Monday, October 5, 2026
HomeGujaratઅમરેલીના વરરાજાની જાન બળદગાડામાં નીકળી

અમરેલીના વરરાજાની જાન બળદગાડામાં નીકળી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વરપક્ષ અને કન્યાપક્ષના ઘર વચ્ચેનું આઠ કિલોમીટરનું અંતર બળદગાડામાં સવાર થઈ કાપ્યું

અમરેલી : લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.મિનિ ટ્રેકટર આવી જતા ગામડાઓમાં આજકાલ મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા.ડોબરિયા પરિવારનું મૂળ ગામ દિતલા છે ત્યાંથી કન્યાપક્ષનું નેસડી ગામ 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે. જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ આ અંતર કાપ્યું હતું.હેનિલ ડોબરિયા કે જેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલો છે. હેનિલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા. હેનિલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરી તો તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયાસ કર્યો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here