Friday, July 17, 2026
HomeAhmedabadઅમદાવાદમાં ડેન્ગ્યુ સામે તૈયારી: શહેરમાં ડેન્ગ્યુ સિઝનની શરૂઆત વચ્ચે વહેલી તપાસ શા...

અમદાવાદમાં ડેન્ગ્યુ સામે તૈયારી: શહેરમાં ડેન્ગ્યુ સિઝનની શરૂઆત વચ્ચે વહેલી તપાસ શા માટે મહત્વપૂર્ણ છે

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

મોસમી પરિસ્થિતિઓ મચ્છરના પ્રજનન માટે અનુકૂળ બનતાં ડોક્ટર્સે અમદાવાદના નાગરિકોને સતત આવતો તાવ સામાન્ય વાયરસજન્ય બીમારી સમજીને તેની અવગણના ન કરવા અપીલ કરી

અમદાવાદમાં એવા મોસમી સમયગાળાની શરૂઆત થઈ રહી છે જ્યારે સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં ડોક્ટર્સે નાગરિકોને સાવચેત રહેવા અને સતત રહેતા તાવને “સામાન્ય વાયરલ ઇન્ફેક્શન” સમજીને અવગણના ન કરવા અનુરોધ કર્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને તે બાદ ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાતો હોય છે, પરંતુ તબીબી નિષ્ણાંતોનું કહેવું છે કે મોસમી પરિવર્તનના આ તબક્કામાં સજ્જતા અને વહેલી તકે તપાસ કરાવવાથી ગંભીર જટિલતાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

“અમદાવાદમાં ડેન્ગ્યુની સિઝનની શરૂઆત સાથે અમે સૌથી સામાન્ય જે ચિંતા જોીએ છીએ તે મોડું ટેસ્ટિંગ કરાવવાની છે, કારણ કે દર્દીઓ સતત રહેતા તાવને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન માની લે છે. ડેન્ગ્યુના લક્ષણો શરૂઆતના તબક્કામાં અનેક મોસમી બીમારીઓ જેવા હોઈ શકે છે, તેથી સમયસર નિદાનાત્મક તપાસ કરાવવી જરૂરી બની જાય છે, જેથી ડોક્ટર્સ વિવિધ ચેપ વચ્ચે ભેદ કરી શકે અને દર્દીઓનું યોગ્ય રીતે મોનિટરીંગ કરી શકે. અમે લોકોને સલાહ આપીએ છીએ કે જો તાવ બે થી ત્રણ દિવસથી વધુ સમય સુધી રહે, ખાસ કરીને તે સાથે શરીરમાં ભારે દુઃખાવો, અસામાન્ય થાક અથવા નબળાઈ હોય, તો તેને અવગણવો નહીં,” એમ અમદાવાદ સ્થિત ન્યુબર્ગ સુપ્રાટેક લેબ્સના ટેકનિકલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ડો. આકાશ શાહે જણાવ્યું હતું.

બીજી એક સામાન્ય ગેરસમજ એ છે કે માત્ર પ્લેટલેટની સંખ્યા જ રોગની ગંભીરતા નક્કી કરે છે. ડોક્ટર્સ ચેતવણી આપે છે કે માત્ર પ્લેટલેટ લેવલ પર આધાર રાખવાથી સારવારમાં મોડું થઈ શકે છે, કારણ કે ડેન્ગ્યુની ગંભીરતા અનેક ક્લિનિકલ અને લેબોરેટરી સંકેતો પર આધારિત હોય છે. યોગ્ય મોનિટરીંગ અને જટિલતાઓથી બચવા માટે સમયસર તબીબી મૂલ્યાંકન અને માર્ગદર્શન અત્યંત જરૂરી છે.

અમદાવાદમાંથી પ્રાપ્ત નાગરિક આરોગ્ય સંબંધિત આંકડા મુજબ, શહેરમાં જાન્યુઆરીથી નવેમ્બર 2025 દરમિયાન ડેન્ગ્યુના 1,459 કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે ચોમાસા અને ચોમાસા બાદના સમયગાળામાં મચ્છરજન્ય રોગોની મોસમી સમસ્યા પ્રદેશમાં યથાવત રહી હતી. આ માહિતી ગુજરાતના શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને વરસાદ, ભેજ અને પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિ દરમિયાન ડેન્ગ્યુ ફેલાવવા માટે વારંવાર જોવા મળતી પેટર્ન દર્શાવે છે.

ડેન્ગ્યુના મોસમી વધારા દરમિયાન તેને મેનેજ કરવામાં સૌથી મોટો પડકાર મોડું નિદાન થવાનું છે, કારણ કે શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ બીમારીઓ જેવા જ હોય છે. તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, થાક, નબળાઈ, ઉબકા અને સામાન્ય અસ્વસ્થતા જેવા લક્ષણોને લોકો ઘણીવાર સામાન્ય મોસમી ચેપ સમજી લે છે, જેના કારણે ઘણા લોકો ડોક્ટરની સલાહ લેવામાં મોડું કરે છે અથવા પોતે જ દવા લેવાનું શરૂ કરે છે.

ડોક્ટર્સનું કહેવું છે કે વહેલી તપાસ એટલા માટે જરૂરી બને છે કારણ કે ડેન્ગ્યુના પ્રારંભિક તબક્કામાં ગંભીર ચેતવણીજનક લક્ષણો દેખાતા નથી, જેના કારણે તેને અન્ય વાયરસજન્ય તાવથી અલગ ઓળખવું મુશ્કેલ બની શકે છે. સામાન્ય માન્યતાથી વિપરીત, લોકોને લક્ષણો વધુ ગંભીર બને અથવા પ્લેટલેટની સંખ્યા ઘટે તેની રાહ જોવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે.

અમદાવાદના હવામાનમાં વચ્ચે વચ્ચે વરસાદ, વધતો ભેજ, તાપમાનમાં ફેરફાર અને પાણી ભરાઈ રહેવાની સ્થિતિ જોવા મળતી હોય છે જે મચ્છરના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. બાંધકામ ચાલી રહ્યું હોય તેવા સ્થળો, ઓવરહેડ પાણીની ટાંકી, કૂલર, ફૂલદાની તેમજ રહેણાંક વિસ્તારોની આસપાસ ભરાયેલું સ્થિર પાણી શહેરી વિસ્તારોમાં મચ્છરોના મુખ્ય પ્રજનન કેન્દ્રો તરીકે યથાવત્ રહ્યા છે.
 

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here