હાર્દિક પટેલના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયુ

0
9
હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે.
હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે.

ગુજરાત: હાર્દિક પટેલ આમ  આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા ઉઠી છે. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપ મા જોડાવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. કોંગ્રેસના કાર્યકાહી અધ્યક્ષ હાર્દિક પટેલ ના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપ ની બી ટીમ ગણાવી છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટી ને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે.