Friday, August 7, 2026
HomeNew Delhiસમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ ફોટોશૂટની ઐતિહાસિક સિદ્ધિ...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ ફોટોશૂટની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી જ અમારું આ જ સપનું હતું અને ગિનીસ રેકોર્ડ એ દિશામાં એક ઐતિહાસિક કદમ છે.”

દેશની સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ઘડિયાળ ઉત્પાદક કંપની ટાઈટન વોચિઝે, કઠિન પરિસ્થિતિઓ ધરાવતા સમુદ્રના પેટાળમાં પાણીના પ્રચંડ દબાણ વચ્ચે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ટાઇટને પાણીની અંદર 52.1 મીટરની ઉંડાઈએ વિશ્વનું સૌથી ઊંડું અંડરવોટર પ્રોડક્ટ ફોટોશૂટ કરીને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ નોંધાવ્યો છે. આ ફોટોશૂટમાં, માત્ર 1000 નંગની લિમિટેડ એડિશન ધરાવતી ટાઇટનની વિશિષ્ટ ‘ઝીરો અવર 500M’ ઓટોમેટિક ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિએ ઘડિયાળની મજબૂતી અને તેની ચોકસાઈને વૈશ્વિક સ્તરે ફરી એકવાર સાબિત કરી છે.

થાઈલેન્ડના ફૂકેતમાં આવેલા રાચા નોઈ ટાપુ પાસેના ખુલ્લા સમુદ્રના વિશાળ વિસ્તારમાં, જ્યાં પાણીમાં ડૂબકી મારવી  એ સહનશક્તિ અને એન્જિનિયરિંગ ક્ષમતાની પરીક્ષા સમાન ગણાય છે, ત્યાં પાંચ સર્ટિફાઇડ ટેકનિકલ ડાઇવર્સની એક ટીમ ચોકસાઈ અને શ્રેષ્ઠ પ્રદર્શનની ક્ષમતા પુરવાર કરવા માટે નીકળી હતી. આ પાંચ પ્રોફેશનલ ડાઇવર્સની ટીમે માત્ર સાત મિનિટમાં 50 મીટર અને પછી છેક 52.1 મીટરની ઉંડાઈ સુધી ડૂબકી મારી, દરિયાના જોખમી મોજાં અને ભારે દબાણ વચ્ચે માત્ર 20 મિનિટમાં ખાસ કેમેરાઓ વડે ટાઇટન ઘડિયાળનું અંડરવોટર શૂટિંગ પૂરું કરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો.

ટાઇટન કંપની લિમિટેડના વોચીસ ડિવિઝનના સીઈઓ કુરુવિલા માર્કોસે આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, ” ભારતની બનેલી ઘડિયાળો દુનિયાના કોઈ પણ ખૂણે ટક્કર આપી શકે છે તેવા અતૂટ વિશ્વાસ સાથે ઝીરો અવર ઘડિયાળનું નિર્મામ કરાયું હતું. ISO 6425 કમ્પ્લાયન્સ અને PADI વેલિડેશનથી લઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સુધીની અમે મેળવેલી દરેક સિદ્ધિ એ એન્જિનિયરિંગ, નવીનતા અને કારીગરીના સુમેળનું પરિણામ છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે બોલીને નહીં, પણ કામ કરીને બતાવ્યું છે. જેમ જેમ અમે અમારી ક્ષમતાઓ વધારી રહ્યા છીએ, તેમ તેમ આવી સિદ્ધિઓ વૈશ્વિક સ્તરે ભારતીય ઘડિયાળ નિર્માણને એક નવી ઊંચાઈએ લઈ જવાના અને વૈશ્વિકસ્તરના પર્ફોર્મન્સ

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી જ અમારું આ જ સપનું હતું અને ગિનીસ રેકોર્ડ એ દિશામાં એક ઐતિહાસિક કદમ છે.”

ચાલુ વર્ષના પ્રારંભમાં લોન્ચ કરાયેલી, ‘ઝીરો અવર’ એ ટાઇટનની ખાસ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ વોચ સબ-બ્રાન્ડ છે, જેમાં ડાઇવર્સ કલેક્શન એ તેની શરૂઆત છે. ઝીરો અવર એ કોઈ પણ સાહસ શરૂ થાય તે પહેલાંની એ નિર્ણાયક ક્ષણ દર્શાવે છે, જ્યાં ચોકસાઈ અને વિશ્વસનીયતામાં ભૂલને કોઈ સ્થાન નથી હોતું. ખુલ્લા સમુદ્રની વિકટ પરિસ્થિતિઓમાં અત્યાર સુધીનું સૌથી ઊંડું અંડરવોટર પ્રોડક્ટ ફોટોશૂટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને બ્રાન્ડે પોતાની આ ફિલોસોફી અને નામને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

ટાઇટન ઝીરો અવર કલેક્શનમાં કુલ 12 શાનદાર ઘડિયાળોનો સમાવેશ થાય છે. આ ઘડિયાળો 100 મીટરથી લઈને છેક 500 મીટર સુધીની ઊંડાઈમાં પણ પાવરફુલ પર્ફોર્મન્સ આપે છે. તેની કિંમત ₹15,795થી શરૂ થઈને ₹77,995 સુધી છે. આ કલેક્શન ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ, જાણીતાં મોલ્સ, પ્રીમિયમ ઘડિયાળની દુકાનો, ઓનલાઇન શોપિંગ સાઇટ્સ અને તેમની ઓફિશિયલ વેબસાઇટ www.titan.co.in પરથી ખરીદી શકાય છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here