Thursday, October 15, 2026
HomeIndiaએમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ. 3,131.9 કરોડ થઈ,...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ. 3,131.9 કરોડ થઈ, ચોખ્ખો નફો 79 ટકા વધીને રૂ. 762.3 કરોડ થયો

Date:

Related stories

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE: EMMVEE, BSE: 544608) આજે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા અને છ મહિનાના ગાળા માટેના તેના કન્સોલિડેટેડ અનઓડિટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં કંપનીની કામગીરીમાંથી થતી આવક 45.1 ટકા વધીને રૂ. 3,131.9 કરોડ થઈ હતી. એબિટા 47.4 ટકા વધીને રૂ. 1,105.0 કરોડ અને ચોખ્ખો ચોખ્ખો નફો 79.1 ટકા વધીને રૂ. 762.3 કરોડ થયો હતો.

નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 39.4 ટકા વધીને રૂ. 1,576.4 કરોડ થઈ હતી. આ ગાળા દરમિયાન કરવેરા બાદનો ચોખ્ખો નફો 60.6 ટકા વધીને રૂ. 382.0 કરોડ થયો હતો.કામગીરી અને ઓર્ડર બુકની મુખ્ય વિગતો:નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં સોલાર પીવી મોડ્યુલનું ઉત્પાદન 952 મેગાવોટ થયું હતું, જ્યારે નાણાંકીય વર્ષ 2026ના સમાન ત્રિમાસિક ગાળામાં તે 682 મેગાવોટ હતું.ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સોલાર સેલનું ઉત્પાદન 319 મેગાવોટથી વધીને 513 મેગાવોટ થયું હતું.નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં સોલાર સેલની ઉત્પાદન ક્ષમતાનો અસરકારક ઉપયોગ 89 ટકા અને મોડ્યુલની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ 44 ટકા રહ્યો હતો.નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની ઓર્ડર બુક 10.4 ગીગાવોટની હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન આશરે 1.5 ગીગાવોટના નવા ઓર્ડર મળવાથી ઓર્ડર બુકને ટેકો મળ્યો હતો.30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કંપનીએ વાર્ષિક 10.3 ગીગાવોટ મોડ્યુલ અને 2.94 ગીગાવોટ ટોપકૉન સોલાર સેલના ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી. એમ્વી અગ્રણી ઇન્ટિગ્રેટેડ મોડ્યુલ અને સેલ ઉત્પાદન કંપની છે.ઉત્પાદન ક્ષમતામાં વધારો અને ઇન્ટિગ્રેશન:એમ્વી 6 ગીગાવોટની સંકલિત ટોપકૉન મોડ્યુલ અને સેલ ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના પર આગળ વધી રહી છે. આ વિસ્તરણ હેઠળના એકમો શરૂ થયા બાદ વ્યાપારી વેચાણ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ તબક્કાવાર વધવાની અપેક્ષા છે.કંપની તબક્કાવાર રીતે ઇન્ગોટ અને વેફરના ઉત્પાદન ક્ષેત્રે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવાની યોજના ધરાવે છે. આ માટે કુલ 9 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવશે, જેમાં નાણાંકીય વર્ષ 2029માં 5 ગીગાવોટ અને નાણાંકીય વર્ષ 2030માં વધુ 4 ગીગાવોટની ક્ષમતા ઉમેરવાની યોજના છે. જોકે, આ યોજના એએલએમએમ-3ના અમલીકરણની સમયમર્યાદા અંગે નિયમનકારી સ્પષ્ટતા અને બજારની સ્થિતિ પર આધારિત રહેશે. પ્રસ્તાવિત ઇન્ગોટ અને વેફર ઉત્પાદન પ્રોજેક્ટ માટે અંદાજિત મૂડી ખર્ચ રૂ. 5,000થી 5,500 કરોડ છે. આ ખર્ચનો મોટાભાગનો હિસ્સો કંપનીની આંતરિક કામગીરીમાંથી ઊભા થતા ભંડોળ દ્વારા પૂરો કરવાની અપેક્ષા છે.બેલેન્સ શીટ અને રોકડ પ્રવાહ.30 સપ્ટેમ્બર, 2026ના રોજ કંપનીનું ચોખ્ખું દેવું અને ઇક્વિટીનો ગુણોત્તર 0.12 ગણો હતો. નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં કંપનીની કામગીરીમાંથી રૂ. 409.9 કરોડની ચોખ્ખી રોકડ ઊભી થઈ હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં આ રકમ રૂ. 120.7 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન ધિરાણ પાછળના ખર્ચમાં થયેલા ઘટાડાએ પણ કમાણીમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી હતી.કંપનીના પરિણામો અંગે એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.વી. મંજુનાથે જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં અમારું પ્રદર્શન કંપનીના વ્યવસાયમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિને બજારમાં સતત જળવાયેલી માગ, કામગીરીમાં કાર્યક્ષમતા અને સંકલિત ઉત્પાદન વ્યવસ્થાના લાભોનો ટેકો મળ્યો છે. અમારો 6 ગીગાવોટની સંકલિત ટોપકૉન સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધા સ્થાપવાનો વિસ્તરણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટેના મોટા ભાગના મુખ્ય ખર્ચને લગતા ઓર્ડર પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે. અમને ડિસેમ્બર 2026 સુધીમાં 6 ગીગાવોટની મોડ્યુલ ઉત્પાદન લાઇન શરૂ કરવાની અને ત્યારબાદ માર્ચ 2027 સુધીમાં 6 ગીગાવોટની સેલ ઉત્પાદન લાઇન શરૂ કરવાની અપેક્ષા છે.ઉત્પાદન એકમો શરૂ થવાની સાથે વ્યાપારી વેચાણ પણ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ તબક્કાવાર વધારવામાં આવશે. વિસ્તરણ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અમારી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને આશરે 16.3 ગીગાવોટ મોડ્યુલ અને 8.9 ગીગાવોટ સેલની થશે. આ વિસ્તરણ પાછળની ઉત્પાદન પ્રક્રિયાઓ પર વધુ નિયંત્રણ મેળવવા, દેશમાં જ કાચા માલ અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદીને મજબૂત બનાવવા, સપ્લાય ચેઇનને વધુ સક્ષમ અને સ્થિતિસ્થાપક બનાવવા તથા લાંબા ગાળે વધુ સ્પર્ધાત્મક વ્યવસાય ઊભો કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.”

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here