Sunday, September 27, 2026
HomeGujaratમોડાસામાં કરુણા હેલ્પ લાઈનની સમયસર મદદ ના મળતા અકસ્માતનો ભોગ બનેલી બે...

મોડાસામાં કરુણા હેલ્પ લાઈનની સમયસર મદદ ના મળતા અકસ્માતનો ભોગ બનેલી બે ગાય રઝળી: જીવદયા પ્રેમીઓમાં રોષ

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા પ્રજાજનો માટે આફત સર્જી રહી છે. પશુપાલકોએ રેઢિયાળ મૂકી દીધેલી ગાયના ધણને મોડાસા મખદૂમ ચોકડી નજીક એસટી બસ અને ટ્રકે અડફેટે લઈ અકસ્માત સર્જતાં બે ગાયોના પગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.

મોડાસાના જાગૃત નાગરિકે બંને ઈજાગ્રસ્ત ગાયને સારવાર મળી રહે તે માટે કરુણા હેલ્પ લાઈન ૦૭૯-૧૯૬૨ પર વારંવાર સંપર્ક કરતા થોડી મિનિટો પછી લાગેલા કોલ પછી હેલ્પલાઈન સેન્ટરમાંથી હાલ કરુણા એમ્બ્યૂલન્સ મોડાસાથી દૂર હોવાનો જવાબ મળતા જાગૃત નાગરિકે ગંભીર ઈજાગ્રસ્ત બંને ગાયને તાત્કાલિક સારવારની જરૂર હોવાનું જણાવતા હેલ્પલાઈન સેન્ટરના જવાબદાર કર્મચારીએ અમારું કામ ફક્ત કોલ સાંભળવાનું છે કહી રોકડું પરખાવતા જાગૃત નાગરિક સહીત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમયસર સારવારના અભાવે દર્દથી કણસતી ગાયો જોઈ જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો લોકોએ કરુણા હેલ્પલાઈન અને નગરપાલિકા તંત્રના નિષ્ફળ વહીવટ સામે સોશ્યલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો અને રસ્તે રઝળતા પશુઓને પાંજરે પુરાવા માંગ કરી હતી.

રાજ્ય સરકારે થોડા મહિના અગાઉ ઘાયલ પશુ-પક્ષીઓને સ્થળ પર સારવાર મળી રહે તે માટે કરુણા હેલ્પલાઈનની શરૂઆત જોરશોરથી ભારે જાહેરાતો વચ્ચે કરવામાં આવી હતી કરુણા હેલ્પલાઈન એમ્બ્યૂલન્સ અરવલ્લી જિલ્લામાં ફાળવવામાં આવતા અને શરૂઆતમાં દિવસોમાં મદદરૂપ બનતા પ્રજાજનોમાં આનંદ છવાયો હતો પરંતુ કેટલીક વાર ૦૭૯-૧૯૬૨ પર સતત સંપર્ક કરવા છતાં કોલ ન લાગતા ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સમયસર સારવાર ન મળતા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here