
• એઆઇ (AI) આધારિત ટૂલ્સ સલાહકારોને યોગ્ય પ્રોડક્ટ ભલામણ અને વ્યક્તિગત ક્વોટેશન તૈયાર કરવામાં મદદરૂપ બને છે.
• પાર્ટનર સિસ્ટમ સાથેનું ઊંડાણપૂર્વકનું જોડાણ ડિજિટલ ગ્રાહક સેવાઓને સક્ષમ બનાવે છે અને ઉત્પાદકતા વધારે છે.
• ડેટાબેઝ ઇન્ટિગ્રેશન એપ્લિકેશન ફોર્મની વિગતો 70% સુધી આપમેળે ભરવામાં મદદ કરે છે, જેનાથી ગ્રાહક નોંધણી પ્રક્રિયા સરળ બને છે.
ગુજરાત, 31 ઓગસ્ટ, 2026: આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે વર્ષ 2026માં નવી ક્ષમતાઓ સાથે પોતાના પાર્ટનર સ્ટેકને અપગ્રેડ કર્યું છે, જેને ‘આઇસીઆઇસીઆઇ લાઇફ પાર્ટનર સ્ટેક 2.0’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વેચાણ, ઓનબોર્ડિંગ અને ગ્રાહક સેવા ક્ષેત્રે કંપનીના સલાહકારો અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સમર્થન આપવા માટે એઆઇ-આધારિત ટૂલ્સ, પાર્ટનર-સિસ્ટમનું વ્યાપક ઇન્ટિગ્રેશન અને આધુનિક ડિજિટલ ક્ષમતાઓ પૂરી પાડે છે.
આ અપગ્રેડેશન ગ્રાહક પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી સલાહકારો અને વિતરણ ભાગીદારો સંબંધિત ઉકેલો શોધી શકે, ક્વોટેશન જનરેટ કરી શકે, ગ્રાહકોનો સમાવેશ કરી શકે અને તેમને ડિજિટલ સેવાઓ આપી શકે. ‘ઇ-ક્વોટ’ એપ ગ્રાહકના વર્ગ અને જીવનના તબક્કાના આધારે યોગ્ય પ્રોડક્ટ્સ સૂચવવા માટે એઆઇ-આધારિત પ્રોડક્ટ રેકમેન્ડરનો ઉપયોગ કરે છે, જ્યારે સલાહકારોને વ્યક્તિગત ક્વોટેશન તૈયાર કરી શેર કરવાની સુવિધા પણ આપે છે. એઆઇ-સક્ષમ ચેટબોટ ‘લિવા’ (LIVA) વાતચીત આધારિત ઇન્ટરફેસ પૂરું પાડે છે, જે ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે પ્રોડક્ટની વિશેષતાઓ અને ક્વોટેશન્સ મેળવવામાં સલાહકારોને મદદ કરે છે.
આઇસીઆઇસીઆઇ લાઇફ પાર્ટનર સ્ટેક 2.0 અંગે માહિતી આપતાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિષ બેન્કરે જણાવ્યું કે, “ગ્રાહકોને જીવન વીમાના ઉકેલો સમજાવવા અને તેને તેમના સુધી પહોંચાડવામાં અમારા સલાહકારો અને વિતરણ ભાગીદારો અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આઇસીઆઇસીઆઇ લાઇફ પાર્ટનર સ્ટેક 2.0 નો હેતુ તેમને એવા ડિજિટલ અને એઆઇ-સક્ષમ સાધનો પૂરા પાડવાનો છે જે તેમની દૈનિક કામગીરીને વધુ સરળ અને ગ્રાહક-અનુકૂળ બનાવે – યોગ્ય પ્રોડક્ટની પસંદગી અને ક્વોટેશનથી લઈને સમાવેશ અને ગ્રાહક સેવા સુધી. પાર્ટનર સિસ્ટમ સાથે આ ક્ષમતાઓને જોડીને અમે સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સુગમ બનાવી રહ્યા છીએ, જેથી અમારા ભાગીદારો ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને તેને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.”
