
મુંબઈ, 31 ઓગસ્ટ, 2026 : નેશનલ સ્પોર્ટ્સ ડે 2026 (રાષ્ટ્રીય રમતોત્સવ દિવસ 2026)ના પ્રસંગે ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે ભારત સતત વિકાસની ઉજવણી કરી રહ્યો છે. બેંકને દેશની મુખ્ય સ્પોર્ટ્સ સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરીને એના વિકાસમાં પ્રદાન કરવા પર ગર્વ છે. આ ભાગીદારીઓએ 3 વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 1,100 એથ્લેટ, પેરા-એથ્લેટ, કોચ અને અન્ય વ્યાવસાયિકોની મદદ કરી છે.
નાણાકીય વર્ષ 2024-25માં આ થીમ અંતર્ગત પોતાનો પ્રથમ પ્રોગ્રામ શરૂ કર્યા પછી એક્સિસ બેંકની CSR સ્ટ્રેટેજીના મુખ્ય ક્ષેત્રોમાં સ્પોર્ટ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય રમતગતમની મખ્ય સંસ્થાઓ સાથે મળીને બેંક આ પ્રોગ્રામમાં એથ્લેટને તાલીમ આપે છે અને તેમના વિકાસમાં મદદ કરે છે, સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનને વધારે અપનાવીને તેને શામેલ કરે છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, જે આગામી દાયકાઓ સુધી ભારતીય રમતગમતને આંતરરાષ્ટ્રીય મંચો પર આગેકૂચ કરવામાં મદદરૂપ થશે.
ગ્લાસગોમાં 23મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શન પછી ચાલુ વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડેની ભારતમાં ઉજવણી થઈ છે. ગ્લાસગોમાં ભારતીય રમતવીરોએ 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 મેડલ જીત્યા હતા. વિવિધ રમતોમાં OGQની સાથે બેંકના જોડાણ અંતર્ગત પીઠબળ મેળવનાર 20 રમતવીરોમાંથી 14 રમતવીરોએ ચાર રમતમાં ભારત માટે મેડલ જીત્યા હતા, જેમાં 9 ગોલ્ડ મેડલ શામેલ છે. મેડલ જીતનાર જૂડો ખેલાડી યામિની મૌર્ય (સિલ્વર – મહિલાઓની 57 કિલોગ્રામની કેટેગરી) અને ઉન્નતિ શર્મા (બ્રોન્ઝ – મહિલાઓની 63 ગ્રામ કેટેગરી) શામેલ હતી, જેમણે ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ (IIS) સાથે જોડાણમાં એક્સિસ બેંક જુડો ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં તાલીમ લીધી હતી.
આ પ્રસંગે એક્સિસ બેંકના હોલસેલ બેંક કવરેજ, કોર્પોરેટ સેલેરી, સસ્ટેનેબિલિટી એન્ડ CSRના ગ્રૂપ હેડ વિજય મુલબગલે કહ્યું હતું, “સ્પોર્ટ એટલે કે રમતમાં સંપૂર્ણ દેશને પ્રેરિત કરવાની, એકતાંતણે બાંધવાની અને તેમની આશા-અપેક્ષાઓને દિશા આપવાની ક્ષમતા હોય છે. આ શ્રેષ્ઠ પ્રદર્શન કે મેડલ જીતવાથી વધારે છે, જેથી સાહસ અને શિસ્ત વધે છે તથા ચરિત્રનો વિકાસ થાય છે, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં. ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો સાથે સંબંધિત દેશની મુખ્ય રમત સંસ્થાઓ સાથે મળીને કામ કરીને અમારો ઉદ્દેશ વિકસતી પ્રતિભા અને ભારતના ટોચના રમતવીરો માટે વધારે તકોનું સર્જન કરવાની સાથે આંતરરાષ્ટ્રીય માળખું પણ તૈયાર કરવાનું છે, જે લાંબા સમય સુધી ભારતીય રમતોમાં કામ આવી શકે.”
વર્ષ 2024-25થી એક્સિસ બેંક ભારતના અગ્રણી હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ OGQને પીઠબળ પૂરું પાડે છે, જે ફાઉન્ડેશન ફોર પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ (FPSG) સાથે મળીને ચાલે છે. એકમાત્ર નાણાકીય વર્ષ 2025-26માં OGQએ 11 ઓલિમ્પિક અને 9 પેરાલિમ્પિક રમતોમાં 468 એથ્લેટ અને પેરા-એથ્લેટને કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ન્યૂટ્રિશન, ફિઝિયોથેરેપી, કોમ્પિટિશનમાં ભાગ લેવાની તક અને અન્ય સ્પોર્ટ્સ સર્વિસ સુધીની પહોંચ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી છે. આ પ્રોગ્રામ OGQનું પીઠબળ ધરાવતી એકેડેમીઓમાં વિકસતી પ્રતિભાઓને વિકસાવવામાં મદદ કરે છે.
