Thursday, October 1, 2026
HomeBusinessBSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં...

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવી

Date:

Related stories

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો...

કલર્સ ગુજરાતીનો નવો ગેમ શૉ 5 ઓકટોબરથી JioHotstar પર. પરિવારના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના રોજ તેનો 26મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે BSNL દ્વારા ગુજરાતમાં કિફાયતી, વિશ્વસનીય, સુરક્ષિત અને સર્વસમાવેશક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. Digital India અને આમનિર્ભર ભારતના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે BSNL રાજ્યના શહેરી, ગ્રામ્ય, દૂરના અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓનો સતત વિસ્તાર કરી રહ્યું છે. આ અંગે BSNL, ગુજરાત સર્કલના ચીફ જનરલ મેનેજર શ્રી રાકેશ ગોયલે માહિતી આપી હતી.
BSNL એ ‘ટોકન-આધારિત “બિલ્ડ યોર OTT (BYO) પોર્ટલ”‘ શરૂ કર્યું છે, જેનાથી ફાઇબર અને એર ફાઇબર ગ્રાહકોને ફિક્સ્ડ OTT બંડલના બદલે પોતાની પસંદગીના OTT સેવાઓ પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. ગ્રાહકો પ્રીમિયમ, એન્ટરટેઇનમેન્ટ, રીજનલ (પ્રાદેશિક) અને એસેન્શિયલ કેટેગરીમાંથી 25 OTT સેવાઓમાંથી પસંદગી કરી શકે છે.
ગ્રાહકો રૂ. 50, રૂ. 100 અને રૂ. 200 ના સરળ ટોપ-અપ વિકલ્પો દ્વારા વધારાના ટોકન્સ પણ ખરીદી શકે છે. આ સુવિધા ગ્રાહકોને તેમની OTT પસંદગીઓ બદલવાની સ્વતંત્રતા આપે છે, જેનાથી તેમનો મનોરંજનનો અનુભવ વધુ વ્યક્તિગત (પર્સનલાઇઝ્ડ) બને છે.
વીમા લાભ સાથેના નવા પ્રીપેડ પ્લાન
BSNL ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના સહયોગથી વીમા લાભ આપતા રૂ. 202 અને રૂ. 2,449 ના બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કરવા જઈ રહ્યું છે. આ પ્લાન્સ BSNL ની ટેલિકોમ સેવાઓ સાથે વધારાનો વીમા લાભ પણ આપશે, જેથી મોબાઇલ ગ્રાહકોને વધુ મૂલ્ય (વધારે ફાયદો) મળી શકશે.
ગુજરાતમાં Phase 9.2 Project હેઠળ સ્વદેશી 4G ટેકનોલોજીનો ઉપયોગ કરીને 4,101 4G સાઇટ્સ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જ્યારે 4G Saturation Project હેઠળ એવા સંપૂર્ણપણે આવરી ન લેવાયેલા ગામોમાં 688 સાઇટ્સ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં અગાઉ મોબાઇલ સેવા ઉપલબ્ધ ન હતી. આના પરિણામે આ વિસ્તારોના નાગરિકોને ઓનલાઇન શિક્ષણ, ઈ-ગવર્નન્સ, ડિજિટલ સેવાઓ, કૃષિ અને આજીવિકા સંબંધિત માહિતી તેમજ ડીજીટલ હેલ્થ સર્વિસીસ નો લાભ મળી રહ્યો છે.
આ વિસ્તરણને આગળ વધારતા બાકીના આવરી ન લેવાયેલા ગામોમાં 185 વધારાની સાઇટ્સ સ્થાપિત કરવાની યોજના છે. આ ઉપરાંત રણ અને ક્રીક વિસ્તારોમાં તૈનાત BSF Border Out Posts (BOPs) માટે સમર્પિત સંચાર સેવાઓ પૂરી પાડવા માટે 50 સાઇટ્સનું આયોજન અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. આના દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં જરૂરી સંચાર વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.
Digital Bharat Nidhi (DBN) હેઠળ ગુજરાતમાં 685 મોબાઇલ ટાવર્સને 4G સેવા સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે ડુંગરાળ, દૂરના અને છુટા છવાયા ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટીનો વિસ્તાર થયો છે. હાલમાં આશરે 95,000 ગ્રાહકો આ ટાવર્સ મારફતે BSNLની 4G સેવાનો લાભ લઈ રહ્યા છે.
