CDS બિપિન રાવતને લઈને જતું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ; રાવત ગંભીર, 14માંથી 11નાં મોત

0
16
સરકારે તપાસના આદેશ આપ્યા
સરકારે તપાસના આદેશ આપ્યા

તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં. જેમાંથી 11ના મૃતદેહો મળ્યા છે.

જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની સ્થિતિ ગંભીર છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી. દુર્ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપી દીધા છે. દિલ્હીમાં બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે.

દૂર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને જાણકારી અપાઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે.દુર્ઘટનાની જે તસવીરો સામે આવી છે, એમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને એમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ રહ્યા. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે.
બે મૃતદહ મળ્યા
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12.20 વાગ્યે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર દૂર હતુ.
એમાં 14 ટોચના અધકારી સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહ મળ્યા છે, જે 80% સળગી ગયા છે. એની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે.

હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ

1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક. હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જિતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