બેંકે પ્રતિભાને વિકસાવવા ધ્યાન કેન્દ્રીત કરવાથી જૂડોમાં પણ સારાં પરિણામો મળ્યાં છે. ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ (IIS) સાથે મળીને શરૂ થયેલો એક્સિસ બેંક જુડો ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારતમાં જુડો ટેલેન્ડનો ગઢ માનતો મણિપુરની મહિલા જુડોકા (જૂડો રમતવીરો)ને પીઠબળ પ્રદાન કરે છે.
એક્સિસ બેંક જૂડો ડેવલપમેન્ટ પ્રોગ્રામ હાલ મણિપુરમાં 560 યુવાન જૂડોકાને તાલીમ આપે છે. તેમાં 47 પ્રતિભાશાળી મહિલા એથ્લેટ પણ શામેલ છે, જેમને IIS, કર્ણાટકમાં સંપૂર્ણપણે રહેવાખાવાની સુવિધા સાથે સ્કોલરશિપ અને અત્યાધુનિક તાલીમ મળે છે. ઉચિત રીતે કોચિંગ, સ્પર્ધાનો અનુભવ, સ્પોર્ટ્સ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમની તકો ભારતીય જૂડો પ્રતિભાની આગામી પેઢીને તૈયાર કરે છે. ખાસ વાત એ છે કે, જૂડો ખિલાડી લિન્થોઈ ચનમ્બમ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય જૂડો ખેલાડી બની. આ ચેમ્પિયનશિપ પેરુના લીમામાં યોજાઈ હતી.
બેંકે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પણ કટિબદ્ધ છે. બેંકે નવી મુંબઈમાં એક્સિસ બેંક લક્ષ્ય શૂટિંગ ક્લબ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનાવવા લક્ષ્ય શૂટિંગ ક્લબ સાથે ભાગીદારી કરી છે. આ અત્યાધુનિક સુવિધા ખાસ શૂટિંગ માટે છે અને આ પ્રતિભાની ઓળખ, એથ્લેટ ડેવલપમેન્ટ, શ્રેષ્ઠ પર્ફોર્મન્સ ટ્રેનિંગ અને સામુદાયિક જોડાણ માટે સંકલિત તાલીમ કેન્દ્ર તરીકે કામ કરે છે.
નોંધપાત્ર વાત એ છે કે, બેંકે બેંગાલુરુના સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સમાં ‘એક્સિસ બેંક-ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન ધ પર્ફોર્મન્સ ઇન્સ્ટિટ્યૂટ’ (AGTPI) શરૂ કરવા ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે પણ ભાગીદારી કરી છે. આ ઇન્સ્ટિટ્યૂટ સ્પોર્ટ્સ સાયન્સ, મેડિસિન, રિસર્ચ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતની સ્થાનિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રીત કરશે.
બેંકે તાજેતરમાં પૂર્વ ઉત્તરપ્રદેશના દેવરિયામાં ‘એક્સિસ બેંક સંજીવ સિંહ ઓલિમ્પિક ચૌધરી આર્ચરી સેન્ટર’ શરૂ કરવા સંજીવ સિંહ આર્ચરી ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટ (SSAIT) સાથે જોડાણની જાહેરાત કરી છે. ગ્રામીણ ભારતમાં ઓલમ્પિક-સ્ટાન્ડર્ડ ધરાવતી પ્રથમ સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ આર્ચરી સેન્ટર તરીકે કલ્પિત આ સેન્ટર એક જ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમસુવિધાઓ, સ્પોર્ટ્સ સાયન્સ, રેસિડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ જેવી સુવિધાઓ એકસાથે ધરાવશે.
આ નેશનલ સ્પોર્ટ્સ ડે પર એક્સિસ બેંક પોતાના ભાગીદારો સાથે મળીને ભારતના એ રમતવીરો, કોચ, માર્ગદર્શકો અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ સાથે સંબંધિત તમામ વ્યાવસાયિકોને સલામ કરે છે, જેમનાં ઝનૂન, લગન અને દ્રઢ સંકલ્પે ભારતીય રમતોના વર્તમાન અને ભવિષ્યને આકાર આપ્યો છે તથા આગળ પણ આપશે.
