા તેની સપાટી ૧૩૦૪૩ રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટોમાં ૧.૯૫ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જાવા મળ્યો હતો. આજે કારોબાર વેળા એશિયન શેરબજારમાં મિશ્ર સ્થતિ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ મંત્રણાને લઇને નવી આશા જાગી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી બેઠક પહેલા યુરોમાં ચર્ચામાં રહી છે. જાપાનના નિક્કીમાં ૦.૪૧ ટકાનો ઉછાળો અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૯૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. કારોબાર નકારાત્મક માહોલમાં રહેવા માટે એક કારણ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં પરત ખેંચવા સાથે સંબંધિત છે. બજેટમાં સુપરરિચ પર ટેક્સના લીધે પણ ચિંતા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇÂક્વટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જા કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જાવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જાવા મળી રહી છે. ગઇકાલે મંગળવારના દિવસે બેંચમાર્ક સેંસેક્સ ૪૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૮૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બ્રોડર નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૩૧ની સપાટીએ રહ્યો હતો.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here