દેશના કેટલાય ભાગોમાં એરટેલની સેવા ઠપ્પ, કંપનીએ ગ્રાહકોની માફી માંગી

0
9
DownDetector મુજબ આ આઉટેજના કારણે દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એરટેલ યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે
DownDetector મુજબ આ આઉટેજના કારણે દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એરટેલ યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે

ડિજિટલ યુગમાં લોકોનો મોબાઇલનો વપરાશ અત્યંત વધી ગયો છે. માત્ર અંગત ઉપયોગ માટે નહીં, પણ રુટિન ઓફિસ વર્ક માટે પણ હવે મોબાઇલ અત્યંત જરૂરી થઈ ગયા છે. અને મોબાઇલ જેટલું જ જરૂરી ઇન્ટરનેટ છે. તેમાં ઇન્ટરનેટની સુવિધામાં અડચણ આવે તો ઓફિસ વર્કમાં સમસ્યા પેદા થાય છે. શુક્રવારે દેશમાં એરટેલના યૂઝર્સને કેટલીક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો. એરટેલ બ્રોડબેન્ડ અને મોબાઇલ ગ્રાહકોએ શુક્રવારે સોશિયલ મીડિયા ઉપર નેટવર્ક ડાઉન થવાની ફરિયાદ કરી.

નેટવર્ક ડાઉન થવાના કારણે એરટેલની ફાઇબર ઇન્ટરનેટ સર્વિસ અને મોબાઇલ ઇન્ટરનેટની સેવા ઉપર પણ ખરાબ અસર પડી. ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર મુજબ આ આઉટેજના કારણે દેશના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.DownDetectorનું માનીએ તો એરટેલ યૂઝર્સને શુક્રવારે 11 વાગ્યાથી ઇન્ટરનેટ સંબંધી સમસ્યાઓ આવી હતી. કહી દઈએ કે આ આખા મામલામાં એરટેલે ટ્વીટ કરીને આઉટેજની પુષ્ટિ કરી છે. તેની સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે એરટેલના નેટવર્ક સાથે થયેલી ગરબડને સોલ્વ કરી લીધી છે અને હવે તમામ સેવા યોગ્ય રીતે ચાલી રહી છે.એરટેલે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોની માફી માંગતા કહ્યું કે, અમારી ઇન્ટરનેટ સેવાઓમાં થોડા સમય માટે સમસ્યા આવી હતી અને તેનાથી તમને થયેલી અસુવિધાઓ માટે અમને ખેદ છે. હવે બધું જ યથાવત થઈ ગયું છે કેમ કે અમારી ટીમ અમારા ગ્રાહકોને સહજ અનુભવ આપવા માટે કામ કરે છે.