કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા પૂર્વની ચંદન યાત્રામાં ભક્તો જોડાઇ નહીં શકે, માત્ર મહંત, ટ્રસ્ટીની હાજરી હશે

0
16
જેને રથયાત્રાની પુર્વ તૈયારી માનવામાં આવે છે. ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી
જેને રથયાત્રાની પુર્વ તૈયારી માનવામાં આવે છે. ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી

14 મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે,

અમદાવાદ: કોરોનાનો કહેરે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ધાર્મિક પ્રસંગોમાં લોકોની ઓછામાં ઓછી હાજરી હોય તેવું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત જગન્નાથ ની રથયાત્રા શહેરમાંશાંતિપૂર્વક જ નીકળી હતી. તો આ વખતે 144મી રથયાત્રા હશે. તે પહેલા જે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ ભક્તો જોડાઇ નહીં શકે. આ યાત્રા 14મી મેનાં રોજ યોજાવવાની છે.આ વખતની રથયાત્રા પૂર્વેના કાર્યક્રમો, વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ નહિ શકે. ચંદન યાત્રા પણ માત્ર મંદિરના મહંત, ટ્રસ્ટીની હાજરીમાં યોજાશે. શહેરમાં આ વર્ષે યોજાવવાની રથયાત્રા અંગે હાલ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ 14 મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે, જેને રથયાત્રાની પુર્વ તૈયારી માનવામાં આવે છે. ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સહિત ચાર થી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ વિધિમાં ભક્તો જોડાઇ શકશે નહીં.
નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા નગરજનોની ઉપસ્થિતિમાં નીકળી શકી ન હતી. અત્યંત સાદાઈથી ઊજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.