Thursday, August 6, 2026
HomeGujaratAhmedabadવિસનગર નપા પ્રમુખ સહિત ઘણા સભ્ય ભાજપમાં સામેલ

વિસનગર નપા પ્રમુખ સહિત ઘણા સભ્ય ભાજપમાં સામેલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ, તા.૬
ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલની હાજરીમાં આજે કોબા સર્કલ સ્થિત કમલમ્‌ ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો તથા સભ્યો વિધિવત્‌ રીતે ભાજપમાં જોડાયા હતા. જેને પગલે મહેસાણા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી. મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકામાં વિકાસ મંચના નામથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી વિજેતા બનેલા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગાવિંદભાઇ પટેલ, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન કામીનીબેન પટેલ, સ્વચ્છતા કમિટિના ચેરમેન દમયંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મીબેન બારોટ, વિસનગર નગરપાલિકાના સભ્યો ભરત પટેલ, જગદીશ ચૌહાણ અને આશાબેન પ્રજાપતીએ ભાજપાનો કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપમાં જાડાયેલા તમામ લોકોને આવકાર આપતાં ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ જણાવ્યું હતું કે, ભાજપના સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાઓ સતત કાર્યરત છે. સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ છે. સતત ૧૯૯૫થી અવિરતપણે ભાજપ પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ ૨૬ બેઠકો પર ૨૦૧૪ કરતા પણ વધારે માર્જીનથી વિજય અપાવ્યો છે, ત્યારે ગુજરાતની જનતાનો ભાજપ તરફી અપાર પ્રેમ પ્રદર્શિત થાય છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here