કોરોનાએ 5 મહિનાનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 53,476 લોકો સંક્રમિત, 251 દર્દીનાં મોત

0
119
આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં કોરોના સંક્રમણ ફરી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાંચ મહિના બાદ એટલે કે 153 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. 50 હજારથી વધુ લોકો સંક્રમિત થતાં ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસો પણ 4 લાખની આસપાસ પહોંચી ગયા છે જે ભારતમાં સૌથી મોટો ઉછાળો છે. એક્ટિવ કેસોની સંખ્યાની દૃષ્ટિએ ભારત હવે દુનિયામાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. સૌથી વધુ ચિંતા મહારાષ્ટ્રમાં છે જ્યાં 24 કલાકમાં 32 હજાર લોકો સંક્રમિત થયા છે. પંજાબ, કેરળ અને કર્ણાટકમાં પણ સ્થિતિ ગંભીર થઈ રહી છે.વિશેષમાં, ભારતમાં કુલ 5 કરોડ 31 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,476 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 251 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,17,87,534 થઈ ગઈ છે.કોવિડ-19 ની મહામારી સામે લડીને 1 કરોડ 12 લાખ 31 હજાર 650 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 26,490 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,95,192 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,60,692 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.