રાહુલ ગાંધી બાદ કૉંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ પણ લૉક, કૉંગ્રેસે કહ્યું- અમે લડીશું

0
11
કૉંગ્રેસ પાર્ટીએ આપણા દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. ફક્ત સત્ય, અહિંસા અને લોકોની ઇચ્છાથી પરિપૂર્ણ. અમે ત્યારે પણ જીત્યા હતી,
કૉંગ્રેસ પાર્ટીએ આપણા દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. ફક્ત સત્ય, અહિંસા અને લોકોની ઇચ્છાથી પરિપૂર્ણ. અમે ત્યારે પણ જીત્યા હતી,

કૉંગ્રેસે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, “અમે કૉંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, લડતા રહીશું.

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લૉક થવાની ઘટના બાદ ગુરુવારે કૉંગ્રેસ પાર્ટીનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પણ લૉક થઈ ગયું છે. આ જાણકારી કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. આ સાથે જ પાર્ટીએ સ્ક્રિનશૉટ પણ શેર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તે ફરી જીતશે. સાથે જ પાર્ટીએ ફેસબુક પર પણ લખ્યું છે કે, “અમે લડીશું, લડતા રહીશું.કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર આ અંગે લખ્યું છે. કૉંગ્રેસ પાર્ટીએ લખ્યું છે કે, “જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે ડર્યાં ન હતા. ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ખાક ડરીશું. અમે કૉંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, અમે લડતાં રહીશું.”કૉંગ્રેસે વધુમાં લખ્યું છે કે, “જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવો ગુનો છે તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિન્દ…સત્યમેવ જયતે.”કૉંગ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “રિમાઇન્ડર: કૉંગ્રેસ પાર્ટીએ આપણા દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. ફક્ત સત્ય, અહિંસા અને લોકોની ઇચ્છાથી પરિપૂર્ણ. અમે ત્યારે પણ જીત્યા હતી, અમે ફરીથી જીતીશું.”ટ્વિટર તરફથી રાહુલ ગાંધીના એકાઉન્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવાના સમાચાર વચ્ચે કૉંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો છે કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક માનિકરામ ટાગોર, આસામ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તથા મહિલા કૉંગ્રેસ અધ્યક્ષા સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાનો શિકાર નવ વર્ષની બાળકીના પરિવાર સાથેની તસવીર પોસ્ટ કરી હતી. રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે રાહુલ ગાંધીના ટ્વીટનું સંજ્ઞાન લઈને ટ્વિટરને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કૉંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.