Friday, September 25, 2026
HomeAhmedabadપશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે તા. 14 અને 15 મે, 2026 દરમિયાન ભાવનગર મંડળના બોટાદ–ભાવનગર ખંડનું વિગતવાર સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલ સંરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 14 મે, 2026ના રોજ અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે બોટાદથી ભાવનગર પરા સુધી વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું અને માર્ગમાં રેલ પાટા, સિગ્નલ તથા અન્ય સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કર્યું.
આ જ દિવસે તેમના હસ્તે ભાવનગર પરામાં નવનિર્મિત ટાઇપ-5 રેલવે આવાસોની (5 એકમો) લોકાર્પણ વિધિ યોજાઈ. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
નિરીક્ષણ દરમિયાન તેમની સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તથા મંડળના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ અપર મહાપ્રબંધકે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે મંડળ રેલ પ્રબંધક કચેરીમાં શાખા અધિકારીઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિકાસ કાર્યો, સંરક્ષા ઉપાયો તથા સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી. સાથે સાથે નવનિર્મિત મંડળ કચેરીના ભવનનું પણ અવલોકન કર્યું.
તા. 15 મે, 2026ના રોજ શ્રી પ્રદીપ કુમારે બોટાદ રેલવે સ્ટેશનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પર ઉપલબ્ધ સંરક્ષા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. આ જ દિવસે તેમના હસ્તે બોટાદ ખાતે નવનિર્મિત રેલવે સુરક્ષા બલ (RPF) કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. નિરીક્ષણ સમયે મંડળના સંબંધિત શાખા અધિકારીઓ પણ હાજર રહ્યા.
આ બે દિવસીય નિરીક્ષણ દરમિયાન અપર મહાપ્રબંધકે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને ભાવનગર મંડળમાં આધુનિક સુવિધાઓના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને યાત્રી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here