Thursday, October 8, 2026
HomeAhmedabadસિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સમાજના આગેવાનો અને પરિવારજનો અડાલજ પોલીસ મથકે પહોંચ્યા હતા. અડાલજ PI એસ.જી. દેસાઈના જણાવ્યા મુજબ પરિવારની રજૂઆત હતી કે, કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની તેમને કોઈ સત્તાવાર જાણકારી નથી.

ગુજરાતની વધુ એક જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પરિવારની જાણ બહાર અને સમાજને વિશ્વાસમાં લીધા વગર પ્રેમલગ્ન કરી લેતા કાજલના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજ પાસે મદદ માંગી હતી. આ વિવાદ રવિવારે ત્યારે વકર્યો જ્યારે 70 જેટલા લોકોના કાફલા સાથે પરિવાર કાજલની સાસરીમાં પહોંચી ગયો હતો.કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈએ કરેલી જાહેર અપીલ મુજબ, સિંગરે સામાજિક મર્યાદાનો ભંગ કરીને લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના મહેરિયા પરિવારે આ મામલે મહેરિયા સમાજ અને 18 આલમને સમર્થન આપવા વિનંતી કરી છે. પરિવારનું કહેવું છે કે આ લગ્ન વિશે તેમને કોઈ જાણ કરવામાં આવી નહોતી. વિવાદિત સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કાજલના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો અનેક ગાડીઓ સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ કાજલના પતિએ 112 પર ફોન કરી મદદ માંગતા અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં સમાજના આગેવાનો અને પરિવારજનો અડાલજ પોલીસ મથકે પહોંચ્યા હતા. અડાલજ PI એસ.જી. દેસાઈના જણાવ્યા મુજબ પરિવારની રજૂઆત હતી કે, કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની તેમને કોઈ સત્તાવાર જાણકારી નથી. પોલીસ સમક્ષ કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે, તેણે લગ્ન કરી લીધા છે અને તેનું મેરેજ સર્ટિફિકેટ તે ટૂંક સમયમાં પોલીસને રજૂ કરી દેશે. હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, માત્ર પૂછપરછ બાદ બંને પક્ષો રવાના થયા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here