કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ, 446 લોકોનાં મોત

0
31
છેલ્લા 24 કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 47,288 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 155 લોકોએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 47,288 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 155 લોકોએ જીવ ગુમાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કોરોના વાયરસના 7,88,223 કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1,26,86,049 થઈ છે. બીજી તરફ કુલ 1,117,32,279 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર 92.5 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ 8.31 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 47,288 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 155 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેની સામે 26,252 લોકો સાજા થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 56,033 થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં 44 અને પંજાબમાં 72 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસ ની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ સોમવારે 3,160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના ખાટલાઓ હાઉસફૂલ થઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં 15 દર્દીઓનાં દુઃખદ નિધન થયા છે. આ બધાની વચ્ચે કુલ 2,028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે.