કોરોના અ‍પડેટ: ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા, 1167ના મોત

0
17
કોરોનાના વળતા પાણી , દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોનાના વળતા પાણી , દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ત્રણ મહિના બાદ એટલે 91 દિવસ બાદ સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્ર્યાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 42,640 નવા કેસ સામે આવ્યાં છે. તો 81,839 દર્દીને રજા આપવામાં આવી છે. દરમિયાન 1167 દર્દીના મોત થયા છે. દેશમાં વેક્સીનેશનની પ્રક્રીયા પૂરજોશમાં ચાલુ છે. હવે 45 વર્ષના નાગરિકો સહિત 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલુ છે.  છેલ્લા 24 કલાકમાં 86,16,373 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. આ સાથે દેશમાં વેક્સિનેશનનો આંકડો 28,87,66,201 પર પહોંચી ગયો છે.દેશમાં કોરોનાના 42,640 નવા કેસ સામે આવ્યાં બાદ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2,99,77,861 પર પહોંચી ગઇ છે. વળી, 1,167 નવા મોતની સાથે જ મૃત્યુઆંકની સંખ્યા 3,89,302 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના કુલ 2,89,26,038 દર્દી અત્યાર સુધી સાજા થયા છે. હાલ દેશમાં 6,62,521 એક્ટિવ કેસ છે.