Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઢાંકણીપુરામાં બે બાળકોનું વીજ પોલના કરન્ટથી મોત

ઢાંકણીપુરામાં બે બાળકોનું વીજ પોલના કરન્ટથી મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સિવિલમાં બંનેને મૃત જાહેર કરાયા હતા : પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ : કસૂરવારોની સામે કાર્યવાહી કરવા માંગણી

અમદાવાદ, તા.૧૯
શહેરનાં નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને આજે વીજ થાંભલાનો કરંટ લાગતા તેઓના કરૂણ મોત નીપજયા હતા. નાના બાળકો ત્યાં રમી રહ્યા હતા ત્યારે બે બાળકો રમતા રમતા વીજ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડ્‌યા તેવો જ તેને જારદાર વીજકરંટ લાગતાં તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંને બાળકોના પરિવારમાં તો જાણે શોકનો માતમ પથરાઇ ગયો હતો. બીજીબાજુ, નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ મૃતક બાળકોના વાલીઓ અને પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ ઉઠયો હતો અને તેઓએ કસૂરવારો સામે તાત્કાલિક આકરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારીવાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.૬) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.૮) રહેતા હતા. બંને બાળકો નવી બનેલા વોટર વર્કસની ખુલ્લી જગ્યામાં રમતા હતા. રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્‌યા હતા. જેના કારણે બંનેને જારદાર શોટ લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક બંને બાળકો ત્રિપાઠી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. છેલ્લા એક વર્ષથી વીજપોલનું મેઈન્ટેઈન થયું નહી હોવાની અને બનાવ વખતે પણ તેના વાયરો ખુલ્લા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેથી તંત્રની બેદરકારીના કારણે જ નિર્દોષ બાળકોનો ભોગ લેવાઇ ગયો તેવો આક્રોશ સ્થાનિકોમાં ઉઠવા પામ્યો હતો. આ સમગ્ર મામલે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ બીજીબાજુ, બંને બાળકોના પરિવારજનો અને સ્વજનોએ આ માનવસર્જિત દુર્ઘટના હોવાથી તેમના ઘરના ચિરાગ બુઝાઇ ગયા છે અને તેથી આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવાર હોય તે તમામની વિરૂધ્ધમાં તાત્કાલિક આકરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here