પાર્ટનર સ્ટેક 2.0 પાર્ટનર સિસ્ટમ સાથે વધુ ઊંડાણપૂર્વકનું જોડાણ શક્ય બનાવે છે. પાર્ટનર સીઆરએમ પ્લેટફોર્મ સાથેનું તેનું જોડાણ વધુ સારા સિંક્રોનાઇઝેશન અને ગ્રાહક વ્યવસ્થાપનને સમર્થન આપે છે. એપીઆઇ ઇન્ટિગ્રેશન દ્વારા ભાગીદારો તેમના પોતાના પ્લેટફોર્મ પરથી ગ્રાહક સેવા વિનંતીઓ નોંધાવી શકે છે, જેની પ્રક્રિયા આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્ટેટસ ડિજિટલ રીતે અપડેટ કરવામાં આવે છે. ગ્રૂપ પાર્ટનર્સ સભ્યોની વિગતો મોકલવા, દાવો (ક્લેઇમ) વનોંધાવવા અને સેવાકીય જરૂરિયાતો શેર કરવા માટે પણ એપીઆઇ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
નવીનીકરણ કરાયેલા રિટેલ અને ગ્રૂપ પાર્ટનર પોર્ટલ્સ ભાગીદારોને ક્લાયન્ટની વિગતો, રિપોર્ટ્સ, વળતર/કમિશનની વિગતો અને અન્ય સર્વિસિંગ સુવિધાઓની ઍક્સેસ આપે છે. સમાવેશની પ્રક્રિયા સરળ બનાવવા માટે પાર્ટનર સ્ટેક વિવિધ રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે સંકલિત છે, જેમાં આધાર માટે યુઆઇડીએઆઇ (UIDAI), સીકેવાયસી માટે સીઇઆરએસએઆઇ (CERSAI), વાહન, જીએસટીએન (GSTN), ઇપીએફઓ (EPFO), સીએએસ (CAS) અને પરફિઓસ (Perfios) સામેલ છે. આ ઇન્ટિગ્રેશનથી અરજી ફોર્મની વિગતો 70% સુધી આપમેળે ભરાઈ જાય છે, જેનાથી કેવાયસી અને આવકના દસ્તાવેજો એકત્રિત કરવાની અને અપલોડ કરવાની જરૂરિયાત ઘટી જાય છે.
આ પ્લેટફોર્મ ગ્રાહકોને આસ્બા (ASBA) અને વોટ્સએપ-આધારિત ચુકવણી સહિત પ્રીમિયમ ચૂકવણીના બહુવિધ વિકલ્પો પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત, પોલિસી ઇશ્યૂ કરતા પહેલાં એઆઇ-આધારિત વિડિયો વેરિફિકેશન જોખમ અને છેતરપિંડીની તપાસને મજબૂત કરીને અંડરરાઇટિંગ પ્રક્રિયાને સક્ષમ બનાવે છે.
કંપનીના ડિજિટલ ઇકોસિસ્ટમનો વ્યાપ 200થી વધુ પાર્ટનર-સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને 99% બિઝનેસ એપ્લિકેશન્સ ડિજિટલ રીતે મેળવવામાં આવી હોવાની બાબત પરથી પ્રતિબિંબિત થાય છે. વધુમાં, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2.7 કરોડ ડિજિટલ સર્વિસ આદાનપ્રદાન નોંધાયા હતા અને બચત પોલિસીઓમાંથી 54% પોલિસીઓ તે જ દિવસે જારી કરવામાં આવી હતી.
ટેક્નોલોજી-સંચાલિત ગ્રાહક સેવા પર કંપનીનું ધ્યાન તેના ક્લેમ અનુભવમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ઉદ્યોગમાં અગ્રેસર એવો 99.3% નો ક્લેમ સેટલમેન્ટ રેશિયો નોંધાવ્યો છે, જેમાં બિન-તપાસપાત્ર વ્યક્તિગત મૃત્યુ દાવાઓ માટેનો સરેરાશ નિકાલ સમય માત્ર એક દિવસ રહ્યો છે.
