બાળકોને કોરોના થાય ત્યારે શું કરવું?: પેરેન્ટ્સે ગભરાવવું નહીં, માસ્ક અને ડાયટ ઉપરાંત આટલી વાતોનું ચોક્કસ ધ્યાન રાખો

0
29
કેલરીથી ભરપૂર ડાયટ આપવું જોઈએ જેથી એનર્જી મળે
કેલરીથી ભરપૂર ડાયટ આપવું જોઈએ જેથી એનર્જી મળે

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્રીજી લહેર બાળકો માટે પહેલાં કરતાં વધારે જોખમી છે. આ લહેરમાં બાળકો પણ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. એક્સપર્ટે કહ્યું, પ્રથમ અને બીજી લહેરમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા પણ તેમની બોડી ગ્રોથ પીરિયડમાં હોય છે, આથી તેઓ આ બીમારી પર ઝડપથી જીત મેળવી લે છે તેમના પર વધારે અસર થતી નથી. જો કે, ત્રીજી લહેરમાં વધારે બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. આને લીધે ચિંતા વધી ગઈ છે. જે બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો દેખાતા હોય કે પછી પોઝિટિવ આવવા પર કોઈ લક્ષણ ના દેખાય તો તેમની સારવાર ઘરે પણ કરી શકાય છે.

ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે જોખમ
સ્વાસ્થ્ય વિભાગના સ્ટેટ કોવિડ રિપોર્ટમાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાંની સરખામણીએ બીજા અઠવાડિયાંમાં 0થી 9 વર્ષના બાળકો 4 ગણા વધારે સંક્રમિત મળ્યા છે. કોરોના પોઝિટિવ બાળકોને સ્વસ્થ કરવાની સાથોસાથ ડાયટ પણ જરૂરી છે. સારી ડાયટ અને હેલ્ધી વસ્તુઓથી બાળક જલ્દી સ્વસ્થ થઈ શકે છે અને વાઈરસથી થતા નુકસાનને ઓછું કરી શકાય. તો જાણીએ , કોરોના પોઝિટિવ બાળકોને ડાયટમાં શું આપવું અને તેમની દેખભાળ કેવી રીતે કરવી?

પોતે માસ્ક પહેરવાની આદત પાડો
જો તમારા ઘરમાં કોઈ બાળક હોય તો સૌથી પહેલાં તમારે તૈયારી કરવાની જરુર છે. એક્સપર્ટે કહ્યું, બાળકોએ માસ્ક પહેરવાની આદત પાડી દેવી જોઈએ. વારંવાર હાથ ધોવાની અથવા સેનિટાઈઝ કરવાની આદત પાડો. નાના બાળકો માસ્ક ના પહેરતા હોય તો મોટાએ માસ્ક પહેરીને રાખવા જોઈએ. મોટાને જોઈને તે પણ કોપી કરશે. ભીડવાળી જગ્યાએ રમવા ના મોકલવા જોઈએ. બાળકો સાથે ઇન્ડોર ગેમ રમવી જોઈએ.

બાળક કોરોના પોઝિટિવ હોય તો તેમને ઘરમાં એક રૂમમાં આઈસલેટ કરવા કઠિન છે. મોટા અને ટીનેજર્સ એકલા રૂમમાં રહે છે પણ નાના બાળકોને ડર લાગે છે. આથી તેમની સાથે ઘરનું કોઈ એક મેમ્બર ડબલ માસ્ક પહેરીને સાથે રહી શકે છે.

ગભરાવવું નહીં
મિત્રો અને પરિવારથી અલગ એક રૂમમાં એકલા રહેવાને લીધે બાળક ગભરાઈ શકે છે. આ ઉપરાંત કોઈ પણ વસ્તુ અડવાની ના પાડવાથી પણ તેઓ ડરી જાય છે. તેમને પ્રેમથી સમજાવો. તેમના માટે આજુબાજુ રમકડાં અને બુક્સ મૂકો. બાળકોને ઇન્ફેક્શન વિશે પ્રેમથી સમજાવો.