મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર ICICI લાઇફ ઇન્શ્યોરન્સે કંપનીની નારીશક્તિ પહેલ અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં 20,000 મહિલા સલાહકારોની ભરતી કરવાની યોજનાની જાહેરાત કરી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, 30 સપ્ટેમ્બર, 2026 સુધી કંપનીને 45 ટકા એજન્સી બિઝનેસ 78,000થી વધારે મહિલા સલાહકારો પાસેથી મળ્યો છે. આ જાહેરાત કંપનીની ‘નારીશક્તિ’ પહેલની બીજી વર્ષગાંઠના પ્રસંગે થઈ છે.

ICICI લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શ્રી અમિશ બેન્કરે કહ્યું હતું, “અમે ICICI લાઇફ ઇન્શ્યોરન્સમાં દ્રઢપણે માનીએ છીએ કે, ‘પ્રતિભાની કોઈ જાતિ હોતી નથી અને લિંગ પૂરતી મર્યાદિત હોતી નથી.’ જ્યારે અમે અમારા પુરુષ વીમા સલાહકારોની કામગીરીમાં સુદારો જોવાનું જાળવી રાખ્યું છે, ત્યારે અમે જોયું છે કે, અમારી મહિલા સલાહકારોએ પણ અમારા ગ્રાહકોની જરૂરિયાતને સમજવામાં કોઈ કચાશ રાખી નથી.મહત્વપૂર્ણ વાત એ છે કે, અમારા કુલ સલાહકારોમાં મહિલા સલાહકારો આશરે 32 ટકા છે અને તેમણે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમારા એજન્સી વ્યવસાયમાં આશરે 45 ટકા પ્રદાન કર્યું છે. ઉપરાંત, બેંગલોર, કેરળ અને મુંબઈ જેવા વિસ્તારોમાં અમે એજન્સી વ્યવસાયમાં 50 ટકાથી વધારે પ્રદાન જોયું છે.વળી, અમારી મહિલા સલાહકારોની પૃષ્ઠભૂમિ અલગ-અલગ છે. તેઓ ગૃહિણીઓ, પગારદાર વ્યાવસાયિકો, મેનેજરની જેમ વિવિધ કામગીરી કરવાની ક્ષમતા ધરાવતી બિઝનેસવિમેન, સમસ્યાનું સમાધાન કરતી કન્સલ્ટન્ટ અને નાણાંનું મેનેજમેન્ટ કરતી બેંકર જેવી છે.અન્ય લોકોની લાગણીઓ સમજવા અને સમજીવિચારીને સમસ્યાઓનું સમાધાન કરવાની સ્વાભાવિક ક્ષમતાને કારણે ભારતીય મહિલાઓમાં અમુક એવા ગુણો હોય છે, જે તેમના DNAમાં હોય છે. તેનાથી તેમને ગ્રાહકોની જરૂરિયાત સમજવા, શ્રેષ્ઠ સમાધાન આપવામાં અને વેચાણના લાંબા સમય પછી પણ સારો સંબંધ જાળવવામાં મદદ મળે છે. આ ગુણોમાં તેમનું મજબૂત ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સામાજિક પ્રવૃત્તિનો સ્વભાવ, કટિબદ્ધતા, વફાદારી અને પરિવારોને સલામત રાખવામાં તેમની માન્યતા શામેલ છે, જે વીમાના વ્યવસાય માટે અતિ જરૂરી છે.એટલે અમે બે વર્ષ અગાઉ ‘નારીશક્તિ’ પહેલ શરૂ કરી હતી, જેનાથી અમને સમગ્ર દેશમાં તેમની ક્ષમતાને બહાર લાવવા મહત્વપૂર્ણ તાલીમ અને જરૂરી ટેકો પ્રદાન કરીને મહિલા સલાહકારોનું સશક્તિકરણ કરવામાં મદદ મળી છે. નવરાત્રિ અમારી નારીશક્તિમાં વધારે મહિલા સલાહકારોને આવકારવાનો આદર્શ પ્રસંગ છે, જે તેમને આપણી સરકારના 2047 સુધીમાં તમામનું વીમાકરણ કરવાના વિઝનને આગળ વધારવા જરૂરી કુશળતા સાથે સજ્જ કરે છે.”30 સપ્ટેમ્બર, 2026 સુધી કંપનીની 47 ટકા મહિલા સલાહકારો ICICI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે 10 વર્ષથી વધારે સમયથી જોડાયેલી છે અને 500થી વધારે મહિલા સલાહકારો મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ (MDRT) માટે લાયક બની છે. MDRT શ્રેષ્ઠ કામગીરી કરતા જીવન વીમા એજન્ટ અને નાણાકીય સેવા આપતા વ્યાવસાયિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્વતંત્ર ટ્રેડ એસોસિએશન છે.વર્ષ 2024માં શરૂ થયેલી ICICI લાઇફ ઇન્શ્યોરન્સની ‘નારીશક્તિ’ પહેલ સમગ્ર ભારતમાં આગોતરું રોકાણ કર્યા વિના સન્માનીય ફાઇનાન્શિયલ પ્લાનરો તરીકે અર્થસભર કારકિર્દી બનાવવા મહિલાઓને સક્ષમ બનાવે છે. આ તેમને તેમના સમય પર કામ કરવાની સાનુકૂળતા આપે છે, જેમાં તેમને પરિવારના સમય સાથે બાંધછોડ કરવાની જરૂર નથી. સાથે સાથે, તેમને પોતાની આગવી ઓળખ બનાવવા, આર્થિક રીતે પગભર થવા અને દેશભરમાં પરિવારોને સલામત બનાવીને એક સારું કામ કરવામાં ગર્વ સાથે પ્રદાન કરવાની તક આપે છે.
