Monday, September 14, 2026
HomeNew Delhiટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો

ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 3 ટકા અથવા  4.15 ડોલરથી વધીને 116.56 ડોલર પર પહોંચી ગયું છે. 

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઈનના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં 3 ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ ક્રૂડ 300 રૂપિયાથી વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 3 ટકા અથવા  4.15 ડોલરથી વધીને 116.56 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ સવારે 9:57 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.69 ટકા અથવા 1.86 ડોલરના વધારા સાથે 111.63 ડોલરના ઈન્ટ્રાડે ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડે આ સંઘર્ષની શરૂઆતથી 60 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 27 ફેબ્રુઆરીના 72.48 ડોલરના સ્તરથી ઉછાળા સાથે 9 માર્ચ સુધીમાં 119.50 ડોલર પર પહોંચી ગયું હતું.

મંગળવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 300 રૂપિયા વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ વધારો સતત પુરવઠા સબંધિત ચિંતાઓ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક ઉર્જા માપદંડો અનુરુપ રહ્યો. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે ક્રૂડ ઓઈલના ભાવમાં 300 રૂપિયા અથવા 2.83 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 10,888 પ્રતિ બેરલની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. તેવી જ રીતે મે મહિનાના કોન્ટ્રેક્ટમાં પણ 170 રૂપિયા અથવા 1.82 ટકાનો વધારો થયો અને તે MCX પર 9,485 પ્રતિ બેરલના નવા સ્તરે પહોંચી ગયો છે.ક્રૂડ ઓઈલના ભાવમાં આ ઉછાળો  હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન પ્રત્યે દેખાડવામાં આવેલ આક્રમક વલણ બાદ નોંધાયો છે. પ્રમુખ ટ્રમ્પે કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર રાત્રિની ડેડલાઈનનું પાલન નહીં કરે, તો તેના પર વિનાશ વેરવામાં આવશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય છે. ટ્રમ્પના મતે જો કોઈ કરાર નહીં થાય તો ઈરાનમાં દરેક પુલ નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાંનો દરેક પાવર પ્લાન્ટ હંમેશા માટે તબાહ કરી દેવામાં આવશે. બીજી તરફ આ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાને યુદ્ધવિરામની યોજનાને ફગાવી દીધી છે અને અમેરિકા સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જીઓ-પોલિટિકલ કટોકટીની સૌથી વધુ અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી રહી છે, જે વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે અત્યંત મહત્વની છે.ઉર્જા બજારની આ અસ્થિરતાની મિશ્ર અસર શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાનું વોલ સ્ટ્રીટ મામૂલી સુધારા સાથે બંધ થયું હતું, જ્યારે એશિયન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ભારતીય શેરબજારમાં મંગળવારે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો 1 ટકા સુધીના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here