Friday, July 17, 2026
HomeAhmedabadડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

 લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા

અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર ઓળખાવી, એક યુવતીને લગ્નની જાળમાં ફસાવીને હજારો રૂપિયા પડાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ વધુ પડતી લાલચના કારણે તેનો ભાંડો ફૂટી ગયો છે. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી નકલી PSIની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.મૂળ રાજકોટની અને હાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહીને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી 35 વર્ષીય યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી. આ માટે તેણે બમ્બલ નામની ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું.

યુવતીને ફસાવવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોલીસની વર્દીવાળા ફોટા મૂક્યા હતા અને બાયોમાં ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યોરિટી ઓફિસર લખ્યું હતું. જેથી યુવતી સરકારી નોકરીયાત અને તે પણ પોલીસ અધિકારી તેથી લલચાઇને યુવતી સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે વાતો શરૂ થઇ હતી.79 હજાર રૂપિયા મેળવ્યા બાદ નકલી PSIની લાલચ વધી ગઈ. તેણે એ જ રાત્રે નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને યુવતી પાસે વધુ 60 હજાર રૂપિયા તેમજ તેના અંગત ઓળખપત્રો (આધારકાર્ડ અને પાનકાર્ડ) માંગ્યા હતા. અચાનક જ પૈસા અને સરકારી દસ્તાવેજોની માંગણી થતાં યુવતીને શંકા ગઈ હતી. તેણે પોતાની રીતે ખાનગીમાં તપાસ કરાવી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતીની તપાસમાં સામે આવ્યું કે, રોકી પંચાલનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. તે પોલીસ વિભાગમાં કોઈ જ નોકરી કરતો નથી અને માત્ર ઠગાઈ કરવા માટે નકલી ઓફિસર બન્યો હતો. પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં જ યુવતીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હિમાંશુ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here