Thursday, August 6, 2026
HomeBusinessબંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ સર્વિસ શરૂ કરી

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ સર્વિસ શરૂ કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

  • ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી પ્રોવિડન્ટ ફંડની ચુકવણી કરી શકશે
  • ગ્રાહકોને રિયલ-ટાઇમમાં ટ્રાન્ઝેક્શનનું કન્ફર્મેશન અને તરત જ ચલણ ડાઉનલોડ કરવાની સુવિધા મળશે

કોલકાતા, 16 જુલાઈ, 2026: બંધન બેન્કે આજે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પેમેન્ટ સર્વિસની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા દ્વારા બેન્કના બિઝનેસ ગ્રાહકો હવે બેન્કની ડિજિટલ બેન્કિંગ ચેનલો મારફતે સરળતાથી પીએફની ચુકવણી કરી શકશે. આ પહેલનો હેતુ કાયદાકીય ચુકવણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો તેમજ વ્યવસાયો માટે કાર્યક્ષમતા, સુવિધા અને નિયમોના પાલનમાં વધારો કરવાનો છે.

આ ઇન્ટિગ્રેશન દ્વારા સંસ્થાઓ ઈપીએફઓના પોર્ટલ પરથી પ્રોવિડન્ટ ફંડની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરી શકશે અને બંધન બેન્કના ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ મારફતે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશે. આ સેવા રિયલ-ટાઇમમાં ટ્રાન્ઝેક્શનનું કન્ફર્મેશન અને તરત જ ચલણ ડાઉનલોડ કરવાની સુવિધા સાથે સરળ ચુકવણીનો અનુભવ આપે છે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ થશે અને કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો થશે.

વ્યવસાયોની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નવી સેવા સંસ્થાઓને કાયદાકીય ચુકવણીની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં, રોકડ પ્રવાહને સારી રીતે મેનેજ કરવામાં અને ઈપીએફઓની જરૂરીયાતોનું સમયસર પાલન કરવામાં મદદરૂપ બનશે. મજબૂત ડિજિટલ ક્ષમતાઓને જરૂરી બિઝનેસ બેન્કિંગ સેવાઓ સાથે જોડીને બંધન બેન્ક પોતાના ગ્રાહકો માટે દૈનિક નાણાંકીય કામગીરીને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ લોન્ચ અંગે બંધન બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર રાજિન્દર કુમાર બબ્બરે જણાવ્યું હતું કે, “બંધન બેન્કમાં અમે એવા સોલ્યુશન્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે વ્યવસાયો માટે રોજિંદી બેન્કિંગને વધુ કાર્યક્ષમ બનાવે. ઈપીએફઓ સાથેનું આ ઇન્ટિગ્રેશન અમારી ટ્રાન્ઝેક્શન બેન્કિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની અને અમારા ગ્રાહકોને વધુ સુવિધા પૂરી પાડવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. અગાઉ આપેલા વચન મુજબ અમે વ્યવસાયોને નિયમોના પાલન સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવામાં મદદ કરી રહ્યા છીએ, જેથી તેઓ પોતાના વિકાસની પ્રાથમિકતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.”

આ નવી સેવા સાથે બંધન બેન્કના સુરક્ષિત, કાર્યક્ષમ અને અનુકૂળ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સોલ્યુશન્સના પોર્ટફોલિયો વધુ મજબૂત બન્યો છે, જે ખાસ કરીને બિઝનેસ ગ્રાહકોને વધુ સારો બેન્કિંગ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. બેન્ક ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવવા અને વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોની વધતી ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ટેક્નોલોજી આધારિત ક્ષમતાઓમાં સતત રોકાણ કરી રહી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here