કિફાયતી મોબાઇલ અને Bharat Fibre સેવાઓ
BSNL ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કિફાયતી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઇલ યોજનાઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવે છે. FRC-1 ફ્રીડમ પ્લાન હેઠળ નવા ગ્રાહકોને ₹1ની પ્રારંભિક કિંમતે BSNL સીમકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં દરરોજ 1 GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ, દરરોજ 100 SMS અને 24 દિવસની માન્યતાનો લાભ મળે છે.
BSNL દ્વારા Unlimited Bharat Fibre (FTTH) મારફતે 25 Mbpsથી 1 Gbps સુધીની હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના પ્લાન ₹259 પ્રતિ મહિનાથી શરૂ થાય છે. ગ્રાહકોને નિઃશુલ્ક ઇન્સ્ટોલેશન, Wi-Fi ONT, અમર્યાદિત કોલિંગ અને લાગુ પડતી OTT સબસ્ક્રિપ્શન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. લોકપ્રિય યોજનાઓમાં Fibre Basic ₹499 પ્રતિ મહિનો, 60 Mbps અને Fibre Basic Plus ₹599 પ્રતિ મહિનો, 100 Mbpsનો સમાવેશ થાય છે. ગ્રાહકો લાંબા ગાળાના ચુકવણી વિકલ્પો પણ પસંદ કરી શકે છે અને સંબંધિત યોજના મુજબ વધારાની સેવા સુવિધાઓ મેળવી શકે છે.
DBN દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી ભારતનેટ યોજના હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 594 OLT સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા આશરે 20,500 ગ્રાહકોને FTTH સેવા ઉપલબ્ધ થઈ રહી છે.
ગ્રાહકોની સુવિધા માટે BSNL Fibre સેવાઓ BSNL વોટ્સએપ ચેટબોટ – 1800-4444 દ્વારા પણ મેળવી શકાય છે. ગ્રાહકો માત્ર “Hi” સંદેશ મોકલીને નવું કનેક્શન બુક કરાવવું, IFTV/OTT સક્રિય કરવું, પ્લાનમાં ફેરફાર કરવો, ફરિયાદ નોંધાવવી, બિલની ચુકવણી તથા અન્ય ગ્રાહક સેવાઓનો લાભ મેળવી શકે છે.
વ્યાપક Enterprise Business Services
BSNL Gujarat પોતાના Enterprise Business Servicesને પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેથી વ્યાવસાયિક એકમો, સરકારી સંસ્થાઓ અને સંસ્થાકીય ગ્રાહકોની ટેલિકોમ તથા ડિજિટલ જરૂરિયાતો પૂરી કરી શકાય. તેના અંતર્ગત Internet Leased Lines, MPLS-VPN, Global MPLS, Point-to-Point Connectivity, Dark Fibre, 5G CNPN, 5G FWA, SD-WAN, Bharat Fibre, Bharat Air Fibre, Public Wi-Fi અને Enterprise Wi-Fi જેવી સેવાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત BSNL દ્વારા Cloud, Security અને Data Centre Services, SIP અને EPABX Services, Toll Free અને UAN Services, VPN, OBD, Bulk SMS, CUG, IoT/M2M તથા Satellite Communication Services પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના દ્વારા વ્યાવસાયિક ગ્રાહકોને એકીકૃત ટેલિકોમ અને ડિજિટલ ઉકેલો પૂરા પાડવામાં આવે છે.
તેના 26મા સ્થાપના દિવસના અવસરે BSNL Gujarat કનેક્ટિવિટીના વિસ્તરણ, સ્વદેશી ટેલિકોમ માળખાને મજબૂત બનાવવા, ગ્રાહકોને કિફાયતી અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડવા તથા ડિજિટલ રીતે સશક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરે છે.

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો...

કલર્સ ગુજરાતીનો નવો ગેમ શૉ 5 ઓકટોબરથી JioHotstar પર. પરિવારના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here