Friday, June 26, 2026
HomeGujaratAhmedabadચેતવણી: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોત

ચેતવણી: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

અમદાવાદ : હાલ કોરોનાકાળમાં સેનેટાઇઝરનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29મીનાં રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો. આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ભીંડમાં હોળીના દિવસે ડ્રાય ડે હોવાથી શહેરમાં દારૂ મળ્યો ન હતો. જેથી 3 મિત્રોએ દારૂ ન મળતા નશો કરવા માટે સેનેટાઇઝર પી લીધું હતું. આવી બેદરકારીને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ત્રીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટના ભીંડના ચતુર્વેદી નગરની છે. અહીં રહેતા રિંકુ લોધી, અમિત રાજપૂત અને સંજુએ હોળીના દિવસે પાર્ટી કરી હતી. ડ્રાય ડેને કારણે આ લોકોને દારૂ ન મળી શક્યો, ત્યારબાદ ત્રણેય બે બોટલ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here