Monday, October 5, 2026
HomeGujaratરાજપીપળા નગરપાલિકામાં પ્રથમ વાર જ ચૂંટાયેલ અપક્ષ મહિલા કોર્પોરેટર દામિની વસાવા આકર્ષણનું...

રાજપીપળા નગરપાલિકામાં પ્રથમ વાર જ ચૂંટાયેલ અપક્ષ મહિલા કોર્પોરેટર દામિની વસાવા આકર્ષણનું કેન્દ્ર બની

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજપીપળા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી ટાણે અપક્ષ ઉમેદવારે રોસ્ટર પ્રમાણે ચૂંટણી ન હોઈ વાંધો ઉઠાવ્યો

રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર તથા કુલ 7 વોર્ડના ચૂંટાયેલા 28 ઉમેદવારોની ઉપસ્થિતીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપા ના પ્રમુખ
ઉપ પ્રમુખ ભલે ચૂંટાયા હતાં પણ આ બધાની વચ્ચે પહેલી જ વાર ચૂ્ટાયેલ વોર્ડ 3 ની. મહિલા કોર્પોરેટર દામિની વસાવા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

પ્રાંત અધિકારીએ પ્રમુખ ઉમેદવાર માટે ઉમેદવારી પત્રકો ભરાવતા દામિનીબેન વસાવાએ પ્રમુખની ચૂંટણી બીનહરીફ ના થવા દેતા પોતે લઘુમતીમાં હોવા છતાં પ્રમુખની ઉમેદવારી નોંધવાતા પ્રાંત અધિકારીને ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. આમ માત્ર ત્રણ અપક્ષનું જૂથ લઘુમતિમાં હોવા છતાં ભજપા સામે અપક્ષ લડ્યા એ મહત્વની વાતની સૌએ નોંધ લીધી.

એટલું જ નહીં M Sc, B Ed થયેલ શિક્ષિત મહિલા કોર્પોરેટર દામિનીબેન વસાવાએ મતદાન પ્રક્રિયા પહેલા રોસ્ટરનો મુદ્દે વાંધો ઉઠાવી લેખિત રજુઆત કરી હતી. રાજપીપલા નગરપાલિકા પ્રમુખની ચુંટણી ખોટા ક્રમ અને ખોટી રીતે નહિ સાચારોસ્ટરના સાચા નિયમ અને સાચા ક્ર્મ મુજબ કરવા બાબતે જણાવ્યું હતું કે

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખના રોસ્ટરનો વિવાદ થતા ગુજરાત હાઇકોર્ટમાંથી
બીજા ક્રમથી સને ૦૭/૧૨/૨૦૧૫ થી અમલમાં આવ્યું છે. સદર રોસ્ટર અર્બન ડેવલોપમેન્ટ એન્ડ
અર્બન હાઉસીંગ ડીપાર્ટમેનના નોટીફીકેશન નં KV 319 0f 2015-NPL-4513- 103-M ગર્વમેન્ટ
ગુજરાત દ્વારા ૧/૧૨/૨૦૧૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જેમાં અનામત રોસ્ટર ક્મ-
૨(બે)થી શરૂઆત થઇ છે તા.૦૭/૧૨/૨૦૧૫ના પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક નક્કી કરવામાં આવેલ હતી તેમ રાજપીપલા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીના અધિકારી શ્રી અને કલેકટર સાહેબ નર્મદા જીલ્લાએ જણાવેલ છે અને જે તે સમયએ એટલે કે તા. ૦૭/૧૨/૨૦૧૫ની ચુંટણીમાં શ્રી અલ્કેશભાઇ જે.ગોહિલને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ
તરીકે ચુંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતાં. ગુજરાત ચુંટણી પંચે રાજપીપલા નગરપાલિકાનું પ્રમુખ ઉપ પ્રમુખ માટેનું ૧૦ બેઠક માટેનું ૨૫ વર્ષનું રોસ્ટર બનાવવામાં આવ્યું છે. જેને ૧૦ વર્ષ
પુર્ણ થયા છે.હવે પછી ૧૫ વર્ષ સદર રોસ્ટરના બાકી હોય વિતી ગયેલા અત્યાર સુધી મુદત પ્રમાણેના પ્રમુખો બની ચુકયા છે.
જેનું પત્રક નીચે મુજબ છે.
1)સામાન્ય બેઠક પર
શ્રી અલ્કેશસિંહ જે. ગોહિલ
૦૭/૧૨/૨૦૧૫.2)સામાન્ય મહિલાશ્રીમતિ જીગીશાબેન ભટ્ટ,૨૦૧૭, 3)સામાન્ય,
શ્રી કુલદીપસિંહ. એ. ગોહિલ
૨૦૨૧,4) સામાન્ય મહિલા
શ્રીમતિ ધર્મિષ્ઠાબેન પટેલ
૨૯/૦૮/૨૦૨૩, 5)આદિજાતિ અનામત
આજની ચુંટણી ૧૯/૦૫/૨૦૨૬ નો ઉલ્લેખ કરી લેખિત રજુઆત કરી હતી. જેનો જવાબ પ્રાંત અધિકારીએ આપી પોતાની સત્તામાં આવતું ન હોવાનું જણાવી એમનો પત્ર સ્વીકારી નોંધ લીધી હતી. અને દામિનીબેને ચૂંટણી રોસ્ટર મુજબ ના હોઈ ગેર બંધારણીય હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો
આમ પ્રથમ વાર ચૂંટાયેલ એક આદિવાસી મહિલા કોર્પોરેટરે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
 
આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here