Friday, June 5, 2026
HomeAhmedabadવડાપ્રધાનની જાહેર અપીલને અનુસરીને દેશનાં આર્થતંત્રને સદ્ધર બનાવી, સાચાં નાગરિક બનીએ!

વડાપ્રધાનની જાહેર અપીલને અનુસરીને દેશનાં આર્થતંત્રને સદ્ધર બનાવી, સાચાં નાગરિક બનીએ!

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુરુવારે ભાવનગરમાં 45.2 જેટલું તાપમાન નોંધાયું, અને કોઈ દિવસ નહીં અને એ દિવસે જ ભર બપોરે બહાર જવાનું થયું! સ્વભાવ તો અતિશય લાગણીશીલ છે જ, અને ઘરમાં જ રહેવાનું હોય ચામડી પણ સેન્સેટિવ હોય, એટલે આગમાં રીંગણા શેકાયાં હોય એવું લાગ્યું. તાપમાન આ જ રીતે હવે દર વર્ષે વધતું જ રહેવાનું, અને જેને માથે છત નથી એનું બિચારા નું શું થશે? એ વિચારે ઘરે આવ્યાં પછી પણ તા
સંતાપ રહ્યો! અંદર તો આમપણ દરેકને કોઈને કોઈ પ્રકારનો સંતાપ હોય જ છે! આમ સ્વ અને સંવેદના નાં ઉંચક નીચક પર ચાલતી જીંદગી હવે સુરક્ષિત અને સુવિધા ભરી નહીં રહે! એ વિચાર પણ વસમો છે! એટલી હદે હવે આપણને સુખ સુવિધાની આદત પડી ગઈ છે. વિજ્ઞાન વિકાસે માનવીની પ્રકૃતિને આળસુ બનાવી દીધો છે, અને એટલે યુવાનો પણ અત્યારે વ્હાઈટ કોલર જોબ શોધતા હોય છે, જેમાં એસી માં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય! જોકે આખો દિવસ કોમ્પ્યુટર સાથે મગજમારી કરવી એ પણ સહેલું તો નથી જ! પણ યુવક યુવતી બંનેમાં શ્રમનું મહત્વ ઓછું થતું જાય છે, એમાં કોઈ બે‌મત નથી. એકબાજુથી ઈઝરાયેલ ઈરાન નું યુદ્ધ અટકાવવાનું નામ લેતું નથી. અમેરિકાએ ભારતનું અર્થતંત્ર તોડવા માટે ખૂબ ઊંડું રાજકારણ રચ્યું છે! અને આ હોર્મુઝનો દરિયાઈ માર્ગે આવતા આપણાં સમુદ્રી જહાજોની અનિયમિતતા વધતી જાય છે! ઉપરથી હવે ક્રુડ ઓઈલનો જથ્થો મેળવવો આર્થિક રીતે પણ મોંઘુ પડતું જાય છે! આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં! એ મુજબ આપણાં વડાપ્રધાન એ જનતાને અમુક વસ્તુઓ વિવેકથી કે કરકસરથી વાપરવાની અપીલ કરી છે! તો આપણે આજે એની પર વાત કરીશું! કારણ કે પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સેલ અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં, ભારતે ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર 144 બિલિયન અમેરિકન ડૉલરનો ખર્ચ થયો.

પીએમ મોદીએ ભારતીયોને પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવાં, સોનું ખરીદવાનું ટાળવાં અને એક વર્ષ સુધી રસોઈ માટેનું તેલ ઓછું વાપરવાની સાથે, આ સમયગાળા દરમિયાન લોકોને વિદેશયાત્રા ટાળવાની પણ અપીલ કરી.
ભારતીય જનતા પાર્ટીનાં અનેક નેતાઓએ પીએમનાં ભાષણને શૅર કર્યું અને તેમની અપીલનો પુનરોચ્ચાર કરી પોતાની સહમતી દર્શાવી આ વાતને પૂર્ણ ટેકો આપ્યો.

અન્ય ક્ષેત્રોમાં મહાનુભાવોએ વડા પ્રધાનનાં ભાષણને ટાંકીને કહ્યું કે આવનારાં દિવસો હજી પણ વધુ કટોકટી ભર્યા આવશે, એવું વિચારીને ભારતને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું જોઈએ. તેમજ વિપક્ષે પોતાની ટેવ મુજબ સરકારને નિષ્ફળ ગણાવી અને કહ્યું કે ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિને સરકાર યોગ્ય રીતે હૅન્ડલ કરી શકી નહીં ,અને એટલે આ મુશ્કેલીને સંભાળવાની જવાબદારી જનતાનાં ખભા પર નાખવાનો આરોપ લગાવ્યો.

હર હંમેશની જેમ સોશિયલ મીડિયા પર પણ લોકો વડાપ્રધાનનાં આ નિવેદન પર જાતજાતની ટિપ્પણી કરી રહ્યાં છે! કોઈ એમનાં નિવેદનને આવકારે છે, તો કોઈ ખોટાં ડરાવે છે, તો કેટલાંક લોકો વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સંકટને જનતાથી કેમ છુપાવવામાં આવ્યું એવો પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે! અને આવાં સંકટનાં સમયે સરકારે હાર જીતને મહત્વ દીધાં વગર જનતાને ચેતવી દેવી જોઈએ! આ ઉપરાંત નેતાઓ ગાડીઓના કાફલા વગર નીકળતા નથી! અને બેફામ પેટ્રોલ ડીઝલ નો ધૂમાડો કરે છે! પહેલાં એની પર કાપ મૂકો ! અને આ વાત થોડેઅંશે વિચારવાં જેવી પણ ખરી.

ઈરાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ વધુ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, “ભારત પાસે ક્રૂડઑઇલના મોટા મોટા કુવા નથી. આપણે બીજા દેશોમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસની આયાત કરવી પડે છે. યુદ્ધને કારણે, સમગ્ર વિશ્વમાં પેટ્રોલ, ડીઝલ, ગૅસ અને ખાતરનાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, અને આસમાને પહોંચી ગયા છે. પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે, એમનાં દેશમાં લોટનાં પણ રુપિયા નથી! એવું બધું અખબારોમાં પ્રકાશિત થાય છે.

વડા પ્રધાને પોતાના ભાષણમાં લોકોને એક વર્ષ સુધી સોનું ખરીદવું નહીં એવી અપીલ કરી.
તેમણે કહ્યું, “સોનું ખરીદવું એ વધુ એક પાસું છે, જેમાં વિદેશી ચલણનો ઘણો ઉપયોગ થાય છે. એક સમય હતો જ્યારે લોકો સંકટટાણે દેશહિતમાં સોનું દાન કરતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં, આપણે નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી, ઘરે કોઈ પ્રસંગ હોય, તો આપણે સોનાનાં ઘરેણાં નહીં ખરીદીએ.”

“આપણે સોનું નહીં ખરીદીએ. આપણી દેશભક્તિ આપણને વિદેશી હુંડિયામણ બચાવવાનો પડકાર ફેંકી રહી છે, અને આપણે એ સ્વીકારવું પડશે અને વિદેશી હુંડિયામણ બચાવવું પડશે.”ભારત મોટા પ્રમાણમાં ક્રૂડઑઇલ અને સોનું બંને આયાત કરે છે. તેથી, તેને ખરીદવા માટે વધુ વિદેશી ચલણ મોટેભાગે ડૉલરની જરૂર પડશે. આનાથી રૂપિયો નબળો પડશે, જેના કારણે ભારતીય અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે, અને ફુગાવો વધવાની શક્યતા રહે.

જ્યારે ફૉરેક્સ એટલે વિદેશી હુંડિયામણ લેવાં માટેનું જે બજેટ નક્કી થયું હોય એમાં ઘટ પડે, ત્યારે સરકારની ચિંતા બે સ્તરની હોય છે. કે
ક્રૂડઑઇલની આયાત અને સોનાની આયાત જો ઘટે તો આ બજેટમાં આપણો‌ ગુજારો થઈ જાય! અને એવી આશા સાથે વડા પ્રધાને ક્રૂડઑઇલની સાથોસાથ એક વર્ષ સોનું ખરીદવું નહીં એવું કહ્યું. હોર્મુઝની નાકાબંધી લાંબા સમય સુધી ચાલુ રહે અને જો ક્રૂડઑઇલના ભાવ 110 અથવા 120 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ જળવાઈ રહે તો, રાજકોષીય ખાધ વધતું જ જાય ,અને એકંદરે અર્થતંત્ર પર તેની અસર પડે.

ભારત મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, ખનિજ ઇંધણ, સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ, ઈલેક્ટ્રોનિક સાધનો, મશીનરી, દવાઓ, રસાયણ, અને ખાતર, જેવી વસ્તુઓની આયાત કરે છે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર વખતે આપણે આપણી ડિફેન્સ સીસ્ટમ માટેનાં સાધનોની સક્ષમતા જોઈ હતી! અને એ રીતે સરહદોની સુરક્ષા વધારવા પણ આપણે વિદેશી હૂંડિયામણ લેવું પડે છે! આ ઉપરાંત ભારતીય સમાજ પણ વિદેશી બ્રાન્ડનો શોખીન થતો જાય છે, એટલે એ રીતે પણ આપણું નાણું વિદેશોમાં ચાલ્યું જાય છે! પહેલાંનાં સમયમાં સાયકલ પણ રોજની નહીં વેચાતી હોય, એ રીતે પૂરા ભારતમાં રોજની લાખોની સંખ્યામાં સ્કૂટર, બાઈક, અને મોંઘી મોંઘી ગાડીઓ વહેંચાય છે! અતિ મોંઘા સોના ચાંદી અને સાચાં હીરા પણ સ્ટેટ્સનો વિષય થતો જાય છે, અને દર વર્ષે ભારત 700 થી 800 ટન સોનું વિદેશમાંથી ખરીદે છે, અને એ રીતે સોનું ચાંદીની ખરીદીથી આપણાં રુપિયા વિદેશમાં જાય અને રુપિયાનું અવમૂલ્યન થાય છે. સર્વે કરવામાં આવે તો ભારતનાં મંદિરો અને ઘરમાંથી જો સોનું ભેગું કરીએ તો વિદેશની સરકાર પાસે પણ આટલું સોનું નહીં હોય! કારણ કે ભારતીય કાયદા મુજબ સોનાને સ્ત્રી ધન, કહેવાય,એટલે ભારતીય સ્ત્રી સોનાને સ્ત્રી સંકટ સમયની સાંકળ માનીને પણ ખરીદે! પરંતુ અત્યારે આપણી ગમે તેટલી હેસિયત હોય, આપણાં સ્ટેટ્સને એક બાજુ મૂકીને, રાષ્ટ્ર માથે આવેલા સંકટનું વિચારીને આ નિવેદનને પૂરેપુરુ સમજીને અનુસરી ભારતીય અર્થતંત્રને સક્ષમ બનાવી આપણી નાગરિક તરીકેની ફરજ બજાવીએ. જય હિન્દ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here