Monday, September 14, 2026
HomeGujaratAhmedabadઆ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે

આ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદઃ નાગપુરમાં સીએનજીની કિંમતોમાં વધારા પછી અહીં સીએનજી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે કારણે કે આ વધારા સાથે શહેરમાં સીએનજીની કિંમતો પેટ્રોલ કરતા પણ વધી ગઈ છે. નવા ભાવ વધારા સાથે અહીં સીએનજીની કિંમતો પ્રતિ કિલો 116 રુપિયા પહોંચી ગઈ છે. જોકે તમને જણાવી દઈએ કે નાગપુરમાં સીએનજી જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ જ મોંઘા ભાવે મળે છે. વર્તમાન સમયમાં નાગપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 106 રુપિયા છે. જ્યારે પાછલા 10 દિવસમાં ડીઝલની કિંમતોમાં 0.14 રુપિયાના વધારા સાથે ડીઝલ 92.75 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે નાગપુર જેવા મોટા શહેરમાં સીએનજીના ફક્ત ત્રણ જ પમ્પ છે. આજના સમયે નાગપુર માટે ગુજરાતમાંથી LNG મંગાવવામાં આવે છે. જેને પ્રોસેસ કરીને સીએનજીમાં ફેરવવામાં આવે છે. આ કારણે નાગપુરમાં દેશના અન્ય શહેરોની સરખામણીએ સીએનજીનો ભાવ સૌથી વધુ હોય છે. નાગપુરમાં જે ત્રણ સીએનજી પંપ છે તે પ્રાઈવેટ કંપનીઓના છે, જેના કારણે નાગપુરમાં સીએનજી ઈંધણ પર આ કંપનીઓની મોનોપોલી છે. નાગપુરના સીએનજી પંપ અધિકારીઓનું માનીએ તો નાગપુર સુધી ગેસ પાઈપ લાઈન નાખવાનું કામ શરું છે. જે પૂરું થવામાં છે અને તેના બાદ શહેરમાં સીએનજીની કિંમતોમાં રાહત આપવામાં આવી શકે છે. હાલના સમયમાં દિલ્હીમાં સીએનજીની કિંમતો 75.61 રુપિયા પ્રતિ કિલો છે જ્યાં ડીઝલ પ્રતિ લિટર 89.62 અને પેટ્રોલ પ્રતિ લિટર 96.72 રુપિયામાં મળી રહ્યું છે.મહત્વનું છે કે ગુજરાતમાં પણ અદાણી ગેસ દ્વારા ગઈકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ પોતાના સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલો 1.99 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 85.89 રુપિયા પહોંચી ગયો છે. સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થતો રહેતો હોવાથી સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here