સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભગવાન જગન્નાથની પૂજાવિધિ શરૂ થઈ

0
22
જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો જળાભિષેક થયો, નીતિન પટેલે કહ્યું, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા અંગે નિર્ણય લેવાશે
જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો જળાભિષેક થયો, નીતિન પટેલે કહ્યું, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા અંગે નિર્ણય લેવાશે

ગુજરાત:રથયાત્રાનો પહેલો પડાવ કહેવાતી જળયાત્રા કોરોનાકાળમાં સતત બીજા વર્ષે સાદગીથી કાઢવામાં આવી છે ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રાપૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ શરૂ થઈ છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ થઈ રહી છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે. કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે.